ETV Bharat / bharat

મકાઈ આયાત કરવાનો નિર્ણય ખેડૂતો માટે આફતરૂપ

વિશ્વ વેપાર સંસ્થા પ્રત્યે ફરજને ટાંકીને સરકારે પાંચ લાખ મેગા ટન મકાઈ અને ૧૦,૦૦૦ મેગા ટન દૂધ અને દૂધનાં ઉત્પાદનોની આયાત રાહતદરવાળી કસ્ટમ ડ્યૂટી ૧૫ ટકાએ આયાત કરવાને અનુમતિ આપી છે. તે દરેક ટેરિફ રેટ ક્વૉટા સ્કીમ હેઠળ આયાત કરાશે. પરંતુ ચાલો, આપણે સમજીએ કે તેનો અર્થ ભારતીય ખેડૂતો માટે શું થાય.

WTO and death
મકાઈ આયાત
author img

By

Published : Aug 7, 2020, 2:17 PM IST

હૈદરાબાદ : ભારત વૈશ્વિક વ્યવસ્થાનું સભ્ય છે. તેણે વિશ્વ વેપાર સંસ્થા (ડબ્લ્યૂટીઓ)માં હસ્તાક્ષર કર્યા છે. વિશ્વ વેપાર સંસ્થાએ બહુ સ્તરીય સંધિ છે જેનો હેતુ વિશ્વભરમાં મૂડીવાદી 'મુક્ત વેપાર'ને ઉત્તેજન આપવાનો છે. તેઓ આ કામ ટેરિફ, આયાત ડ્યૂટી, સબસિડી દૂર કરવી વગેરે જેવાં વેપાર નિયંત્રણોને દૂર કરવાની તરફેણ કરીને કરે છે. તેમની કાર્યસૂચિ છતાં, વિકાસશીલ રાષ્ટ્રો અને વૈશ્વિક દક્ષિણે તેમના ખેડૂતો માટે રાહતની માગણી કરી છે કારણકે વિકસિત પશ્ચિમી રાષ્ટ્રો અને તેમના વચ્ચેની અસમાનતા ઘણી વિશાળ છે.

ભારતે આ ચળવળને રાહત માટે આગળ કરી છે જેમાં તેની સાથે આફ્રિકી દેશો પણ જોડાયેલા છે. પરંતુ સમય જતાં અમેરિકાના નેતૃત્વમાં વિકસિત રાષ્ટ્રોએ તેનો વિરોધ કર્યો. હવે એક તરફ અમેરિકાના ખેડૂતોને વિશ્વમાં સૌથી વધુ સબસિડી મળતી હતી અને મળે છે, પણ બીજી તરફ અમેરિકા ઈચ્છે છે કે વિકાસશીલ દેશો કેટલાક ખેત ઉત્પાદનોને સુરક્ષાત્મક ટેરિફથી બાકાત રાખે. તેમણે ટેરિફ રેટ ક્વૉટા સ્કીમની યોજના બનાવી જેના દ્વારા વિકાસશીલ રાષ્ટ્રો કૃષિ ઉત્પાદનો પર આયાત ડ્યુટી ઘટાડીને તેના માટે તેમનું બજાર ખોલશે.

બજારમાં પ્રવેશ આપતી ગેટ (GATT)ની કલમ ૨૮નું સન્માન કરવા ભારતે નવી આયાતને છૂટ આપી છે. વર્તમાનમાં, ભારતમાં મકાઈ પર ૫૦ ટકા આયાત ડ્યુટી છે અને અન્ય અનાજ પર ૪૦થી ૬૦ ટકા ડ્યુટી છે. આવું કરવાનું કારણ એ કે ભારતનાં બજારોમાં 'અનાજ ઠાલવવા' સામે સુરક્ષા મળે.

જો આપણે મકાઈની બાબતમાં ઊંડા ઉતરીએ તો, મકાઈના ખેડૂતો માટે આ નિર્ણય ખૂબ જ ખરાબ સમયમાં આવવો જોઈતો નહોતો. રવી મકાઈના ભાવ પહેલેથી જ ઘટેલા છે અને બિહારના ખેડૂતોને પ્રતિ એકર રૂ. ૨૦,૦૦૦નું નુકસાન થઈ રહ્યું છે. મકાઈના ભાવમાં અચાનક કડાકો આવવાનું બીજું કારણ વધુ ઉત્પાદન, સંગ્રહની સુવિધાનો અભાવ વગેરે છે. ભારતીય ઉપખંડમાં આવેલું નવું જંતુ ફૉલ આર્મી વૉર્મ (FAW) મકાઈના ઉત્પાદન માટે મોટો ભય છે. બિહાર, કર્ણાટક અને તેલંગણામાં આ નવું જંતુ જોવા મળ્યું છે. આ પ્રદેશોમાં મકાઈના ખેડૂતોમાં ભય ફેલાવવા લાગ્યો છે કારણકે ભારે જંતુનાશકોના વપરાશ છતાં તેને નિયંત્રિત કરી શકાયું નથી.

ભારતભરમાં મકાઈના ખેડૂતો ભયમાં છે કારણકે દેશમાં કોરોના વાઇરસના કારણે ઘર-વાસ શરૂ થયા તેના લીધે મકાઈના ભાવ તૂટી ગયા છે. મરઘાને ખવડાવાતા અનાજમાં વજનની રીતે મકાઈ ૬૦ ટકા હિસ્સો હોય છે અને સ્ટાર્ચ મેન્યુફૅક્ચરરની સાથે મરઘા ઉછેર ક્ષેત્ર આ પાકના મોટા ગ્રાહકો છે. મરઘા ઉછેર ક્ષેત્રને કોરોના વાઇરસના કારણે મોટો ફટકો પડ્યો છે અને આથી હમણાં તેના તરફથી મકાઈની માગ વધે તેવી શક્યતા નથી.

બીજો પડકાર જનીનની રીતે સુધારાયેલી મકાઈની આયાતના કારણે ઊભો થાય છે. વિશ્વભરમાં જનીનની રીતે સુધારાયેલી મકાઈ, જનીનની રીતે નહીં સુધારાયેલી મકાઈ (જે ભારતમાં ઊગે છે) કરતાં સસ્તી છે. જનીનની રીતે સુધારાયેલી મકાઈની ૫૦ લાખ મેગા ટન આયાતને અટકાવવી એ પડકાર છે. જો તેમ થાય તો મકાઈના ભાવ વધુ ગબડશે કારણકે બ્રાઝિલથી લઈને અમેરિકા સુધી, જનીનની રીતે સુધારાયેલી મકાઈના ખેડૂતોને ખૂબ જ સબસિડી મળે છે. તેમની સરકારો તેમના ખેડૂતોને રાહત આપીને તેમની કિંમતો કૃત્રિમ રીતે ઘટાડાવે છે.

કડક નિયંત્રણોના અભાવના કારણે, ભારત જનીનની રીતે સુધારાયેલી મકાઈ ઠાલવવા માટે સરળ લક્ષ્ય છે. ભારતના મકાઈના ખેડૂતો પહેલેથી નબળી સ્થિતિમાં છે અને જો નવાં જંતુઓ ભારતમાં આ આયાત દ્વારા પ્રવેશી ગયા તો સ્થાનિક ઉત્પાદનનો નાશ થઈ જશે અને ભારતને વિદેશી મકાઈ પર જ આધાર રાખવો પડશે.

જો આપણે વર્તમાન ખરીફ વાવણીની ઢબને જોઈએ તો ઉત્તર ભારતભરમાં વિશાળ જગ્યામાં મકાઈ ફેલાયેલી છે. હકીકતે, ઘણા શાકભાજી અને ફૂલ ઉગાડતા ખેડૂતોએ આ સમયે સુરક્ષિત ખેતી કરવાનું પસંદ કર્યું છે અને વિક્લપમાં મકાઈ વાવી છે. મકાઈ ઉગવતો કુલ વિસ્તાર પણ વધ્યો છે. આનો અર્થ એ થાય કે લણણીના સમયે વધુ ઉત્પાદનના કારણે મકાઈનો ભાવ ગબડે તેવી શક્યતા છે. જો ઑક્ટોબરના અંત સુધીમાં આપણાં ગોદામોમાં પહેલેથી આયાત કરાયેલી મકાઈ ભરાયેલી હશે તો ગ્રામીણ ખેડૂતોને પોતાની મકાઈ સંગ્રહવા જગ્યા નહીં મળે. એ પણ ધ્યાન રાખવું અગત્યનું છે કે વેપારીઓ માટે હવે સંગ્રહ કરવાની મર્યાદા ઘટાડી દેવાઈ છે અને ખેડૂતો નિકાસકારોને સીધા વેચી શકે છે. આ બધાં પગલાં ખેડૂતો માટે અહિતકર છે કારણકે ભારતીય મકાઈની કિંમત જનીનની રીતે સુધારાયેલી મકાઈ કરતાં હંમેશાં વધુ રહે છે. આથી આંતરિક અને વૈશ્વિક માલસામાનના વેપારીઓ ભારતની મકાઈના બજારમાં ચેડા આરામથી કરી શકે છે. ભારતીય સરકાર માટે મકાઈના ખેડૂતો લઘુતમ ટેકાના ભાવ મેળવે તે જોવું પડકારરૂપ રહેશે.

ભારતીય મકાઈના ખેડૂતો માટે ભવિષ્ય નિરાશાજનક લાગે છે. તેઓ કૃત્રિમ રીતે ઓછા ભાવવાળી વિદેશી મકાઈની કિંમતો જેટલી પોતાની મકાઈની કિંમતો ક્યારેય નહીં રાખી શકે. આવનારાં વર્ષોમાં વધુ મકાઈ આયાત કરવાનો સરકારનો નિર્ણય સમસ્યામાં વધારો જ કરશે.

- ઈન્દ્ર શેખર સિંહ (નેશનલ સીડ એસોસિએશનમાં નીતિ અને પહોંચના નિર્દેશક)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.