ETV Bharat / bharat

ઝિન્ક: જરૂરિયાત, ઉણપ, લાભ અને કયા ખોરાકમાંથી મળે - ઝિન્ક માનવ શરીર

આપણું શરીર પોતાની મેળે ઝિન્ક ઉત્પાદિત કરી શકતું ન હોવાથી આ પોષક તત્ત્વ આપણા શરીરને સતત બહારથી મળતું રહે તે જરૂરી છે. ઝિન્ક માનવ શરીરમાં કેટલાંક ફંક્શન્સ માટે જવાબદાર હોય છે, જેમકે રોગપ્રતિકારક વ્યવસ્થા સતેજ રાખવી, ઘા રૂઝાવવા, મેટાબોલિક ફંક્શન્સ વધારવા વગેરે.

ઝિન્ક: જરૂરિયાત, ઉણપ, લાભ અને કયા ખોરાકમાંથી મળે

author img

By

Published : Dec 20, 2020, 10:46 PM IST

બાળકના યોગ્ય વિકાસમાં પણ તે મદદરૂપ છે અને આપણા શરીરને પ્રોટિન તેમજ ડીએનએના સંશ્લેષણ માટે તેની જરૂર છે. આયુર્વેદમાં પણ જસદા ભસ્મ અથવા ઝિન્ક એશ, ખાસ કરીને ડાયાબિટીસની સારવાર માટે મહત્ત્વનું હોય છે. આપણા રોજિંદા જીવનમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ, તેમાંથી ઝિંક મળી શકે છે. આ લેખમાં ઝિન્ક કયા ખોરાકમાંથી મળી શકે છે, તે વિશે તમને વધુ માહિતી મળશે.

કેટલા ઝિન્કની આવશ્યકતા છે ?

આપણને બહુ મોટી માત્રામાં ઝિન્કની જરૂર નથી હોતી, પરંતુ દરરોજ નીચે મુજબ સરેરાશ ઝિન્કની ભલામણ છે :

છ મહિનાથી 13 વર્ષના બાળકોઃ 2-8 મિલીગ્રામ

ટીનએજર્સ 14થી 18 વર્ષ 9-11 મિલીગ્રામ

પુખ્ત વયના લોકો-18 વર્ષથી વધુ વય: 8-11 મિલીગ્રામ

સગર્ભા સ્ત્રી અને સ્તનપાન કરાવતી મહિલાઓ: 11-12 મિલીગ્રામ

- વય સાથે માત્રા વધારવી. તમારા બાળકની ઝિન્કની જરૂરિયાતો સમજવા માટે તમે બાળકોના ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો.

- જાતિને આધારે ઝિન્કની માત્રા લેવી. મહિલાઓની સરખામણીએ પુરુષોને 2-3 મિલિગ્રામ ઝિન્કની વધુ જરૂર પડે છે.

ઝિન્કની ઉણપ

જો શરીરને આવશ્યક માત્રામાં ઝિન્ક ન મળે તો બાળકનો વિકાસ ધીમો પડી શકે છે. ઝિન્કની ઉણપથી જાતીય વિકાસ પણ ધીમો પડી શકે છે અને પુરુષોમાં તેનાથી નપુંસકતા આવી શકે છે. ઝિન્કની ઉણપના ચિહ્નો આ મુજબ છે

ભૂખ ન લાગવી

વાળ પાતળા થઈ જવા, ખરી જવા

ઝાડા થવા

ત્વચા ઉપર ચકામા પડવા અને ત્વચાની અન્ય સમસ્યા

ઘા રૂઝાતા વાર લાગવી

વજન ઘટી જવું

આંખ અને ત્વચા ઉપર ચાંદા પડવા

ઝિન્કના લાભ

1. સામાન્ય શરદી

અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ (એનઆઈએચ)એ જણાવ્યું છે કે ઝિન્ક લોઝેન્જિસ અથવા સિરપ (પરંતુ ગોળી સ્વરૂપે ડાયટરી સપ્લીમેન્ટ નહીં) લેવાથી સામાન્ય શરદીમાંથી ઝડપી રિકવર થઈ શકાય છે અને તે લીધા પછી શરદીનાં ચિહ્નો 24 કલાકમાં ઘટે છે. જોકે, આ અંગે હજુ વધુ અભ્યાસની જરૂર છે.

2. ખીલ

અભ્યાસ દર્શાવે છે કે ઝિન્ક ત્વચાને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે અને ખીલની સમસ્યા હલ કરવામાં પણ મદદ કરે છે. તે ત્વચાને ગરમી અને ઠંડી સામે રક્ષણ આપે છે. ઉપરાંત, ત્વચાની બળતરા ઘટાડવામાં પણ સહાયક બને છે.

3. અતિસાર - ઝાડા થવા

પાંચ વર્ષથી નાનાં બાળકોને અતિસાર - ઝાડા થઈ જવાનું ઘાતક સાબિત થાય છે. અભ્યાસો સૂચવે છે કે આહાર પૂરવણી તરીકે ઝિન્ક આપીને બાળકોમાં અતિસારનાં લક્ષણો ઘટાડી શકાય છે.

4. રોગપ્રતિકારક તંત્ર

ઝિન્ક રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે. સારો રોગપ્રતિકારક પ્રતિસાદ એટલે કે શરીર વાયરસ અને બેક્ટેરિયા જેવા શરીર માટે હાનિકારક જીવાણુઓ, જે ચોક્કસ ચેપનું કારણ બની શકે છે, તેની સામે લડવા સક્ષમ છે.

5. વય સંબંધિત મેક્યુલર ડિજનરેશન (એએમડી)

એએમડી, આંખની એક બીમારી છે, જેમાં સમય જતાં વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવે છે. સંશોધન દર્શાવે છે કે ઝિન્ક લેવાથી એએમડીને આગળ વધવાની ગતિ ધીમી પાડી શકાય છે.

ઝિન્કનાં સ્ત્રોતો

તમારી ઝિન્કની જરૂરિયાતો પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય તેવા ખાદ્યસ્ત્રોતોની યાદી અહીં જણાવી છે

માંસ (ઘેટાનું બચ્ચું, ડુક્કર)

શેલફિશ (છીપ, કરચલો, છીપવાળી માછલી)

નટ્સ (કાજુ, બદામ, શિંગદાણા)

બીજ (કોળું, તલ અને ભાંગના બીજ)

દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો

ઈંડાં

રાજમા, મસૂરની દાળ, કાબૂલી ચણા વગેરે.

આખું અનાજ ઓટ્સ, ક્વિનોઆ, ઘઉં)

શાકભાજી (બટાટા, ગોબી, વટાણા, શતાવરી)

ડાર્ક ચોકલેટ

વધુ પડતું ઝિન્ક નુકસાનકારક છે ?

હા, વધુ પડતું ઝિન્ક લેવાથી તમારા શરીરની નકારાત્મક અસર થઈ શકે છે. વધુ પડતું ઝિન્ક ઉબકા, ઝાડા થવા, પેટમાં ખેંચાણ, માથું દુઃખવું, રોગપ્રતિકારકતા ઘટવી, સારા કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટવું વગેરેમાં પરિણમી શકે છે.

એટલે, ઝિન્ક ફક્ત જરૂરી માત્રામાં જ લેવું જોઈએ. જો તમને ખબર ન હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો અને તમારા શરીરને તમારી વય તેમજ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતને ધ્યાનમાં રાખીને કેટલી માત્રામાં ઝિન્કની જરૂર છે તેમજ તમારી ચાલુ દવાની સાથે ઝિન્ક લઈ શકાય કે કેમ, તે જાણો. ઝિન્ક સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર છે કે નહીં તે પણ તમે ડૉક્ટરને પૂછી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.