આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેનનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકોને સબોધિત કરતા જશોદાબેને ગુજરાતીમાં જણાવ્યું હતું કે, ઝારખંડનું નામ સાંભળતા ખતરનાક વિસ્તાર હોવાનું લાગતું હતું પણ અહીંયાના લોકો જરાં પણ એવા નથી. તેમણે ધનબાદમાં કહ્યું હતું કે, અહીંના લોકો દિલથી ધનવાન છે.
તો વળી ત્યાંના ધારાસભ્ય ઢૂલ્લુ મહતોએ કહ્યું હતું કે, સમાજના કામને જોતા સમાજના લોકોને રાજકારણમાં જગ્યા મળી છે. પહેલા લોકો સ્વાર્થ માટે રાજકારણમાં આવતા હતા. પણ આજે અમે સેવાભાવ સાથે જનતાની વચ્ચે છીએ. એટલા માટે આજે અમને આ જવાબદારી સોંપવામાં આવી છે.
ધારાસભ્યે આગળ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના પત્ની અમને પ્રેરણા આપવા અહીં પહોંચ્યા છે. તેમના આ યોગદાન બદલ અમે દિલથી તેમનો આભાર માનીએ છીએ.