ETV Bharat / bharat

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ - World Suicide Prevention Day 2020

દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ આત્મહત્યા સામેની જાગૃતિ માટે ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ (WSPD)’ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ આત્મહત્યા રોકવાનો અને તેની સામે જગૃતિ લાવવાનો છે. વર્ષ 2003થી આ દિવસને વિશ્વભરમાં અલગ અલગ પ્રવૃતિઓ સાથે ઉજવવામાં આવે છે.

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
author img

By

Published : Sep 10, 2020, 8:02 AM IST

હૈદરાબાદ : દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ આત્મહત્યા સામેની જાગૃતિ માટે ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ (WSPD)’ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ આત્મહત્યા રોકવાનો અને તેની સામે જગૃતિ લાવવાનો છે. વર્ષ 2003થી આ દિવસને વિશ્વભરમાં અલગ અલગ પ્રવૃતિઓ સાથે ઉજવવામાં આવે છે.

ઇન્ટરનેશનલ એસોશીએશન ફોર સ્યુસાઇડ પ્રીવેન્શન (IASP), વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) સાથે મળીને આ દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરે છે.

આત્મહત્યાને રોકવી એ એક વૈશ્વિક પડકાર છે. વિશ્વમાં તમામ વયના લોકોના મૃત્યુ પામવાના અલગ અલગ કારણોમાંના ટોચના 20 કારણોમાં આત્મહત્યા પણ સામેલ છે. 8,00,000 લોકોના મત્યુ પાછડ આત્મહત્યા કારણભુત છે એટલે કે કહી શકાય કે દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. આ આંકડાઓ પાછડ કેટલાક વ્યક્તિગત કિસ્સાઓ સામેલ છે જેમાં વ્યક્તિએ અલગ અલગ કારણોસર પોતાના જીવનના ઉદ્દેશ અને મૂલ્યની શોધ કરી હોય છે.

ખોવાયેલુ દરેક જીવન કોઈના જીવનસાથી, બાળક, માતા-પિતા, મિત્ર કે સહકર્મીનુ પ્રતિનીધીત્વ કરે છે. દર એક આત્મહત્યા પાછડ આશરે 135 લોકો આઘાતનો સામનો કરે છે અથવા અન્ય કોઈ રીતે અસરગ્રસ્ત થાય છે. આ આંકડા પરથી કહી શકાય કે દર વર્ષે 108 મીલિયન લોકો આત્મહત્યા સબંધિત વર્તનથી અસરગ્રસ્ત થાય છે. આત્મહત્યા સબંધિત વર્તનમાં આત્મહત્યા, આત્મહત્યાના વિચારો તેમજ આત્મહત્યાના પ્રયત્નોનો સમાવેશ થાય છે. દર એક આત્મહત્યા સામે 25 લોકો આત્મહત્યાનો પ્રયત્ન કરે છે અને તેનાથી અનેકગણા લોકો આત્મહત્યા કરવાના ગંભીર વિચાર ધરાવે છે.

WSPD 2020ની થીમ છે, “આત્મહત્યાને રોકવા માટે એકસાથે મળીને કામ કરવુ”

  • આંકડાઓ

છેલ્લા પીસતાલીસ વર્ષમાં આત્મહત્યાના દરમાં 60% જેટલો વધારો થયો છે. આત્મહત્યા એ હવે મૃત્યુના ત્રણ મુખ્ય કારણોમાંનું એક કારણ છે. આત્મહત્યા કરતા આત્મહત્યાના પ્રયત્નોની સંખ્યા વીસગણી વધારે છે.

વિશ્વભરમાં મૃત્યુના કારણોમાં આત્મહત્યા એ પંદરમું મુખ્ય કારણ છે. કુલ મૃત્યુના 1.4% મૃત્યુ આત્મહત્યાને કારણે થાય છે તેમજ વિશ્વમાં દર 1,00,000ની વસ્તીએ 11.4 વ્યક્તિ આત્મહત્યા કરે છે.

15.0/1,00,000 પુરૂષો

8.0/1,00,000 સ્ત્રીઓ

ઘણા યુરોપીયન દેશોમાં 15 થી 24 વર્ષની વયના લોકોમાં આત્મહત્યાએ મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક કારણ છે.

વિશ્વસ્તરે આ વયજૂથમાં આત્મહત્યાનો દર મહિલાઓ કરતા પુરૂષોમાં ઉંચો છે. આ ઉપરાંત મોટી વયના કીશોરમાં સ્વ-નૂકસાનનો આંક ઉંચો છે તેમજ મોટી વયની કીશોરીઓના મૃત્યુના કારણોમાં આત્મહત્યા એ મૃત્યુનું બીજુ સૌથી મોટુ કારણ છે.

વર્ષ 2012માં વિશ્વભરના આત્મહત્યાના કુલ કિસ્સાઓમાંથી 76% આત્મહત્યા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સામે આવ્યા હતા જેમાં 39% ઘટનાઓ દક્ષિણ-પૂર્વ એશીયાના દેશોમાં બની હતી.

25 દેશોમાં (WHOના સભ્ય દેશોમાં) આત્મહત્યા એ ગુનાહિત પ્રવૃતિ છે. અન્ય 20 દેશોમાં શીરીયાના કાયદા પ્રમાણે આત્મહત્યા માટે જેલની સજાની જોગવાઈ છે.

  • આપઘાતની લાગણી શું છે ?

આપઘાતની લાગણી માત્ર અનુવાંશીક, માનસીક, સામાજીક કે સાંસ્કૃતિક જોખમના પરીબળોને કારણે જ નહી પરંતુ ક્યારેક આત્મહત્યા એ માનસીક આઘાત કે નુકસાનને કારણે પણ ઉદભવે છે.

જે લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે તેઓમાં હતાશા એ સૌથી સામાન્ય માનસીક વિકાર છે.

ઉંચી આવક ધરાવતા દેશોમાં જેઓ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે તેવા લોકોમાંના 50% લોકોમાં તેમના મૃત્યુ સમયે તેઓ ગંભીર માનસીક બીમારીમાંથી પસાર થતા હોય છે.

દર એક આત્મહત્યા સામે 25 લોકો આત્મહત્યાનો પ્રયત્ન કરે છે અને આત્મહત્યાને કારણે થયેલા દરેક મૃત્યુને કારણે આશરે 135 લોકો અસરગ્રસ્ત થાય છે. તેનો મતલબ છે કે દર વર્ષે વિશ્વમાં 108 મીલિયન લોકો આત્મહત્યાને કારણે આઘાતમાં ધકેલાય છે.

જે વ્યક્તિએ આત્મહત્યા કરી છે તેના સબંધિઓ અને નજીકના મીત્રોને પણ આત્મહત્યાનું જોખમ રહે છે તેની પાછડ નીચેના કારણો જવાબદાર છે:

  • ગુમાવેલી વ્યક્તિને કારણે લાગેલો આઘાત
  • એક સમાન વાતાવરણ અને પરીવારનુ જોખમ
  • સોશીયલ મોડેલીંગની પ્રક્રીયા દ્વારા આત્મહત્યા ચેપી બને છે અને ગુમાવેલા વ્યક્તિ સાથે સંકળાયેલા કલંકનો ભાર
  • વ્યક્તિના આપઘાત પહેલાના સંકેતો
  • અત્યંત ઉદાસી અથવા વારંવાર મૂડમાં પરીવર્તન આવવું
  • હતાશા- ભવિષ્ય માટે આશાની કોઈ લાગણી ન હોવી
  • ઉંઘ આવવામાં સમસ્યા- તેના કારણે અનીંદ્રા થઈ શકે છે.

અચાનક દેખાતી સ્વસ્થતા- મેનિયા (ગાંડપણ)ના તરત પહેલા કે પછી જો વ્યક્તિ શાંત દેખાય તો એ નીશાની છે કે વ્યક્તિએ હાર માની લીધી છે અને તેણે પોતાનું જીવન ટુંકાવવાનું નક્કી કરી લીધુ છે.

સામાજીક દુરી- એકલતા, મીત્રો કે પરીવારજનોથી અંતર રાખવુ

ઘાતકી કે પોતાની જાતને નુકસાન પહોંચાડતુ વર્તન – બેકાળજી પૂર્વકનુ ડ્રાઇવીંગ, ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન તેમજ પોતાની જાત પર ઘા પાડવા

આત્મહત્યા પહેલાના સંકેતોના કેટલાક પ્રકારો છે.

આપઘાતને નીવારવાના કાર્યક્રમો હાલમાં કેટલાક પડકારોનો સામનો કરી રહ્યા છે, જેવા કે :

  • અપુરતા સ્ત્રોતો
  • બીનઅસરકારક સંકલન
  • આત્મહત્યા અને સ્વનુકસાન પરના સર્વેલન્સ ડેટાનો મર્યાદીત ઉપયોગ
  • અમલવારી માર્ગદર્શિકાનો અભાવ
  • સ્વતંત્ર અને પદ્ધતિસરના મૂલ્યાંકનનો અભાવ

વર્ષ 2004ના WHOના ગ્લોબલ રીપોર્ટ પ્રીવેન્ટીંગ સુસાઇડ પ્રમાણે, આત્મહત્યાને રોકવાની પ્રક્રીયા ચાલી રહી છે. ખાસ કરીને ગુયાના, સુરીનામ અને ભૂતાન જેવા દેશો કે જ્યાં આ પહેલા આત્મહત્યાને રોકવાના કોઈપણ પગલા લેવામાં આવતા ન હતા તેવા દેશોમાં આ પગલા ખુબ અસરકારક રહ્યા છે.

સ્કોટલેન્ડ, ઇન્ગલેન્ડ, આયરલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા કેટલાક દેશોએ તેમના બીજા નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન પ્રોગ્રામની શરૂઆત કરી છે.

આ સ્યુસાઇડ પ્રીવેન્શન ડે ના રોજ અથવા દરરોજ થોડો સમય કાઢીને કોઈ તદ્દન અજાણ, ખાસ મીત્ર કે કુટુંબના સભ્યને મળો, આ પગલુ કોઈની જીંદગી બદલી શકે છે.

આપણે બધા જ કોઈને કોઈ સમુદાયો, જેમકે પરીવાર, મીત્રવર્તુળ, સહકર્મીઓ કોઈ ટીમ કે પાડોશી જેવા સમાજ કે જૂથનો ભાગ છીએ. અને આ સમુદાયો વ્યક્તિને અસ્વસ્થતા અને બેચેનીમાંથી બહાર લાવી શકે છે.

કેટલીક વાર આપણે આપણા સમુદાયોથી દુર અને તેમનાથી સંપર્કવિહોણા થઈ જતા હોઈએ છીએ.

આપણા સમુદાયોમાં જે લોકોને હતાશાનું જોખમ છે તેમને સાથ આપવો અને તેમનું સશક્તિકરણ કરવુ એ આપણી જવાબદારી છે.

આપણા સમુદાયના આવા લોકો સુધી આપણે પહોંચવુ જોઈએ.

જો તમારા સમુદાયમાં તમે કોઈ વીશે ચીંતીત છો તો તેમનો સંપર્ક કરો અને તેમને પુછો કે તેઓ સ્વસ્થ છે કે કેમ.

તેમના સુધી પહોંચીને તેમને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહરહિત હુંફ અને ટેકો આપવાથી તેમના જીવનમાં ઘણો ફર્ક પડી શકે છે.

ભારતના સંદર્ભમાં માહિતી:

દરેક આપઘાત એ એક દુર્ઘટના છે જે વ્યક્તિની જીંદગીને સમય કરતા પહેલા જ ખતમ કરી નાખે છે અને તેની અન્ય અસરો પણ પહોંચે છે. એક આપઘાત પરીવારના અન્ય સભ્યો, મીત્રો અને સમુદાયો પર પણ તેની અસર છોડે છે.

આપણા દેશમાં દર વર્ષે 1,00,000 કરતા વધુ લોકો આત્મહત્યા કરે છે. આત્મહત્યા પાછડ ઘણા કારણો જવાબદાર હોય છે જેમ કે, કારકીર્દીના પ્રશ્નો, એકલતાની લાગણી, શોષણ, હિંસા, પારીવારીક પ્રશ્નો, માનસીક બીમારી, આલ્કોહોલનું વધુ પડતુ સેવન, આર્થિક નુકસાન તેમજ અત્યંત પીડા વગેરે...

દેશમાં 2019માં કુલ 1,39,123 આત્મહત્યાના કિસ્સાઓ નોંધાયા હતા જે 2018ની સરખામણીમાં 3.4% વધુ હતા તેમજ આત્મહત્યાના દરમાં 2018ની સરખામણીમાં 2019માં 0.2 ટકાનો વધારો થયો હતો.

NCRB 2019ના રીપોર્ટ પ્રમાણે ભારતમાં આત્મહત્યાનો આંકડો આ પ્રમાણે છે.

વર્ષ 2015 થી 2019 દરમિયાન આત્મહત્યાના આંકડાઓ અને આત્મહત્યાનો દર

વર્ષઆત્મહત્યાની ઘટનાઓઆત્મહત્યાનો દર
20151,33,62310.6
20161,31,00810.3
20171,29,8879.9
20181,34,51610.2
20191,39,12310.4

આંકડાઓ પરથી કહી શકાય કે વર્ષ 2019માં એક દીવસમાં 381 લોકોએ આત્મહત્યા કરી હતી. વર્ષ 2019માં 1,39,129 લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં આત્મહત્યા દર 10.4 ટકા કરતા પણ વધારે છે. આ મૃત્યુમાં 32.4 ટકા કિસ્સાઓમાં પારીવારીક સમસ્યાઓ જવાબદાર છે, 5.5 ટકા કિસ્સાઓમાં લગ્ન જવાબદાર છે તેમજ 17.1 ટકા કિસ્સાઓમાં બીમારી જવાબદાર છે. મહિલાઓની સરખામણીમાં પુરૂષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે. કુલ આંકડામાં 70.2 ટકા પુરૂષો અને 29.8 ટકા મહિલાઓ આત્મહત્યા કરે છે. આત્મહત્યાના સૌથી વધુ કિસ્સાઓ ભારતના મહારાષ્ટ્ર, તમીલનાડુ, મધ્ય પ્રદેશ, બંગાળ અને કર્ણાટકમાંથી સામે આવે છે. દેશમાં ફાંસીના સૌથી વધુ કિસ્સા સામે આવ્યા છે.

ફાંસી – 53.6 ટકા

ઝેરી દવા – 25.8 ટકા

પાણીમાં તણાવુ – 5.2 ટકા

પોતાના પર આગ ચાંપવી – 3.8 ટકા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.