ETV Bharat / bharat

પૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહાના ધરણાને આમ આદમી પાર્ટીનો ટેકો

મજૂરો દ્વારા ચાલીને સ્થળાંતરના મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ પૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહાના ધરણાને આમ આદમી પાર્ટીનો ટેકો મળ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને દિલીપ પાંડે યશવંત સિંહા સાથે રાજઘાટ ખાતે ધરણા પર બેઠા છે.

author img

By

Published : May 18, 2020, 7:29 PM IST

યશવંત સિંહા
યશવંત સિંહા

નવી દિલ્હી: ભૂતપૂર્વ નાણાપ્રધાન અને વિદેશપ્રધાન યશવંત સિંહા પગપાળા સ્થળાંતર અંગે કામદારોની મજબૂરી અને આ સમયગાળા દરમિયાન બનેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારની વિરુદ્ધ આવ્યા છે. યશવંત સિંહા આ મુદ્દાઓને લઈને આજે સવારે રાજઘાટ નજીક ધરણા પર બેઠા હતા. તેમણે માંગ કરી હતી કે મોદી સરકાર સૈન્યની મદદથી મજૂરોને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડે.

યશવંત સિંહાની આ માંગના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ આવી છે. આમ આદમી પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને ધારાસભ્ય દિલીપ પાંડે રાજઘાટ યશવંત સિંહાના ધરણા સ્થળે પહોંચ્યા હતા. આ બંને નેતાઓએ યશવંત સિંહાને સર્મથન પણ આપ્યું હતું.

યશવંત સિંહાએ કહ્યું કે તેમને ઘણા નેતાઓનો ટેકો મળી રહ્યો છે, ધરણા સ્થળે પણ ઘણા લોકો આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના આ બંને નેતાઓએ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને અસંવેદનશીલ ગણાવ્યા હતા.

સંજયસિંહે મોદી સરકારની આકરી ઝાટકણી કારતાં કહ્યું કે આ સરકાર મજૂરોની કોઈ પરવા નથી કરતી, તે માત્ર ધનિકની સરકાર છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે એટલી શક્તિ છે કે તે મજૂરોને તેમના ઘર સુધી સલામત અને શઉક્ષઇથ પહોંચાડી શકે, પરંતુ આ સરકાર મજૂરો સાથે ઉભી નથી. તેમણે ભાજપ શાસિત વિવિધ રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કામદારો માટે તેમની તરફથી કોઈ સકારાત્મક પહેલ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.