ETV Bharat / bharat

Chhattisgarh news: ભાટાપરામાં પીકઅપ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં 11 લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત - chhattisgarh today big news

છત્તીસગઢના બાલોડાબજાર ભાટાપરા જિલ્લામાં મોડી રાત્રે 12 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પીકઅપ અને ટ્રકની ટક્કરમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્તથયા છે. ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

BHATAPARA ROAD ACCIDENT
BHATAPARA ROAD ACCIDENT
author img

By

Published : Feb 24, 2023, 9:14 AM IST

ભાટાપારા: છત્તીસગઢના બાલોડાબજાર ભાટાપારા જિલ્લાના ખમરિયા ગામ નજીક ગુરુવારે મોડી રાત્રે એક પીકઅપ અને ટ્રકની ટક્કર થઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. 10થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પીકઅપમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા અને એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ખિલોરા ગામથી અર્જુની ગામમાં આવ્યા હતા.

  • Chhattisgarh | 11 people were killed and several others injured after a pickup vehicle collided with a truck in the Baloda Bazaar-Bhatapara district last night: SDOP Bhatapara, Siddhartha Baghel

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પોલીસ તપાસ શરૂ: અકસ્માતની માહિતી મળતા ભાટાપરા પોલીસ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનામાં દટાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ભાટાપરા એસડીઓપી સિદ્ધાર્થ બઘેલે ઘટનાની પુષ્ટિ કરી છે. અકસ્માતની જાણ થતાં ભાટાપરા ગ્રામ્ય પોલીસ મથકની પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

ભાટાપરામાં પીકઅપ અને ટ્રકની ભીષણ અકસ્માત: કાર્યક્રમ બાદ તમામ લોકો પીકઅપમાં અર્જુનીથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાત્રીના 12 વાગ્યાના સુમારે ખમરીયાની ડીપીડબલ્યુએસ સ્કૂલ પાસે પીકઅપને પુરપાટ ઝડપે આવતી ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપના બૂરા ઉડી ગયા હતા. ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો Ahmedabad Crime News : ઝડપની મજા તમારા ખિસ્સા કરશે ખાલી, અમદાવાદ પોલીસ દ્વારા ઓવર સ્પીડ વાહનો મામલે સખત વલણ

ફેમિલી ફંક્શનમાંથી પરત ફરતી વખતે અકસ્માત: અકસ્માતમાં 11 લોકોના કરૂણ મોત થયા હતા. જેમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે 10 થી વધુ ઘાયલ થયા હતા. જેમને જિલ્લા હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 3 ઇજાગ્રસ્તોને રાયપુર રિફર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો Navsari Accident: નવસારીની ક્વોરીની ખાણમાં બ્લાસ્ટિંગનું કામ કરતાં 2 શ્રમિકો પર ભેખડ ધસી પડતાં મોત

અકસ્માતનું પ્રમાણ વધ્યું: આ પહેલા બુધવારે બાલોદ જિલ્લાના ખાપરવાડા ગામમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ લોકો સામેલ હતા. આ પરિવાર બાલોદ જિલ્લાનો રહેવાસી હતો અને કોઈ કામ અર્થે રાયપુર ગયો હતો. પરંતુ ત્યાં તેની કાર તૂટી ગઈ અને તેણે કેબ લીધી. ભાડાની કેબમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.