નવી દિલ્હીઃ લંડનથી આવી લખનઉમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા વાળી કનિકા કપૂરનો કોરોનાથી પિડિત હોવાનું સામે આવતા શુક્રવારે આ અંગે લખનઉ પોલીસે કનિકા વિરુધ્ધ કાર્યવાહી શરુ કરી હતી. સીએમઓએ કહ્યું છે કે કનિકા કપૂર લંડન ગઈ હતી અને તે 14 માર્ચે લખનઉ આવી હતી.
ઉત્તર પ્રદેશ CMO એ રાત્રે11: 22 વાગ્યે સરોજિની નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો કે કનિકાએ હોમ ક્વોરેન્ટાઇનની સૂચનાનો ભંગ કર્યો હતો પરંતુ ઉતાવળમાં ખોટી FIR દાખલ કરવામાં આવી.
14 માર્ચે એરપોર્ટ પર કોરોના પોઝિટિવ મળ્યા બાદ તેને ઘરમાં સગવડમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. જો કે કનિકા એ સૂચનાઓનું ઉલ્લંઘન કરતા ઘણા સામાજિક કાર્યક્મોમાં ભાગ લીધો હતો. CMO એ કરવામાં આવેલ દાવા મુજબ કનિકા સામે IPC કલમ 128 A અને કલમ 270 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. CMOનું કહેવુ છે કે કનિકા 14 માર્ચ લખનૌઉ આવી હતી જે કે ત્યાના લોકોનુ કહેવુ છે કે કનિકા 11 માર્ચે જ લખનૌઉ પહોંચી ગઈ હતી. કેસ દાખલ કરનાર મુખ્ય ચિકિત્સા અધિકારીઓના દાવા સામે સરકાર અને વહીવટી તંત્ર ખૂદ સવાલ હેઠળ છે.
જ્યારે કેસ નોંધવામાં આવ્યો ત્યારે મીડિયાની તપાસમાં મોટી ભૂલો સામે આવી હતી.સવાલ ઉભો થયો હતો કે જો 14 માર્ચે કનિકાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો તો 20 માર્ચે કેમ જાહેર કરવામાં આવ્યો શું લખનઉ વહીવટીતંત્ર પાંચ દિવસ સૂઈ ગઈ હતી.
કોરાના પોઝિટિવ કનિકા સામે દાખલ થયેલ FIR, જાણકારી છુપાવાનો આરોપ
FIR ના તથ્યોમાં ધેરાયેલ લખનઉ પોલીસ કમિશનર સુજિત પાંડેએ જણાવ્યું મીડિયાને અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કનિકા 14 માર્ચે નથી,પરંતુ 11 માર્ચે જે અંગેની ભુલ સુધારવામાં આવશે.
પોલીસ કમિશનર સુજિત પાંડેએ જણાવ્યું કે, ભલે લખનઉ પહોંચ્યાની તારીખમાં ભૂલ થઈ છે, પરંતુ CMOનો દાવો છે કે કનિકા એરપોર્ટ પર જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે એરપોર્ટના સૂત્રો કહે છે કે ત્યાં થર્મલ સ્ક્રિનિંગ માટેની સુવિધા છે પરંતુ કોરોના ટેસ્ટની સુવિધા નથી.
આવી સ્થિતિમાં CMOનો દાવો લખઉ વહીવટીતંત્રની ગંભીર પોલ સામે આવી છે, એવું નિષ્ણાંતોનું માનવુ છે.