બેંગલુરૂ: કર્ણાટકમાં બી.એસ.યેદિયુરપ્પાએ સોમવારે 10 નવા પ્રધાનને ચાર્જ ફાળવ્યા છે. મુખ્ય પ્રધાને લોક પ્રશાસન, બેંગલુરૂ વિકાસ, ગુપ્તચર વિભાગ, નાણા વિભાગ અને તે તમામ વિભાગનો ચાર્જ પોતાની પાસે રાખ્યો છે, જેને ફાળવવામાં આવ્યાં નથી.
સરકારની અખબારી યાદી મુજબ, આનંદ સિંહને ખાદ્ય, નાગરિક પુરવઠો અને ગ્રાહકનો ચાર્જ મળ્યો છે. જ્યારે શ્રીમંત પાટિલને કાપડ વિભાગ અને ગોપાલૈય્યાને લઘુ ઉદ્યોગનો ચાર્જ મળ્યો છે. આ ઉપરાંત બસવરાજને ગૃહ વિભાગ આપવામાં આવ્યો છે.
ડૉ. કે.સુધાકરનને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગથી તબીબી શિક્ષણ મંત્રાલય મળ્યું છે. જ્યારે બી.સી.પાટિલને વન વિભાગ આપવામાં આવ્યો છે. એસ.ટી સોમશેખરને સહકારી વિભાગ, શિવરામ હેબરને શ્રમ વિભાગ, કે.સી.નારાયણ ગૌડાને ગાર્ડન અને મ્યુનિસિપલ વિભાગ મળ્યો છે. આ ઉપરાંત કે.ગોપાલલૈયાને વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગમાંથી નાના ઉદ્યોગો અને ખાંડ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ગત 5 ડિસેમ્બરના રોજ 15 બેઠકો પર ઉપ-ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં 12 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ તથા 1 બેઠક અપક્ષે જીતી હતી.