હકીકતમાં બન્યું છે એવું કે, ઈસરોએ ચંદ્રમાં મોકલાયેલા ચંન્દ્રયાનનો સંપર્ક ઈસરો સાથે તૂટી જતાં આ યુવકે પ્રયાગરાજમાં આવેલા જૂના યમુના બ્રિજ પર ચડી તપસ્યા કરી રહ્યો હતો. આ પુલ પ્રયાગરાજમાં નૈની પોલીસ મથક વિસ્તારમાં આવે છે. પ્રયાગરાજમાં યુવક સુધી પહોંચી શકે એવડુ મોટુ મશીન ન મળતા બનારસથી મશીન મંગાવી યુવકને ઉતાર્યો છે. આ નજારો જોવા માટે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. જેના લીધે કલાકો સુધી લોકો જામમાં ફસાઈ રહ્યા હતા.
એક અક્કલમઠ્ઠા યુવકે છેલ્લા ત્રણ દિવસથી પ્રયાગરાજમાં તંત્રની ઊંઘ હરામ કરી નાખી હતી. આ યુવકે ત્રણ દિવસથી પુલ પર ચડીને બેઠો હોવાથી તેને કઈ રીતે ઉતારવો તેની ગડમથલમાં તંત્રએ આખરે તેને નીચે ઉતાર્યો છે. ઈસરોની સંપર્ક ચંન્દ્રયાન સાથે તૂટી જતાં આ યુવક બ્રિજ પર ચડી તપસ્યા કરી રહ્યો હતો.