પ્રાપ્ત વિગતો મુજબ, કર્ણાટકના યાદગીર જિલ્લામાં 23 વર્ષનો યુવક 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો. અચાનક થયેલી ઘટનાથી ડઘાયેલી બાળકી ચીસો પાડવા લાગી હતી. બાળકીનો અવાજ સાંભળી તેમના માતા-પિતા આવી ગયા હતા પરંતુ તેના પહેલા જ આરોપી ત્યાથી નાસી છૂટ્યો હતો.
સમગ્ર ઘટના બાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમન આરોપી વિરુદ્ધ સુરાપુરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.