જૈન પટનાનાં વતની છે અને તેમણે લોક સંસ્કૃતિ, લોક સંગીત અને લોક સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ નામાંકન મેળવ્યું છે. અન્ય એક પ્રચલિત વાત અનુસાર, પ્રસિદ્ધ લોક નાયક જયપ્રકાશ નારાયણ તેમના જીવનના અંતિમ દિવસો દરમિયાન માત્ર શાંતિ જૈન દ્વારા ગવાયેલાં ભજનોનો ધ્વનિ સાંભળીને જ નિદ્રાધીન થતા હતા.
ઇટીવી ભારત સાથે વાત કરતાં, શાંતિ જૈને જણાવ્યું હતું કે, આ એવોર્ડ માટે તેમનું નામાંકન થવામાં વિલંબ થયો, પણ આ રાહ જોવી સાર્થક નીવડી. શાંતિ માને છે કે, વ્યક્તિને તેના પરિશ્રમનું ફળ વહેલા કે મોડા, પણ મળે છે જરૂર.
"લોક કાવ્યો પર 12 પુસ્તકો છે અને લોક સાહિત્ય પર બીજાં ૧૪ પુસ્તકો છે, જે વર્તમાન સમયમાં બજારમાં ઉપલબ્ધ છે. એવું કહેવામાં આવે છે કે, બિહારમાં કદી પણ મારા કાર્યની કદર ન થઇ, પરંતુ રાષ્ટ્રીય સ્તરે અનેક વખત મારૂં સન્માન કરવામાં આવ્યું છે."
બાળપણનો મોહલેખનનો મોહ જાગ્યો, ત્યારે શાંતિની ઉંમર ફક્ત છ વર્ષની હતી. તે સમયે તેમણે બોલિવૂડનાં લોકપ્રિય ગીતોની ધૂન પર નવેસરથી ગીત લખવાનું શરૂ કર્યું હતું.
- શાંતિ નવ વર્ષની હતી, ત્યારે સુરતના એક પિરીયોડિકલ મેગેઝિને તેની પ્રથમ વાર્તા પ્રકાશિત કરી હતી.
- આ તો હજી તેમની લેખન કારકિર્દીની શરૂઆત જ હતી.
- તેમનું પ્રથમ પુસ્તક લોક ગીતોનું હતું, જે ૧૯૭૭માં પ્રકાશિત થયું હતું.
- તેમનાં કાવ્યો તેમજ ગીતોને આકાશવાણી દ્વારા માન્યતા આપવામાં આવી અને રેડિયો પર હજી પણ તે ગીતો વગાડવામાં આવે છે.
- પ્રથમ પુસ્તક માટે રાજભાષા પુરસ્કાર
શાંતિને ‘ચૈતી’ પરના પોતાના પ્રથમ પુસ્તકના લેખન માટેની પ્રેરણા અને સહાય લખનૌ સંગીત નાટક અકાદમી પાસેથી મળી હતી.શાંતિએ એવા વિષય પર લખવાનું પસંદ કર્યું, જેના માટે તેમની પાસે સંદર્ભ સ્વરૂપે કોઇ પ્રાથમિક સાહિત્ય ન હતું. ખરેખર આ એક મુશ્કેલ કાર્ય હતું.જોકે, શાંતિએ પુસ્તકનાં ૧૫૦ પાનાં પૂર્ણ કર્યાં. તેમની મહેનતના ફળ સ્વરૂપે આ કાર્ય બદલ તેમને રાજભાષા પુરસ્કાર એનાયત થયો.
વર્તમાન સમયમાં શાંતિ એચ ડી જૈન કોલેજના હેડ ઓફ સંસ્કૃત ડિપાર્ટમેન્ટ તરીકેના તેમના હોદ્દા પરથી રજા પર છે. તેઓ લેખનકાર્યમાં વ્યસ્ત રહે છે. તેઓ તેમનો મોટાભાગનો સમય લોક સંસ્કૃતિ પર બહેતર સાહિત્યની શોધ કરવામાં અને બહેતર સાહિત્ય લખવામાં પસાર કરે છે.
પદ્મશ્રી માટે નામાંકિત થનારાં શાંતિ બાળપણથી જ લોક સંસ્કૃતિ તથા લોક સાહિત્યમાં ઊંડો રસ ધરાવતાં હતાં. તેમની આ રુચિએ તેમને બાળપણમાં અને યુવાનીમાં લેખન કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી.શાંતિનું માનવું છે કે, જે કોઇપણ વ્યક્તિ કોઇ બાબત પ્રત્યે ભારે ઉત્સાહી હોય અને પોતાના ક્ષેત્રમાં સારી કામગીરી કરતી હોય, તો તેનું સન્માન થવું જોઇએ અને તેની સમયસર સરાહના થવી જોઇએ.
શાંતિના જણાવ્યા પ્રમાણે, એવોર્ડ અને બહુમાનોના સ્વરૂપમાં તેઓ જે સન્માન મેળવે છે, તે તેમના ઉત્સાહને અનેકગણો વધારી દે છે તથા તેમના માર્ગ પર એકાગ્ર બનાવે છે.