લખનઉઃ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહિલાઓના મામલાઓને લઇને પોલીસને પુરી સંવેદનશીલતા અને તત્પરતા સાથે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
સીએમ યોગીએ પોલીસને નિર્દેશ કર્યો છે કે યુવતીઓ અને મહિલાઓ મામલે સંવેદનશીલતાથી કાર્યવાહી કરવામાં આવે, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિ સંબંધિત મામલાઓમાં પણ પોલીસ વિભાગ ગંભીરતાથી અને શીઘ્રતાથી કાર્યવાહી કરે. જ્યારે સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે યુપી સરકારની અપરાધો પ્રતિ જીરો ટોલરન્સની નીતિ છે.
સતત કાર્યવાહી કરવાથી બાલિકાઓ અને મહિલાઓ સાથે થતાં ગુનાઓમાં ઘટાડો લાવી શકાય છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે એનસીઆરબીની 2019ની રિપોર્ટ મુજબ મહિલાઓ વિરુદ્ધ મામલે સજાનુ પ્રમાણ 55.2 ટકા છે, જે દેશમાં સર્વાધિક છે. વર્ષ 2019માં મહિલા સંબંધી 8059 મામલાઓમાં સજા આપવામાં આવી છે. જ્યારે રાજસ્થામાં 5625 કેસોમાં અને મધ્યપ્રદેશમાં 4191 કેસોમાં સજા આપવામાં આવી છે.
નોંધનીય છે કે હાલ હાથરસ દુષ્કર્મને લઈ યુપીમાં માહોલ ગરમ છે. એક બાજુ આ ઘટનાને પગલે યુપી સરકાર પર સવાલ ઉભા થઈ રહ્યાં છે તો બીજી બાજુ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.