ETV Bharat / bharat

ભોપાલઃ સરકારી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગી આગ, 8 બાળકોના મોત - મૃત્યુઆંક વધીને આઠ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના ચાઈલ્ડ વોર્ડમાં આગ(Fire in the child ward of Kamala Nehru Hospital) લાગવાથી આઠ બાળકોના મોત (Death of eight children)થયા છે. જ્યારે અન્ય 6 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા મુખ્ય પ્રધાન વિશ્વાસ સારંગ (Vishwas Sarang)ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

ભોપાલઃ સરકારી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગી આગ, 8 બાળકોના મોત

author img

By

Published : Nov 9, 2021, 1:39 PM IST

  • ભોપાલના હમીદિયા કેમ્પસ સ્થિત કમલા નેહરુ હોસ્પિટલમાં આગની ઘટના
  • આ આગમાં મૃત્યુઆંક ચારથી વધીને આઠ થઈ ગયો
  • સરકારે બાળકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

ભોપાલઃ ભોપાલના હમીદિયા કેમ્પસ સ્થિત કમલા નેહરુ હોસ્પિટલના(Kamala Nehru Hospital) બાળકોના વોર્ડ વિભાગમાં આગ લાગી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ત્રીજા માળે લાગેલી આગમાં મૃત્યુઆંક ચારથી વધીને આઠ થઈ ગયો છે. ઘટનાની માહિતી મળતાં જ મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગ( Education Minister Vishwas Sarang)ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતક બાળકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તે જ સમયે, શિવરાજ સિંહ ચૌહાણે( Shivraj Singh Chauhan)પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે.

મૃત્યુઆંક વધીને આઠ થયો

કમલા નેહરુ હોસ્પિટલના (Kamala Nehru Hospital)બાળ વોર્ડમાં સોમવારે રાત્રે 8 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ વોર્ડમાં 40 થી વધુ બાળકો આઈસીયુમાં હતા જેમાંથી મોડી રાત સુધી 4 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 36 બાળકોના જીવ બચી ગયા છે. મંગળવારે સવારે વધુ ચાર બાળકોના મોત થયા હતા. આ રીતે મૃત્યુઆંક વધીને આઠ થયો છે. તે જ સમયે, અન્ય 6 બાળકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

આગ લાગવાનું કારણ અકબંધ

કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી હતી. દરેક જણ પોતપોતાના બાળકને બચાવવાનો પ્રયાસ કરતા રહ્યા. ફાયર બ્રિગેડની ટીમે આવીને આગને કાબુમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં અનેક બાળકો આગની જ્વાળામાં સળગી ગયા હતા. વોર્ડમાં રાજગઢથી આવેલા શકીલે જણાવ્યું કે તેના 10 દિવસના પુત્રને પણ દાખલ કરવામાં આવ્યો હતો. તેણે તેને આગથી બચાવ્યો, આ દરમિયાન તેના હાથ પણ કાળા થઈ ગયા. તે જ સમયે અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વોર્ડમાં રાખવામાં આવેલા કોમ્પ્યુટર જેવા મશીનમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે તેમાં આગ લાગી હતી અને આગ આસપાસના વોર્ડમાં ફેલાઈ ગઈ હતી.

હોસ્પિટલના બાળ વોર્ડમાં પહોંચ્યા વિશ્વાસ સારંગ

માહિતી મળતાની સાથે જ મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મોડી રાત સુધી હોસ્પિટલમાં જ રહ્યા હતા. અન્ય સળગેલા બાળકોને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે વોર્ડમાં 40 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બપોરે 1:00 વાગ્યા સુધી 4 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે. સરકાર દ્વારા પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવી રહી છે. જ્યારે મુખ્યપ્રધાને આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપ્યા છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને વિશ્વાસ સારંગમાં ઘટના પર શોક વ્યક્ત કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય આરીફ મસૂદ પણ અહીં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ઘણી મહેનત બાદ બાળકોને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આમાં કોની બેદરકારી એ તપાસનો વિષય છે.

મંત્રી વિશ્વાસ સારંગે દરેકને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી

વિશ્વાસ સારંગે મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે બચાવ કાર્ય ઝડપથી કરવામાં આવ્યું, પરંતુ ચાર બાળકોને બચાવી શકાયા નથી. તેમણે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના નિર્દેશ આપ્યા છે. ACS પબ્લિક હેલ્થ એન્ડ મેડિકલ એજ્યુકેશન મોહમ્મદ સુલેમાન પોતે આની તપાસ કરશે.

મુખ્યપ્રધાન શિવરાજે શોક વ્યક્ત કર્યો

મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે બાળકોની અકાળે દુનિયામાંથી વિદાય એ અસહ્ય દર્દ છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. આ બાળકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય, આ જ મારી ઈચ્છા છે.

હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં

તે જ સમયે, પ્રધાન વિશ્વાસ સારંગે કહ્યું કે કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગની માહિતી મળતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું. અકસ્માતમાં ચાર બાળકોને બચાવી શકાયા નથી, જેમના પરિવારજનોને દરેકને રૂ.4 લાખનું વળતર આપવામાં આવશે. અન્ય બાળકોની સારવાર ચાલી રહી છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

એક મહિના પહેલા હમીદિયા હોસ્પિટલમાં આગ લાગી હતી

મળતી માહિતી મુજબ બાળકોના મોતનો આંકડો વધારે હોઈ શકે છે. જ્યારે 6 થી 10 બાળકોની હાલત ગંભીર છે. આ સમગ્ર મામલે હમીદિયા હોસ્પિટલની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. અહી અગ્નિશામક સાધનો કઈ હાલતમાં હતા તે પણ એક મોટો પ્રશ્ન છે. તે ચાલુ હતો કે નહીં. ત્યારે આ પહેલા પણ 1 માસ પહેલા હમીદિયા હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં આગ લાગી હતી. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગ પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાજપ નેતા રાવનું નિવેદન, 'બ્રાહ્મણ અને વાણિયા તેમના ખિસ્સામાં છે', કોંગ્રેસે કરી માફીની માગ

આ પણ વાંચોઃ નવજોત સિંહ સિદ્ધુ ડેરા બાબા નાનક પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.