ઉત્તર પ્રદેશઃ પરપ્રાંતીય મજૂરો જિલ્લાના નોહઝિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર દિલ્હીથી આગ્રા જઈ રહ્યાં હતાં. યમુના એક્સપ્રેસ વે પર પોલીસે કામદારોને રોક્યાં હતા. પોલીસે રોકતાં કામદારોએ હંગામો કર્યો હતો.
જિલ્લા સરહદે પરપ્રાંતીય મજૂરોની સંખ્યા સતત વધી રહી છે. નોઇડાથી આગ્રા જતા યમુના એક્સપ્રેસ-વે પર પરપ્રાંતીય મજૂરોએ યમુના એક્સપ્રેસ-વે ટ્રાફિકજામ કર્યો હતો. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેઓને સમજાવવામાં આવ્યા હતાં.
પરપ્રાંતિય મજૂર સુનિતાએ જણાવ્યું હતું કે, અમે દિલ્હીમાં કામ કરીએ છીએ. લોકડાઉન હોવાને કારણે અમારું કામ બંધ થઈ ગયું છે. જેના કારણે અમે યમુના એક્સપ્રેસ-વે થઈને અમારા ઘરે જઈ રહ્યાં છીએ, પરંતુ પોલીસ અહીંથી જવા દેતી નથી. જમવા માટે ભોજન નથી. બધા મજૂરો સાથે મળીને સાયકલ પર તેમના ઘરે જઈ રહ્યાં છે, પણ પોલીસકર્મીઓ તેમને અહીંથી જવા દેતા નથી.