- ટેબલ ટેનિસ પેરા એથ્લીટ ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો.
- ફાઈનલમ મેચમાં ચીનની ઝાઉ યિંગ સામે હારી ગઈ ભાવિના, ગોલ્ડ ચૂકી ગઈ.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના લોકો પાઠવી રહ્યા છે શુભકામનાઓ.
ન્યૂઝ ડેસ્ક : ટોક્યો ખેલોમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભારતની ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો. જોકે આ હાર છતાં ભાવિના પેરાલમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ પર કબજો કર્યો છે. ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલ પર ગુજરાત સરકારે પુરસ્કારનો વરસાદ કર્યો છે. રૂપાણી સરકાર તરફથી ભાવિના પટેલ માટે 3 કરોડના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ભાવિનાને સરકારી નોકરી પણ આપશે. મહત્વનું છે કે, ભાવિના પટેલના ગામમાં હાલ ઉત્સવનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીએ ભાવિનાને શુભકામના પાઠવી હતી.
-
#TokyoParaolympics માં #ParaTableTennis માં પહેલો સિલ્વર મેડલ #NationalSportsDay પર સમગ્ર રાષ્ટ્રને ભેટ આપવા બદલ આપણા ગુજરાતની દિકરી ભાવિના પટેલને હ્રદયપૂર્વક અભિનંદન.
— Vijay Rupani (@vijayrupanibjp) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
દરેક ગુજરાતી અને ભારતીયને ભાવિના પર ગર્વ છે. ભાવિનાની ઐતિહાસિક સિદ્ધિ અસંખ્ય ખેલાડીઓને પ્રેરણા આપશે#cheer4india
">#TokyoParaolympics માં #ParaTableTennis માં પહેલો સિલ્વર મેડલ #NationalSportsDay પર સમગ્ર રાષ્ટ્રને ભેટ આપવા બદલ આપણા ગુજરાતની દિકરી ભાવિના પટેલને હ્રદયપૂર્વક અભિનંદન.
— Vijay Rupani (@vijayrupanibjp) August 29, 2021
દરેક ગુજરાતી અને ભારતીયને ભાવિના પર ગર્વ છે. ભાવિનાની ઐતિહાસિક સિદ્ધિ અસંખ્ય ખેલાડીઓને પ્રેરણા આપશે#cheer4india#TokyoParaolympics માં #ParaTableTennis માં પહેલો સિલ્વર મેડલ #NationalSportsDay પર સમગ્ર રાષ્ટ્રને ભેટ આપવા બદલ આપણા ગુજરાતની દિકરી ભાવિના પટેલને હ્રદયપૂર્વક અભિનંદન.
— Vijay Rupani (@vijayrupanibjp) August 29, 2021
દરેક ગુજરાતી અને ભારતીયને ભાવિના પર ગર્વ છે. ભાવિનાની ઐતિહાસિક સિદ્ધિ અસંખ્ય ખેલાડીઓને પ્રેરણા આપશે#cheer4india
ભારતને સિલ્વર મેડલ મળ્યો
આજે 29 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય રમત દિવસ છે. આ ખાસ દિવસે રમતગમતમાં ભારતના સન્માનમાં વધારો કર્યો છે. જો દુનિયાની નજરમાં તિરંગાનું મૂલ્ય વધી જાય તો આનાથી મોટી વસ્તુ શું હોઈ શકે. આવું જ કંઇક ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં પણ થયું, જ્યાં ભાવિના પટેલે (Bhavina Patel) દેશનું નામ રોશન કર્યું. પેરાલિમ્પિક્સના સ્ટેજ પર ભારતને સિલ્વર મેડલ મળ્યો છે.
આ પણ વાંચો : Tokyo Paralympics: ગુજરાતની દીકરીનો ટોક્યોમાં ડંકો, ભાવિના પટેલે પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો
-
PM Modi spoke to #BhavinaPatel and congratulated her on winning the Paralympics Silver medal.
— ANI (@ANI) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
PM lauded her efforts and told her that she has scripted history. He wished her the very best for her future endeavours.
(file photos) pic.twitter.com/pQOT88JUyc
">PM Modi spoke to #BhavinaPatel and congratulated her on winning the Paralympics Silver medal.
— ANI (@ANI) August 29, 2021
PM lauded her efforts and told her that she has scripted history. He wished her the very best for her future endeavours.
(file photos) pic.twitter.com/pQOT88JUycPM Modi spoke to #BhavinaPatel and congratulated her on winning the Paralympics Silver medal.
— ANI (@ANI) August 29, 2021
PM lauded her efforts and told her that she has scripted history. He wished her the very best for her future endeavours.
(file photos) pic.twitter.com/pQOT88JUyc
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવિના બેન પટેલ સાથે વાતચીત કરી અને ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. PM મોદીએ ફોન પર પટેલના વખાણ કર્યા અને તેમને કહ્યું કે, તમે તો ઈતિહાસ રચ્યો છે. વડાપ્રધાને ભાવિનાને તેના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.જે વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધાઓમાંની એક છે. તે મહિલા ટેબલ ટેનિસ (Table tennis)ની વર્ગ ચારની ઇવેન્ટની ફાઇનલ ચોક્કસપણે હારી ગઇ હતી પરંતુ દેશ માટે તેનો પહેલો મેડલ સુનિશ્ચિત કર્યો હતો. ભાવિના પટેલે પોતાના શાનદાર પ્રદર્શનથી દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ટેબલ ટેનિસ (Table tennis)માં ભારતનો આ પહેલો મેડલ છે.
-
President Ram Nath Kovind wishes Para table tennis player #BhavinaPatel on winning a Silver medal at Tokyo Paralympics
— ANI (@ANI) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
"...Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement," he says. pic.twitter.com/E59vmq82IY
">President Ram Nath Kovind wishes Para table tennis player #BhavinaPatel on winning a Silver medal at Tokyo Paralympics
— ANI (@ANI) August 29, 2021
"...Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement," he says. pic.twitter.com/E59vmq82IYPresident Ram Nath Kovind wishes Para table tennis player #BhavinaPatel on winning a Silver medal at Tokyo Paralympics
— ANI (@ANI) August 29, 2021
"...Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement," he says. pic.twitter.com/E59vmq82IY
આ પણ વાંચો : ભાવિના પટેલે પેરાલિમ્પિક્સ પહેલા કરેલી વાતચીતમાં જણાવ્યું, સખત મહેનથી કંઈ પણ અશક્ય નથી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલની આ સફળતા પર સમગ્ર દેશને ગર્વ છે. ભારતના રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધી, ભાવિના આશ્ચર્યજનક કાર્યની પ્રશંસા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બંનેએ ભાવિના ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવાની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિએ આ સિદ્ધિને પ્રશંસનીય ગણાવી છે, જ્યારે પીએમ મોદીએ તેને દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયી જીત ગણાવી છે.