અમદાવાદઃ રેલવે એ પરિવહન વ્યવસ્થાની કરોડરજ્જૂ છે. લોકો લાંબા અંતરનો પ્રવાસ કરવા ટ્રેન પસંદ કરે છે. જ્યારે ભારે માલસામાનનું પરિવહન માત્ર રેલવે દ્વારા જ થાય છે. સરકાર સમયાંતરે અલગ અલગ રૂટ પર અલગ અલગ ટ્રેનોની જાહેરાત કરતી રહે છે. આ બજેટમાં રેલવેને લઈને સરકારે શું જાહેરાત કરી, જુઓ.
આ પણ વાંચો Budget 2023: નાણા મંત્રાલયના 'સ્પેશિયલ-6', જેમને તૈયાર કર્યું બજેટ
2.40 લાખ મૂડી ખર્ચઃ કેન્દ્રિય નાણા પ્રધાને જણાવ્યું હતું કે, બજેટમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ કરવામાં આવ્યો છે. રેલવેમાં 100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. આ સિવાય નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાઓ ઓળખવામાં આવી છે. આ અંગે આગળની કામગીરી કરવામાં આવશે.
મોદી સરકારે બદલી પરંપરાઃ ગયા બજેટમાં કેન્દ્રિય નાણા પ્રધાને રેલવે મંત્રાલયને 1,40,367.13 કરોડ રૂપિયાનું બજેટ આપવાની જાહેરાત કરી હતી. જ્યારે વર્ષ 2017 પહેલા રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું, પરંતુ સ્વ. અરૂણ જેટલી જ્યારે નાણા પ્રધાન હતા ત્યારે મોદી સરકારે આ પરંપરાનો અંત લાવ્યો હતો. તેમણે સામાન્ય બજેટની સાથે રેલવે બજેટનો સમાવેશ કરીને તેને રજૂ કર્યું હતું. આ પરંપરા 1924થી ચાલી રહી હતી.
અનેક સુધારા કરાશેઃ વર્ષ 2022માં રેલવેને 1.4 લાખ કરોડનું બજેટ મળ્યું હતું. જ્યારે રેલવેએ વિઝન 2024માં નવો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને હાઇ સ્પીડ પેસેન્જર કોરિડોર શરૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભીડભાડવાળા માર્ગોમાં મલ્ટી ટ્રેકિંગ, સિગ્નલિંગ સિસ્ટમમાં સુધારો કરવામાં આવશે. એક અંદાજ મુજબ એક લાખ કિલોમીટર લાઈન નાખવા માટે લગભગ 20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.