ETV Bharat / bharat

ઉત્તરાખંડના યુવાનનું દુબઈમાં મોત, પરિજનોએ મૃતદેહને ભારત લાવવા કરી માગ

દુબઈમાં નોકરી કરવા ગયેલા ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના એક યુવાનનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંબંધીઓ મૃતદેહને ભારત લાવવાની માગ કરી રહ્યા છે. કમલેશનો મૃતદેહ દુબઈથી ભારત મોકલવામાં આવ્યો હતો, પરંતુ મૃતદેહ એરપોર્ટથી પરત દુબઈ મોકલી દેવામાં આવ્યો હતો. ઈટીવી ભારતે આ બાબતે વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય બંને પાસેથી માહિતી માગી છે.

ઉત્તરાખંડના યુવાનનું દુબઇમાં મોત, સંબંધીઓએ મૃતદેહને ભારત લાવવાની કરી માંગ

author img

By

Published : Apr 25, 2020, 11:55 AM IST

દહેરાદૂન: ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના સકલાના પટ્ટીમાં રહેતા કમલેશ ભટ્ટનું દુબઈમાં 16 એપ્રિલના રોજ હાર્ટ એટેકથી મોત થયું હતું. પરિવારના સભ્યોના તમામ પ્રયત્નો બાદ મૃતદેહને ભારત લાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેઓ તેને લેવા ગયા ત્યારે જાણવા મળ્યું કે તેને દુબઈ મોકલી દેવામાં આવ્યો છે. હવે આ અંગે ગૃહ મંત્રાલય કે વિદેશ મંત્રાલય કંઈ બોલી રહ્યું નથી.

ઇટીવી ભારતે બંને મંત્રાલયોનો સંપર્ક કર્યો. જ્યારે અમે વિદેશ મંત્રાલયને પૂછ્યું કે શું અબુધાબીમાં ભારતીય દૂતાવાસ અને કમલેશના પરિવાર વચ્ચે માહિતીનો યોગ્ય આદાનપ્રદાન નથી. તેના જવાબમાં મંત્રાલયના સૂત્રોએ ફક્ત એટલું જ કહ્યું કે, તેઓ પ્રોટોકોલ શું છે અને આવા કેસોમાં જે કાર્યવાહી કરવામાં આવે છે તે અંગેની માહિતી એકઠી કરી રહ્યા છે.

વધુ માહિતી એકઠી કરવા પર એવું જાણવા મળ્યું કે, આવા કિસ્સાઓમાં ગૃહ મંત્રાલય બ્યુરો ઓફ ઇમિગ્રેશન વિભાગની મુખ્ય ભૂમિકા છે. જ્યારે ઇટીવી ભારતે ગૃહ મંત્રાલય પાસેથી માહિતી માંગી હતી, ત્યારે સૂત્રોએ જણાવ્યું છે કે, આ મામલે સંપૂર્ણ વિગતો સંબંધિત વિભાગને મોકલી આપવામાં આવી છે. ત્યાંના વરિષ્ઠ અધિકારીઓ તેનો અભ્યાસ કરી રહ્યા છે. આ સિવાય અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી.

કમલેશ દુબઈની હોટલમાં નોકરી કરતો હતો. તે ટિહરીના સેમવાલ ગામનો રહેવાસી હતો.

કમલેશના પરિવારે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, દુબઈમાં રહેતા સામાજિક કાર્યકર રોશન રતૂડીના પ્રયત્નોને કારણે 23 એપ્રિલની રાત્રે દુબઇના અબુધાબી એરપોર્ટથી એક કાર્ગો વિમાન (ઈતિહાદની ફ્લાઇટ) ત્રણ મૃતદેહોને લઈને દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટની બાજુમાં કાર્ગો ટર્મિનલ ગેટ નંબર 6 પર ઉતર્યુ હતુ. કમલેશની ડેડબોડી પણ આમાં સામેલ કરવામાં આવી હતી.

પરંતુ ભારતીય દૂતાવાસ દ્વારા રાત્રે 10 વાગ્યે એક આદેશ લેવામાં આવ્યો હતો કે બહારથી આવતા તમામ મૃતદેહોને લેવામાં ન આવે. આને કારણે પરિવાર કમલેશ ભટ્ટનો મૃતદેહ મળી શક્યો ન હતો.

જેથી કમલેશના મૃતદેહને વિમાન દ્વારા દુબઈ અબુધાબી એરપોર્ટ પરત મોકલવામાં આવ્યો હતો.

કમલેશ ભટ્ટના મામા મનિષ ઉનિયાલે જણાવ્યું હતું કે, જ્યારે અમે તેમને પૂછ્યું ત્યારે (કાર્ગો ટર્મિનલનો સ્ટાફ) ) પૂછતાં તેઓએ કહ્યું કે, તે દિવસે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રને કારણે મૃતદેહ ભારતમાં મેળવી શકાતો નથી. તેમણે પરિપત્રની નકલ શેર કરવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે મંત્રાલયનો નંબર આપ્યો જે નંબર બંધ હતો.

કમલેશના પિતરાઇ ભાઈ વિમલેશ ભટ્ટે કહ્યું હતું કે, “બંને મંત્રાલયો વચ્ચે સંકલનનો અભાવ હોવાનો સ્પષ્ટ કેસ છે. જો ભારતીય દૂતાવાસે મૃતકને ભારત લાવવાની મંજૂરી આપી હોય, તો ભારત સરકારની કોઈ પણ શાખાએ તેને નકારવી ન જોઈએ.”

વિમલેશ ભટ્ટે ઇટીવી ભારતને કહ્યું, ‘તમે અમારી પરિસ્થિતિ સમજી શકો. અમને કમલેશ ભટ્ટનો મૃતદેહ મળી શકે તેમ હતો. પરંતુ અમારા પ્રયાસો છતાં મૃતદેહને દુબઈ મોકલી દેવામાં આવ્યો.’

કમલેશ ભટ્ટના સંબંધીઓ પણ ફરિયાદ કરે છે કે, કમલેશના મૃત્યુ અંગે સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય દૂતાવાસ સાથે કોઈ વાતચીત થઈ નથી.

મનીષ ઉનિયાલે કહ્યું, 17 એપ્રિલે કમલેશના મોત અંગે અબુધાબીમાં તેના એમ્પ્લોયરના માનવ સંશાધન વિભાગમાંથી ફોન આવ્યો હતો. પરંતુ અમને અમારા એમ્બેસી તરફથી કોઈ માહિતી મળી નથી. મૃતકના પિતરાઇ ભાઇ વિમલેશ ભટ્ટે જણાવ્યું હતું કે ,અમે ત્યાં પોસ્ટમોર્ટમ કરવાની વ્યવસ્થા કરવા અને ભારતીય દૂતાવાસ પાસેથી મૃતદેહ પરત લાવવા એનઓસી મેળવવા માટે કેટલાક સામાજિક કાર્યકરોનો સંપર્ક કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.