ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - zodiac predictions of today

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

આજનું રાશિ ભવિષ્ય
મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Jan 21, 2020, 6:01 AM IST

મેષ : આજે તમે સાંસારિક બાબતો બાજુ પર રાખીને આધ્‍યાત્મિકતા તરફ વળશો. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ તરફ વિશેષ આકર્ષણ રહે. ઉંડુ ચિંતન મનન આપને અલૌકિક અનુભૂતિ કરાવશે. વાણી પર સંયમ રાખવાથી ઘણી ગેરસમજો ટાળી શકશો. ઓચિંતો ધનલાભ થાય. હિતશત્રુઓથી ચેતીને ચાલવું. નવા કાર્યનો પ્રારંભ ન કરવાની તેમ જ સ્‍ત્રીઓ અને પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ : આજે આપનું ગૃહસ્‍થજીવન અને દાંપત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. તેમની સાથે નાનકડા પ્રવાસનું પણ આયોજન કરી શકશો. દૂર વસતા આપ્‍તજનના સમાચારથી આપને ખુશી થશે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા નકારી શકાય નહીં. પરદેશ સાથે સંપર્ક સાધવો.

મિથુન : આજના દિવસ આપના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. આપને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી પડેલાં કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળે. ખર્ચનું પ્રમાણ વધે પરંતુ ખર્ચ યોગ્‍ય રીતે થાય. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. સ્‍વભાવમાં ક્રોધ વધારે હોય. તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સામાજિક માન- પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. વિરોઘીઓ સામે આપને સફળતા મળે.

કર્ક : આજનો દિવસ શાંત ચિત્ત રાખી પસાર કરવાની સલાહ છે. આજે આપનું શારીરિક અને માનસિક આરોગ્‍ય નરમગરમ રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રાખશો તો શરીરમાં પેટની પીડા હેરાન કરી શકે છે. ઓચિંતા ધનખર્ચને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીજનો વચ્‍ચે કોઇ મનદુ:ખ ટાળવા માટે તમારે સંબંધોનું સિંચન કરવામાં બાંધછોડની નીતિ રાખવી પડશે. અન્‍ય વિજાતીય પાત્ર પરત્‍વેના આકર્ષણથી આપની વચ્ચે તણાવ આવી શકે છે. આજે યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. નવા કાર્યનો પ્રારંભમાં પણ અપેક્ષા કરતા ઓછી સફળતા જણાઈ રહી છે.

સિંહ : નકારાત્‍મક વિચારોને આજે દિમાગમાંથી કાઢી નાખવા. શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા ઓછી રહે માટે કામનું ભારણ લેવાનું ટાળજો. ઘરમાં સુલેહ જાળવી રાખવા માટે વધુ પ્રયાસો કરવા પડે. માતા સાથે વાણી અને વર્તનમાં વધુ વિનમ્રતા રાખવી. જમીન, મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ. લાગણીશીલતાના પ્રવાહમાં તણાઇ ન જવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા : કોઇપણ કાર્યમાં અવિચારી પગલું ન લેવાની આપને સલાહ આપવામાં છે. ભાઇબહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. મિત્રો સ્‍વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. આર્થિક લાભની શક્યતાઓ છે. પ્રિયપાત્રનો સહવાસ મળે. જાહેર માન- સન્‍માન મળે.

તુલા : આપને જક્કી વલણ છોડીને સમાધાન ભર્યું વલણ રાખવાનું સૂચન છે. આપની અનિયંત્રિત વાણી કોઇને મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે માટે વાણી અને વર્તન બંનેમાં વિનમ્રતા અને સ્પષ્ટતા વધુ રાખવાની સલાહ છે. દ્વિધામાં અટવાયેલું મન આપને કોઇ ચોક્કસ નિર્ણય પર નહીં આવવા દે ત્યારે બીજાની મદદ લઈને તમે આગળ વધી શકો છો. અગત્‍યના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. આરોગ્‍યની કાળજી લેવી.

વૃશ્ચિક : આજે આપ પરિવારજનો સાથે મોજ મસ્તીમાં દિવસ પસાર કરશો. આપના શરીર અને મનમાં આનંદ વ્યાપેલો રહેશે. પ્રિયજનને મળીને આપ આનંદ અનુભવશો. કોઇ સારા સમાચાર મળવાની શક્યતા છે. આપના મિત્રો કે સ્નેહીઓ આપને ભેટ આપશે અને આપ ખુશી મેળવી શકશો. પ્રવાસ સારો રહેશે. લગ્ન જીવન સુખરૂપ બનશે. આપનો દિવસ આનંદથી પસાર થઇ જશે.

ધન : આજનો દિવસ આપના માટે થોડો મુશ્‍કેલીભર્યો સાબિત થાય. પરિવારના સભ્‍યો સાથે રકઝક ટાળવી અને દરેકને આદર આપવો. આજે બોલવા પર સંયમ રાખવો પડશે અન્યથા કોઇ સાથે ઝગડા- ટંટા થતા વાર નહીં લાગે. મનના આવેગ અને આવેશને અંકુશમાં રાખવા પડશે. અકસ્‍માતથી સંભાળવું. શારીરિક તંદુરસ્‍તી સંભાળવાની સલાહ છે. ધનખર્ચ થાય.

મકર : આજના લાભદાયી દિવસે આપના ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. કોઇપણ વસ્‍તુની ખરીદી માટે આજે શુભ દિવસ છે. શેરસટ્ટાકીય પ્રવૃત્તિમાં ધનલાભ થાય. મિત્રો સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે. સામાજિક ક્ષેત્રે, નોકરી વ્‍યવસાયમાં લાભ મળે, માન પ્રતિષ્‍ઠા વધે. પત્‍ની, પુત્રનો સહકાર સાંપડશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની પસંદગીનું પાત્ર મળે.

કુંભ : આજે આપના પર ઉપરી અધિકારીઓ અને વડીલવર્ગની પણ કૃપા દૃષ્ટિ રહેશે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પડતા લાગે, નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે પરિસ્થિતિ અનુકૂળ રહે. આપ માનસિક રીતે હળવાશ અનુભવશો. તંદુરસ્‍તી જળવાશે. માન- સન્‍માન વધે. ગૃહસ્‍થજીવનમાં આનંદની અનુભૂતિ કરશો.

મીન : આજે આપ તન અને મનથી થાક તથા થોડી બેચેનીનો અનુભવ કરશો. સંતાનોની બાબતોમાં અથવા તેમને લગતા વિવિધ કાર્યોમાં આજે આપનો ઘણો સમય ખર્ચાઇ જશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળવો તેમજ શક્ય હોય ત્યાં સુધી તમારા કામથી મતલબ રાખવો. હરીફો માથું ઉંચકવાનો પ્રયાસ કરે પરંતુ જો કામ પ્રત્યે તમે સમર્પિત હશો તો સ્થિતિ અંકુશમાં આવી જશે. સરકાર તરફથી કોઇ પરેશાની ઉભી થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.