દહેરાદૂન: આજે આઈએમએની પાસિંગ આઉટ પરેડ બાદ ભારતીય સૈન્યમાં 333 નવા સૈન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. નવા લશ્કરી અધિકારીઓએ પરિવારની ગેરહાજરીમાં, કેડેટ્સએ આ નવો સફર 'પ્રથમ પગ' સાથે શરૂ કર્યા હતી. આ સમય દરમિયાન સૈન્યના આ નવા અધિકારીનો જોશ ભરપૂર જોવા મળ્યો હતો. દરેક અધિકારીએ દેશસેવા, નવી જવાબદારીઓ અને નવા પડકારો સાથે આગળ વધવાની તૈયારી બતાવી હતી. તે જ સમયે, પાસિંગ આઉટ પરેડના લાઇવ કવરેજ દરમિયાન, આ નવા લશ્કરી અધિકારીઓએ ઇટીવી ભારતને થેંક્યુ પણ કહ્યું હતું.
સૈન્ય અધિકારી બન્યા પછી હવે, તેઓ ઘર જવાની બદલે સીધા પોસ્ટિંગ પર પોતાની ફરજ બજાવશે. જ્યાં તેમણે એકેડેમીમાં મળેલું શિક્ષણ ખરા અર્થમાં કામ આવશે. આઇએમએમાંથી પાસ આઉટ થયેલા અધિકારીઓએ તેમના પરિવારજનોને ખૂબ યાદ કર્યા હતા.પરંતુ સમીક્ષા અધિકારી તરીકે સેનામાં તેના ચીફનું આગમનએ યુવાન અધિકારીઓ માટે ખૂબ ગર્વની ક્ષણ હતી.
આ યુવા અધિકારીઓના અનુભવોને દેશ સુધી પહોંચાડવા IMAમાં મીડિયાનો મેળાવડો જામ્યો હતો. આ હસતા ચહેરાઓ પાછળ કેટલી વાર્તાઓ છુપાયેલી હશે, તે દરમિયાન એક યુવા અધિકારીએ ઇટીવી ભારતનો આભાર માન્યો હતો. આ અધિકારી લાઈવ કાવરેજના માધ્યમથી તેના પરિવાર સાથે જોડાયો હતો. જયારે, અધિકારીને પોસ્ટિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેને પાકિસ્તાન બોર્ડર પર નિયુક્તિની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જેન્ટલમેન કેડેટ્સ સાથે આ ખુશીની ક્ષણ વરિષ્ઠ અધિકારીઓ અને તેમના પરિવારો માટે પણ ખાસ હતી. જેમને પિપિંગ સમારોહમાં કેડેટસના ખભા પર સ્ટાર લગાવ્યા હતા. આમાંથી એક અંકિતા કહે છે કે, તેને આજે એક અલગ અનુભવ થયો. જેનાથી મને ખૂબ ખુશી મળી. બીજી તરફ, યુવાન એલ્યુષ કહે છે કે, આ મુમેન્ટ્સ જોઈને હવે તેની પણ સેનામાં જવાની ઇચ્છા છે.