ETV Bharat / bharat

#YesBank ના સ્થાપક રાણા કપૂરની રાત્રે 3 વાગ્યે ધરપકડ, EDએ 20 કલાક પૂછપરછ કરી - યસ બેંક ન્યૂઝ

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની 20 કલાક લાંબી પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ધરપકડ કરી હતી. રાણા કપૂરની પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ની કલમો પ્રમાણે ધરપકડ કરવામાં આવી છે.

yes bank
પૂછપરછ
author img

By

Published : Mar 8, 2020, 8:17 AM IST

નવી દિલ્હીઃ પૂરપરછમાં EDએ રાણા કપૂરને યસ બેંકની લેવડ-દેવડ પર ઘણા સવાલો કર્યાં હતા. EDએ તેમના પરિવારની કંપનીઓ અને DHFLની વચ્ચે થયેલા ટ્રાન્જેક્શન પર પણ સવાલો કર્યાં હતાં. રાણા કપૂરની ધરપકડ પહેલા EDએ બલ્લાર્ડ એસ્ટેટ સ્થિત પોતાની ઓફિસે તેમની 20 ક્લાક સુધી ધરપકડ કરી હતી.

આ અગાઉ CBIએ શુક્રવારે રાણા કપૂરના ઘરે રેડ પાડી હતી. એક સમાચાર એજન્સી પ્રમાણે, ED આજે રાણા કપૂરને એક સ્થાનિક કોર્ટમાં રજૂ કરી શકે છે અને તેમને કસ્ટડીમાં લઇ શકે છે. 62 વર્ષીય રાણા કપૂર પર નાણાંની લેવડ-દેવડમાં અનિયમિતતા અને યસ બેંકના મેનેજમેન્ટમાં ગોટાળો કરવાનો આરોપ છે. યસ બેંકના ખાતાઓની નબળી હાલતને જોઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યસ બેંકને દેખરેખમાં રાખી છે અને ઓપરેશનને પોતાના કબ્જા હેઠળ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

રિઝર્વ બેન્ક દ્વારા યસ બેન્કના ખાતેદારોને એક મહિનામાં 50 હજારના ઉપાડની મર્યાદા નક્કી કરાયા પછી યસ બેન્કના એટીએમ અને બ્રાન્ચમાં પણ લોકો મોડી સાંજ સુધી લાઈનમાં જોવા મળી હતી. જો કે, સબીઆઈના ચેરમેન રજનીશકુમારે કહ્યું છે કે, રિઝર્વ બેન્ક તરફથી યસ બેન્કની પુન:રચનાની યોજનાનો મુસદ્દો પ્રાપ્ત થયો છે. એસબીઆઈ બોર્ડે યસ બેન્કમાં 49 ટકા હિસ્સો લેવાને મંજૂરી આપી છે. પ્રથમ તબક્કામાં 2450 કરોડનું રોકાણ કરાશે.

આ યોજના મુજબ એસબીઆઈ ત્રણ વર્ષ પૂરા થતાં પહેલા તેની હિસ્સેદારી 26 ટકાથી ઘટાડશે નહીં. રજનીશકુમારે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રક્રિયાથી એસબઆઈના શેરધારકોના હિત સાથે કોઈ સમજૂતિ નહીં કરાય. તેમણે ઉમેર્યું કે સોમવારે આ મુસદ્દાને આખરી ઓપ અપાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.