ETV Bharat / bharat

વિશ્વ નિર્વાસિત દિવસ: નિર્વાસિતોના અધિકારો, જરૂરિયાતો અને સપનાં ઉપર એક દ્રષ્ટિ

author img

By

Published : Jun 20, 2020, 7:14 PM IST

યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (યુએનએચસીઆર)ના જણાવ્યા મુજબ વિશ્વના સાત કરોડ કરતાં પણ વધુ લોકોએ યુદ્ધ, દમન, આતંક કે આપત્તિઓને કારણે પોતાનું ઘર મૂકીને અન્ય સ્થળે જઈ વસવાટ કરવાની ફરજ પડી છે. વધુ ગંભીર બાબત તો એ છે કે વર્ષ 2018માં પ્રત્યેક મિનિટે વિશ્વના 25 લોકોને ભાગી છૂટવાની ફરજ પડી હતી.

ો
વિશ્વ નિર્વાસિત દિવસ: નિર્વાસિતોના અધિકારો, જરૂરિયાતો અને સપનાં ઉપર એક દ્રષ્ટિ

હૈદરાબાદઃ 20મી જૂન વિશ્વ નિર્વાસિત દિવસ છે. આ દિવસ વિશ્વભરના નિર્વાસિતોની દુર્દશાને ધ્યાન ઉપર લેવા તેમજ તેમના માટે લાંબા ગાળાના ઉકેલો શોધવા કાર્યરત બનવા નક્કી કરાયો છે. વિશ્વ નિર્વાસિત દિવસ નિર્વાસિતો (શરણાર્થીઓ)ના અધિકારો, જરૂરિયાતો અને સપનાં ઉપર પ્રકાશ પાડે છે, રાજનૈતિક ઈચ્છાશક્તિ અને સંસાધનો એકત્ર કરવામાં મદદરૂપ બને છે, જેથી નિર્વાસિતો ફક્ત જીવતા ન રહે, તેમનામાં જીવન પણ ધબકતું રહે. પ્રત્યેક દિવસે નિર્વાસિતોનાં જીવનને રક્ષવું અને વધુ સારું બનાવવું મહત્ત્વપૂર્ણ હોવાથી વિશ્વ નિર્વાસિત દિવસ જેવા આંતરરાષ્ટ્રીય દિવસો ઘર્ષણ અથવા દમનને કારણે ભાગી છૂટેલા લોકોની દુર્દશા તરફ વિશ્વનું ધ્યાન ખેંચવામાં મદદગાર નીવડે છે. નિર્વાસિતોને ટેકારૂપ બને તેવી તકો સર્જવા માટે વિશ્વ નિર્વાસિત દિવસ નિમિત્તે અનેક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.

દર વર્ષે 20મી જૂનના રોજ વિશ્વ નિર્વાસિત દિવસ મનાવાય છે અને તે વિશ્વભરના નિર્વાસિતો - શરણાર્થીઓને સમર્પિત છે. વિશ્વ નિર્વાસિત દિવસ વિશ્વમાં સૌપ્રથમવાર 20મી જૂન, 2001ના રોજ નિર્વાસિતોની સ્થિતિ વિષે વર્ષ 1951માં યોજાયેલા કન્વેન્શનની 50મી વર્ષગાંઠની યાદગીરીરૂપે મનાવાયો હતો. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ તેને ડિસેમ્બર, 2000માં સત્તાવાર આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો તે અગાઉ આ દિવસ આફ્રિકા રેફ્યુજી ડે તરીકે ઓળખાતો હતો.

વર્ષ 2020નું વિષયવસ્તુ - પ્રત્યેક કાર્ય મહત્ત્વનું

કોવિડ-19 મહામારી અને તાજેતરના જાતિવાદ-વિરોધી પ્રદર્શનોએ વધુ સમાવેશી અને સમાન વિશ્વ - એવી દુનિયા, જ્યાં કોઈ પાછળ નથી છૂટતું એના માટેની લડાઈનું મહત્ત્વ બતાવ્યું. એ ક્યારેય સ્પષ્ટ થયું નથી કે પરિવર્તન લાવવા માટે આપણે દરેકે ભૂમિકા ભજવવાની છે. પ્રત્યેક વ્યક્તિ ફરક લાવી શકે છે.

હકીકત - વૈશ્વિક તખ્તા ઉપર

• પ્રત્યેક મિનિટે દુનિયાના કોઈને કોઈ ખૂણે 20 લોકો યુદ્ધ, દમન કે આતંકથી બચવા માટે પોતાનું બધુંયે મૂકીને ભાગી છૂટે છે. જબરદસ્તી નિર્વાસિત બનતા લોકોના કેટલાક પ્રકાર આ મુજબ છે ઃ

• 7.95 કરોડ લોકો પોતાનાં ઘરોમાંથી જબરદસ્તી નિર્વાસિત બન્યા છે અને આશરે ત્રણથી ચાર કરોડ નિર્વાસિતો 18 વર્ષથી ઓછી વયના છે.

• વિશ્વની એકટકા વસ્તી વિસ્થાપિત છે.

• વિશ્વના કુલ વિસ્થાપિતોમાંથી 80 ટકા લોકો એવા દેશો અથવા પ્રદેશોમાં છે, જ્યાં તીવ્ર ખાદ્ય અસુરક્ષા અને કુપોષણ છે.

• 73 ટકા વિસ્થાપિતોએ પાડોશી દેશોમાં શરણું શોધ્યું છે.

• દુનિયાના 68 ટકા નિર્વાસિતો ફક્ત પાંચ દેશો - સિરિયા, વેનેઝુએલા, અફઘાનિસ્તાન, દક્ષિણ સુદાન અને મ્યાનમારમાંથી આવે છે.

• 42 લાખ રાજ્યવિહિન લોકો છે.

• 42 લાખ લોકોએ વિવિધ દેશોમાં શરણ મેળવવા અરજી કરી છે.

• વર્ષ 2019માં 1,07,800 લોકો 26 દેશોમાં પુનઃ સ્થાપિત થયા છે.

• આશરે 4.57 કરોડ લોકો પોતાના જ દેશમાં વિસ્થાપિત બન્યા છે.

• લગભગ 70 ટકા નિર્વાસિત પરિવારો ગરીબી રેખાની નીચે જીવન વીતાવી રહ્યા છે.

સૌથી વધુ અસરગ્રસ્ત દેશો

1. સિરિયા - 66 લાખ

2. વેનેઝુએલા - 44 લાખ

3. અફઘાનિસ્તાન - 30 લાખ

4. દક્ષિણ સુદાન - 22 લાખ

5. મ્યાનમાર - 11 લાખ

6. સોમાલિયા - 9 લાખ

7. કોંગો ડીઆરસી - 8 લાખ

8. સુદાન - 7 લાખ

9. ઈરાક - 6 લાખ

10. સેન્ટ્રલ આફ્રિકા રિપલ્બિક - 6 લાખ

ભારતમાં શરણાર્થીઓ

યુએનએચસીઆરના વર્ષ 2017ના અહેવાલ મુજબ, ભારતમાં 2,00,000 શરણાર્થીઓ રહે છે. આ શરણાર્થીઓ મ્યાનમાર, અફઘાનિસ્તાન, સોમાલિયા, તિબેટ, શ્રી લંકા, પાકિસ્તાન, પેલેસ્ટાઈન અને બર્મા સહિત વિવિધ દેશોમાંથી આવ્યા છે. યુએનએચસીઆરે શરણાર્થીઓના આગમનને કારણે સર્જાતી કટોકટીને ભારત જે રીતે સંચાલિત કરે છે, તેની પ્રશંસા કરતાં કહ્યું છે કે ભારતે શરણાર્થીઓ બાબતે એવો આદર્શ પૂરો પાડ્યો છે, જેનું અન્ય દેશોએ અનુકરણ કરવું જોઈએ.

1951ના રેફ્યુજી કન્વેન્શન ઉપર ભારતે હસ્તાક્ષર કર્યાં નથી. બીજા વિશ્વ યુદ્ધને અંતે જ્યારે સંયુક્ત રાષ્ટ્રોના સભ્યો સમક્ષ કન્વેન્શન સૌપ્રથમ વાર રજૂ કરાયું ત્યારે ભારતને તેમાં વધુ એક શીત યુદ્ધની વ્યૂહરચના જણાઈ હતી. આ મુદ્દે ધ હિન્દુ નામના અંગ્રેજી દૈનિકમાં રાજીવ ધવન દ્વારા આ રીતે રજૂઆત કરવામાં આવી હતી ઃ --“તે (કન્વેન્શન) યુરો-કેન્દ્રિત હોવાનું જણાયું હતું અને, આવશ્યક રીતે, સામ્યવાદ વિરોધી હોવાનું નોંધાયું હતું. ખરેખર તો વર્ષ 1953માં ભારતના વિદેશ મંત્રાલયે (આરકે નહેરુ દ્વારા) યુનાઈટેડ નેશન્સ કમિશ્નર ફોર રેફ્યુજીસ (યુએનએચસીઆર)ની ઓફિસને જણાવ્યું હતું કે વૈશ્વિક નિર્વાસિત નીતિ શીત યુદ્ધનો અનિવાર્ય હિસ્સો છે. 1951ના કન્વેન્શનમાં 1967ના પ્રોટોકોલ દ્વારા સુધારા કરતાં વર્ષો લાગ્યાં હતાં.”

સ્વતંત્રતા બાદ ભારત તટસ્થ રહેવાના પ્રયાસો કરી રહ્યો હતો અને એટલે તે સમયે તેણે કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કર્યાં ન હતાં. ભારતને કાયદાથી દૂર રહેવા માટે કોઈ સત્તાવાર કારણો નહીં હોવા છતાં, સંભવિત કારણોમાંનું એક કારણ નિર્વાસિત શબ્દની કન્વેન્શનમાં કરાયેલી વ્યાખ્યા હોઈ શકે છે. તે એવાં કારણોને પ્રતિબંધિત કરે છે, જે લોકોને સામાજિક અને રાજકીય અધિકારોના ઉલ્લંઘન અથવા જાતિ, ધર્મ અને રાષ્ટ્રીયતાને આધારે દમનનું કારણ બને છે.

ભારતમાં શરણાર્થીઓનો ભારે ધસારો

• તિબેટના લોકો - ભારતના ભાગલા પડ્યા તે પછી એક દાયકા બાદ 1959માં શરણાર્થીઓનો મોટો ધસારો જોવા મળ્યો હતો. તે સમયે દલાઈ લામા, તેમના 1,00,000 કરતાં વધુ અનુયાયીઓ સાથે તિબેટ છોડીને ભાગ્યા હતા અને તેમણએ ભારતમાં રાજકીય શરણ માંગ્યું હતું. તેમને માનવતાના આધારે શરણ આપવાથી રોષે ભરાયેલી ચીન સરકારે ભારત પાસેથી મોટી કિંમત વસૂલી હતી. ભારતનાં ઉત્તરનાં અને ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં વસેલા તિબેટના શરણાર્થીઓ અને તિબેટિયન સમુદાયના આધ્યાત્મિક તેમજ રાજકીય નેતા દલાઈ લામાની બેઠક હિમાચલ પ્રદેશમાં ધર્મશાળામાં સ્થપાઈ હતી. દેશનિકાલ ભોગવી રહેલી તિબેટન સરકાર હાલમાં ત્યાંથી જ કામગીરી ચાલવી રહી છે.

• બંગાળી નિર્વાસિતો - તે પછી વર્ષ 1971માં બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન લાખો નિર્વાસિતો ભારતમાં આવ્યા ત્યારે મોટી કટોકટી સર્જાઈ હતી. આ શરણાર્થીઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાંથી ભાગી છૂટ્યા હતા. તેને કારણે બાંગ્લાદેશની સરહદને અડીને આવેલાં રાજ્યોમાં અચાનક વસ્તીવધારો જોવા મળ્યો હતો અને ભારત સરકાર માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત મુશ્કેલ બનતી જતી હતી. કેટલાક અંદાજો મુજબ, વર્ષ 1971માં એક કરોડ બાંગ્લાદેશી નિર્વાસિતો ભાગી છૂટ્યા હતા અને તેમણે ભારતમાં આશ્રય લીધો હતો. ઉપરાંત, સ્થાનિક સમુદાયો અને બાંગ્લાદેશી નિર્વાસિતો વચ્ચે સતત વિવાદને કારણે આજે વારંવાર હિંસા ભડકે છે અને તેમાં વારંવાર લોકોનો ભોગ લેવાય છે. આસામ, ત્રિપુરા અને મણીપુર જેવાં ઘણાં ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઘર્ષણો ઉગ્ર છે. સ્થાનિક સમુદાયો અને આદિવાસી જૂથોનો આક્ષેપ છે કે બાંગ્લાદેશથી આવેલા નિર્વાસિતો તેમજ સતત ઘૂસણખોરી કરી રહેલા ગેરકાયદેસર પરદેશીઓને કારણે તેમના વિસ્તારમાં સામાજિક વસ્તી વિષયક પરિવર્તન થયું છે, જેના પગલે સ્થાનિકો પોતાના જ વતનમાં લઘુમતિમાં આવી ગયા છે. વર્ષ 2012માં આસામમાં થયેલા કોકરાઝાર હુલ્લડો, જેમાં 80થી વધુ લોકોનાં મોત થયાં હતાં, તેની પાછળનાં મુખ્ય કારણોમાં આ એક મુખ્ય કારણ હતું.

• શ્રીલંકન તમિલ - 10 લાખથી વધુ સંખ્યા ધરાવતા આ નિર્વાસિતો શ્રીલંકાથી નજીકનાં રાજ્ય તામિલનાડુમાં વસ્યા છે, કેમકે તમિલ હોવાને કારણે તેમને ત્યાં વસવું અને જીવન ગોઠવવું સહેલું હતું. શ્રીલંકન તમિલ શરણાર્થીઓએ સૌપ્રથમવાર વર્ષ 1983થી 1987 દરમ્યાન 1.34 લાખથી વધુની સંખ્યામાં પાલ્ક સ્ટ્રેઇટ વટાવીને ભારતમાં પ્રવેશવાનું શરૂ કર્યું હતું. વધુ ત્રણ તબક્કાઓમાં બીજા અનેક નિર્વાસિતો ભારતમાં પ્રવેશ્યા. યુદ્ધથી બેહાલ બનેલા શ્રીલંકાવાસીઓએ ભારતનાં દક્ષિણનાં રાજ્યોમાં શરણ લીધું અને હાલમાં ફક્ત તામિલનાડુમાં જ 109 શિબિરોમાં 60,000 કરતાં વધુ શરણાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. શ્રીલંકામાં નાગરિક યુદ્ધ નવ વર્ષ પહેલાં પૂરું થઈ ચૂક્યું હોવા છતાં આજે પણ મોટી સંખ્યામાં શ્રીલંકન તમિલો દાયકાઓ અગાઉ બનાવેલી શરણાર્થી શિબિરોમાં વસવાટ કરી રહ્યા છે.

• અફઘાન નિર્વાસિતો - વર્ષ 1979માં સોવિયેત દેશોના હુમલા બાદ સેંકડો અફઘાનોએ ભારતમાં આશ્રય લીધો હતો. તે પછીનાં વર્ષોમાં અફઘાન નિર્વાસિતોના નાના જૂથો ભારત આવવાનું ચાલું રહ્યું. આ નિર્વાસિતો મુખ્યત્વે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વસ્યા અને તેમણે પોતાના માટે વિશાળ જગ્યાઓ રોકી લીધી. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશ્નર ફોર રેફ્યુજીસ (યુએનએચસીઆર)ની વેબસાઈટ મુજબ, 1990ના દાયકાના આરંભે પોતાના વતનમાં લડાઈમાંથી ભાગી છૂટીને ભારત આવીને વસેલા અનેક હિંદુ અને સિખ અફઘાનોને છેલ્લા દાયકામાં નાગરિકતા અપાઈ છે. વર્લ્ડ બેન્ક અને યુએનએચસીઆર, બંનેના અહેવાલો સૂચવે છે કે પોતાનો દેશ છોડીને ભારતમાં વસી રહ્યા હોય તેવા અફઘાન નિર્વાસિતોની સંખ્યા હાલમાં 2,00,000 જેટલી છે.

• રોહિંગ્યા મુસ્લિમ - વર્ષ 2017માં 40,000 જેટલા રોહિંગ્યા મુસ્લિમો મ્યાનમારથી ભાગીને ભારતમાં શરણ લેવા આવ્યા. યુએનએચસીઆરની કચેરીએ ભારતમાં 16,500 રોહિંગ્યાને ઓળખપત્રો આપ્યા, જેનાથી તેમને કનડગત, મનસ્વી ધરપકડ, અટકાયત અને દેશનિકાલ અટકાવવામાં મદદ મળી. જોકે, ભારતે રોહિંગ્યાને ગેરકાયદેસર વિદેશીઓ તરીકે વર્ગીકૃત કરીને સુરક્ષા સામે જોખમી ગણાવ્યા અને બર્મા સરકારની તરફેણ કરી હતી. ભારત સરકારે જણાવ્યું કે ભારતે 1951 રેફ્યુજીસ કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કર્યા નથી એટલે તેના ઉપર શરણાર્થીઓને તેમના દેશ પરત ધકેલવાની મનાઈ ફરમાવતો આંતરરાષ્ટ્રીય કાયદો સૈદ્ધાંતિક રીતે લાગુ પડતો નથી. અલબત્ત, ભારત સરકારે મ્યાનમારને રોહિંગ્યા નિર્વાસિતોને પરત બોલાવી લેવાની વિનંતી કરી હતી.

• ચકમા અને હજોન્ગ સમુદાયો - ક્યારેક ચિત્તગોંગની ટેકરીઓ ઉપર વસતા હતા તેવા સમુદાયોમાંથી મોટા ભાગના લોકો બાંગ્લાદેશમાં વસ્યા હતા, તેઓ છેલ્લા પાંચ દાયકા કરતાંયે વધુ સમયથી ભારતમાં શરણાર્થીઓ તરીકે રહી રહ્યા છે. તેઓ મોટા ભાગે ઉત્તર-પૂર્વનાં રાજ્યો તેમજ પશ્ચિમ બંગાળમાં વસ્યા છે. વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ, એકલા અરુણાચલ પ્રદેશમાં જ ચક્મા સમુદાયના 47,471 લોકો વસે છે. વર્ષ 2015માં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ચકમા તેમજ હજોન્ગ - બંને સમુદાયના નિર્વાસિતોને નાગરિકતા આપવાનો આદેશ આપ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ જૂથો વસવાટ કરી રહ્યા છે, તે અરુણાચલ પ્રદેશમાં અનેક જૂથોના વિરોધ છતાં ભારત સરાકરે આ જૂથોને નાગરિકત્વ આપવાનું નક્કી કર્યું હતું.

કોવિડ-19 મહામારી ફાટી નીકળતાં આવી ચઢેલા નિર્વાસિતો

કોવિડ-19 મહામારીને પગલે જોવા મળ્યું કે આવી અણધારી ઘટનાઓને કારણે પણ લોકો જબરદસ્તી વિસ્થાપિત થાય છે. નોવેલ કોરોના વાયરસ વર્ષ 2019ના અંતે જ પ્રકાશમાં આવ્યો હોવા છતાં મહામારીના પરિણામે અને આ લખાઈ રહ્યું છે ત્યારે પણ તેની અસાધારણ વૈશ્વિક સામાજિક અને આર્થિક અસર પડી છે, જેમાં નિર્વાસિતોના વ્યવસ્થાતંત્રો પણ સામેલ છે. દાખલા તરીકે, માર્ચ, 2020માં યુરોપિયન યુનિયનમાં શરણ મેળવવા માટે નોંધાયેલી અરજીઓની સંખ્યા ફેબ્રુઆરીની સરખામણીએ 43 ટકા ઘટી હતી. આનું કારણ એ હતું કે નિર્વાસિતોનો પ્રવાહ ધીમો પડ્યો હતો અથવા દેશોએ પોતાની સરહદો બંધ કરતાં અટકી પડ્યો હતો અથવા તો કોવિડ-19ને કારણે સરહદ ઉપર કડક નિયંત્રણો અમલી બનાવાયં હતાં. વિશ્વના અન્ય દેશોમાં નિર્વાસિતોના આંકડાના મૂળમાં એક આવશ્યક સુરક્ષા પ્રવત્તિ તરીકે નિર્વાસિતોની નોંધણી માટે દૂરસ્થ નોંધણી અને દસ્તાવેજીકરણના પ્રયાસો છતાં નોંધપાત્રા રીતે ઘટી હતી. પરિણામે મહામારી દરમ્યાન આંતરરાષ્ટ્રીય રક્ષણ માગી રહેલા લોકોની સંખ્યાનો સાચો તાગ મેળવવા વૈશ્વિક નિર્વાસિત અને શરણાર્થીઓના આંકડા કદાચ ખરું ચિત્ર રજૂ ન કરતા હોય તેવું બને. આને કારણે ભવિષયમાં બળજબરીપૂર્વક વિસ્થાપિત બનેલા લોકોનું અનુમાન બાંધવા માટે અનિશ્ચિતતામાં વધારો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.