નવી દિલ્હીઃ આ વીડિયોમાં મહિલાઓ યુવાન ને થપ્પડ અને લાતો વડે મેથીપાક આપી રહી છે. ઉત્તમનગર વિસ્તારનો આ વીડિયો વાઇરલ થયો છે જેમાં એક મહિલા કહી રહી છે કે, “પશ્ચિમ વિહારમાંથી આ યુવાન ભાગીને આવ્યો છે. ત્રણ દિવસથી તેને શોધી રહી છું અને આજે તેનો પતો લાગ્યો છે.” ત્યારબાદ એકસાથે ઘણી મહિલાઓ ભેગી થઈ અને તેને તેના ઘરમાંથી બહાર કાઢી માર મારવા લાગી હતી.
આ મહિલાઓનો આરોપ છે કે, આ યુવાન જોબ અપાવવાના બહાને મહિલાઓ સાથે અશ્લીલ વાતો કરતો હતો અને તેમના રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. ત્યાર મહિલાઓ તેને શોધતી હતી.
આખરે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ હવે આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે.