થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થયાના 18 કલાક બાદ રવિવારે સવારે એક 38 વર્ષીય વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. વાલપાડાના વર્ધમાન કમ્પાઉન્ડમાં શનિવારે ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળમાં હજુ પણ 9 લોકો ફસાયા હોવાની આશંકા છે. સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
18 કલાક બાદ એક વ્યક્તિનું રેસ્કયુ: નારપોલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક મદન બલ્લાલે જણાવ્યું હતું કે સુનીલ પીસા (38) નામના વ્યક્તિને રવિવારે સવારે લગભગ 8 વાગ્યે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને ભિવંડીની ઈન્દિરા ગાંધી હોસ્પિટલ (IGM) લઈ જવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ સાથે આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે.
CMએ લીધી અકસ્માત સ્થળની મુલાકાત: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આ ઘટનાને "અત્યંત દુર્ભાગ્યપૂર્ણ" ગણાવી હતી અને ભિવંડીની IGA) હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોને મળ્યા બાદ શનિવારે મોડી રાત્રે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. ભિવંડીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નવનાથ ધવલેએ જણાવ્યું હતું કે ઈમારતના માલિક ઈન્દ્રપાલ પાટીલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
એક કન્ટેનર અને બે ટેમ્પો પણ દટાયા: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ગોડાઉન હતા, જ્યારે ઉપરના માળે ચાર પરિવારો રહેતા હતા. તેમણે ઉમેર્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક મજૂરો હાજર હતા. જ્યારે માળખું તૂટી પડ્યું. તેમણે જણાવ્યું કે ગોડાઉનમાં સામાન લાવવા અને ત્યાંથી સામાન લેવા આવેલા એક કન્ટેનર અને બે ટેમ્પો પણ કાટમાળમાં દટાઈ ગયા હતા.
આ પણ વાંચો: India Major Gas Leaks: લુધિયાણામાં ગેસ લીકની ઘટનાએ છેલ્લા 10 વર્ષમાં બનેલા ગેસ અકસ્માતોની યાદ તાજી કરાવી
પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે ચાર પરિવારો બિલ્ડિંગના ઉપરના માળે રહેતા હતા, જ્યારે મજૂરો ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતા હતા. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. મુખ્યપ્રધાને અધિકારીઓને શોધ અને બચાવ કામગીરીમાં સામેલ તમામ એજન્સીઓ વચ્ચે યોગ્ય સંકલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: Ludhiana Gas Leak: લુધિયાણામાં ગેસ લીક થતાં 11 લોકોના મોત, આસપાસનો 300 મીટરનો વિસ્તાર સીલ
(PTI-ભાષા)