હરિયાણા પોલીસમાં ઈંસ્પેક્ટર હતી બબીતા ફોગાટ
12 ઓગસ્ટના રોજ બબીતા ફોગાટે પિતા મહાવીર ફોગાટ સાથે ભાજપમાં જોડાઈ હતી. બબીતા ફોગાટનું રાજીનામું સ્વિકારવામાં આવ્યું છે. બબીતા ફોગાટે 13 ઓગસ્ટે રાજીનામા આપવાની બાબતને લઈ એક પત્ર પણ લખ્યો હતો.
શું છે પાલિટિકલ બેકગ્રાઉન્ડ ?
આ અગાઉ બબીતાએ લોકસભા ચૂંટણી વેળાએ પોતાના પિતા સાથે જેજેપીમાં જોડાઈ હતી. જે ચૂંટણીમાં જેજેપીના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝીટ પણ હાથમાં નહોતી આવી. ત્યાર બાદ પિતા સાથે બબીતાએ ભાજપ પાર્ટીમાં સામેલ થઈ ગઈ હતી.
શા માટે ઈંસ્પેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું ?
હવે એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, બબીતા ફોગાટ ભાજપની ટિકીટ પરથી હરિયાણા વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. હાલ એવી ચર્ચા છે કે, બબીતાએ એટલા માટે રાજીનામું આપ્યું છે કે, કારણ કે, તે ચૂંટણી લડી શકે.
કોણ છે બબીતા ફોગાટ ?
બબીતા ફોગાટ હરિયાણાના ભિવાની જિલ્લામાં રહેનારી ભારતીય મહિલા પહેલવાન છે. સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગોમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ 2014માં ભારતીય મહિલા પહેલવાન બબીતા કુમારીએ 55 કિલોગ્રામ વજનમાં ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં કેનેડાની મહિલા રેસલર બ્રિતાની લાબેરદૂરેને હરાવી ભારતને સ્વર્ણ પદક અપાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, બબીતાની સફળતા પાછળ તેને લઈ દંગલ ફિલ્મ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં આમિર ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી.