ન્યુઝ ડેસ્ક: 4 જુલાઈ, સહકારી આંતરરાષ્ટ્રીય દિવસ
ભારત:
1. ભારતની સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન (SEWA) મહિલાઓની આગેવાનીવાળી સહકારી સંસ્થાઓને સ્થિતિસ્થાપકતા અને ઝડપી કામગીરીમાં નોંધપાત્ર પ્રદર્શન માટે સમર્થન આપે છે.
2. NCUI ભારતમાં સહકારી તાલીમના ડિજિટલ યુગની શરૂઆત કરશે
દેશમાં સહકારી મંડળની રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા, કોવિડ 19 દ્વારા અસાધારણ પડકારોનો સામનો કરવા માટે, NCUI ભારતમાં “ડિજિટલ સહકારી શિક્ષણ અને તાલીમ” ના યુગની શરૂઆત કરવાનો પ્રયાસ કરી રહી છે. સહકારી મંડળ સમક્ષ પડકારો અનેકગણા છે કારણ કે મોટાભાગના સભ્યો દેશના ગ્રામીણ ભાગ અને સમાજના પછાત વર્ગના છે. આ સમજાવે છે કે શા માટે NCUI સહકારી સંઘે તેની શિક્ષણ / તાલીમ પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં શરૂ કરી છે.
.3. ભારતીય ખેડૂત ખાતર સહકારી લીમીટેડ દ્વારા કોવિડ-19ના સક્રમણને રોકવાના નોંધપાત્ર પ્રયત્ન કર્યા. જેમાં સામાજીક જાગૃતતાની ઝુંબેશ દ્વારા મહત્વના પગલા લેવામાં આવ્યા જેમ કે સામાજીક અંતર, સેનીટાઇઝેશન, પોષ્ટીક ખોરાક અને ચહેરા પર માસ્ક પહેરવુ.
ઇટાલી: 12 સહકારી મંડળીઓએ તેમના રોજિંદા કાર્યને નવીકરણથી શરુ કર્યુ અને 3 લાખ જેટલા રક્ષણાત્મક માસ્ક તૈયાર કરવા માટે ભેગા થયા.
યુક્રેન: સહકારી સુપર માર્કર્સે ગ્રાહકોની ખરીદ શક્તિના ઘટાડાને સમજીને, તેમની ચીજવસ્તુઓના ભાવ ઘટાડો કર્યો હતો,(કૂપ યુક્રેન)
તુર્કી: બીટનું ઉત્પાદન કરતા કૃષિ સહકારી મથકો આલ્કોહોલ અને જંતુનાશકના ઉત્પાદન તરફ વળ્યા છે. તો સહકારી યુનિવર્સિટીઓ રસીઓ વિકસિત કરવામાં અને ડાયગ્નોસ્ટિક કિટ્સ બનાવવામાં ભાગ લીધો હતો..
સ્પેન: સ્પેનિશ સહકારી મંડળીઓ તબીબી ક્ષેત્ર તેમજ શ્વસન ઉપકરણો (મોન્ડ્રેગન એસેમ્બલી અને બેક્સન મેડિકલ) માટે 10 મિલિયન માસ્ક બનાવવા માટે સહકાર આપી રહી છે.
રશિયાઃ સહકારી મંડળીઓ વૃધ્ધો અને દિવ્યાંગ લોકોને તેમજ ગ્રામ્ય વિસ્તાર કે એકલા રહેતા લોકોને જરૂરી સામાન અને દવાઓ પહોંચાડે છે.
ઇઝરાયલઃ કો-ઓપરેટીવ ક્નોલેજ સેન્ટર દ્વારા આરબ-બેદુઇન સમાજ માટે ઓનલાઇન પ્રવૃતિઓ વિકસાવી છે. જે હાલમાં શિક્ષણના માળખા વિનાની છે.
ફિનલેન્ડઃ કટોકટીના સમયે અર્થવ્યવસ્થાના પ્લેટફોર્મ પર ધ્યાન વધાર્યુ, ખાસ કરીને કો ઓપરેટીવ વિકાસમાં જાગૃતિ વધારલા માટે કામગીરી કરી અને શ્રમિકે ખાતરી આપી કે તેમને અત્યારે અને ભવિષ્યમાં નોંધપાત્ર હિસ્સો બને.
બલ્ગેરિયાઃ યુરોપમાં સામાન મોકલવામાં અવરોધ હોવા છંતાય,, બલ્ગેરિયા અને ઇટલી પ્રોડક્ટ મોકલી રહ્યા છે. તો બલ્ગેરિયામાં સહકારી ક્ષેત્રને કીટાણુના અપાશે ..સમુદાયોને સહાય કરવા માટે પ્લેટફોર્મ પણ ગોઠવવામાં આવ્યો છે.
બેલ્જિયમ: સહકારી પ્લેટફોર્મ્સ અને સહકારી ફાર્મસીઓની ટીમ ઓનલાઇન મદદ કરવા માટે કામગીરી કરે છે જે સમુદાયોને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની મંજૂરી આપે છે..
જર્મનીઃ સહકારી બેંકો ખાતરી આપે છે કે તેમને મળેલી અરજીઓ પર તાત્કાલિક કામગીરી કરે છે. જે નાના ઉદ્યોગો અને વ્યક્તિગત રીતે કોરોના સમયે મદદના કાર્યક્રમમાં સૌથી વધુ મદદ કકી શકે..
ફ્રાન્સઃ કો ઓપરેટીવ બેંકો અને વિમા કંપનીઓ 100 મિલિયન જેટલી રકમની મદદ પેરિસ ક્ષેત્રમાં આવેલા 53 સરકારી હોસ્પિટલોમાં મદદ કરી.
સ્વીડનઃ સ્વીડનમાં સહકારી વિમા કંપનીએ પ્રજાના આરોગ્ય લક્ષી,કામગીરી માટે 235 યુએસ નવા બોન્ડમાં વિશ્વવ્યાપી રોકાણ કર્યુ છે.
યુનાઇટેડ કીંગડમ- (યુ કે) - યુ કે માં સહકારી સંસ્થાઓ કોવિડ 19ની કટોકટીમાં ઘરોવિહોણાને મદદ કરે છે. તો જીવન જરુરિયાત આવશ્યક ચીજવસ્તઓના જોડાયેલા લોકોને વધારાના કામના નાણાં આપે છે. તેમ મફત ભોજન પણ આપે છે.