નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કાયદા પ્રધાન કપિલ સિબ્બલે ભારતીય ન્યાય સંહિતા વિધેયક-2023 પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ વિધેયક રાજકીય ઉદ્દેશોને પાર પાડવા વધુ કામ આવશે. જેમાં પોલીસને રાજકીય વિરોધીઓને ડામવા વધુ પાવરની જોગવાઈ છે. સિબ્બલ દાવો કરે છે કે આ કાયદો લાવવા પાછળ સરકારનો એજન્ડા વિરોધીઓનો અવાજ કચડવાનો છે.
વિપક્ષ દ્વારા વિરોધ શરૂઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરેલ ભારતીય ન્યાય સંહિતા વિધેયક 2023, ભારતીય સુરક્ષા વિધેયક 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિધેયક પર વિપક્ષ અને જનતા દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આ મુદ્દે કૉંગ્રેસ સાસંદ મનીષ તિવારી અને પૂર્વ કાયદા પ્રધાન કપિલ સિબ્બલે પોતાના મંતવ્ય રજૂ કર્યા છે.
સિબ્બલે ટ્વિટ કર્યુઃ ટ્વિટ કરીને રાજ્યભા સાંસદ કપિલ સિબ્બલ જણાવે છે કે, ભારતીય ન્યાય સંહિતા-2023 રાજકીય ઉદ્દેશો માટે પોલીસ બળનો કઠોર ઉપયોગ કરાશે. બીએનએસ 15થી 60 અથવા 90 દિવસો સુધી પોલીસ હિરાસતની પરવાનગી આપે છે. રાજ્યની સુરક્ષા માટે ખતરા સ્વરૂપ વ્યક્તિઓ પર કેસ ચલાવવા માટે આ નવો ગુનો છે જેનાથી વિરોધીઓને ચૂપ કરાવવાનો એજન્ડા સફળ થશે.
યૌન સંબંધ ગુનાઓ પણ વધશેઃ બીએનએસ વિધેયક માનહાનિ અને આત્મહત્યા પ્રયત્નો સહિત હયાત પ્રાવધાનોમાં ઘણા પરિવર્તન કરે છે અને દગો કરીને બાંધેલા યૌન સંબંધમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓના વ્યાપને વિસ્તારશે. અમિત શાહે કહ્યું કે ઝડપી ન્યાય મળે તે હેતુથી આ પરિવર્તન કરવામાં આવ્યું છે. ભાજપ તરફથી રજૂઆતમાં કહેવાયું છે કે નાગરિકોને ઝડપી ન્યાય મળે તે માટે આ ફેરફાર જરૂરી છે. અમુક કાયદા તો અંગ્રેજો સમયના છે. આ કાયદા પરથી અંગ્રેજોની છાયા દૂર થવી આવશ્યક છે. જ્યારે વિરોધ પક્ષ કહે છે કે માનહાનિ અને આત્મહત્યા સહતિના ગુનાઓમાં પણ અસર કરશે.