શ્રીનગર: દેશની સેવા માટે 127 સૈનિકો લદ્દાખ સ્કાઉટ્સમાં સામેલ થયા છે. આ દરમિયાન સ્કાઉટ્સ રેજિમેન્ટલ સેન્ટર લેહમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડમાં કોરોના વાઈરસને લઈને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરેલા બધા જ માપદંડનું પાલન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીના કારણે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરેલા માપદંડના આધારે સૈનિકના કોઈપણ પરિજનને પરેડ સમારોહમાં આવવાની પરવાનગી આપવામાં આવી નહતી. લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટલ સેન્ટર (LSRC) લેહમાં લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટમાં 127 સૈનિકોની ભરતી માટે એક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
