ETV Bharat / bharat

વિશ્વ મહાસાગર દિવસ, 2020 : સાતત્યપૂર્ણ સમુદ્ર માટેની નવતર પહેલ - મહાસાગરોમાં પ્રદૂષણ

પ્રત્યેક વ્યક્તિને રોજિંદા જીવનમાં મહાસાગરોનું શું મહત્વ છે, તેની યાદ અપાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. મહાસાગરો પૃથ્વીનાં ફેફસાં છે અને આપણે શ્વાસમાં લઇએ છીએ, તે મોટાભાગનો ઓક્સિજન તેઓ પૂરો પાડે છે. આ દિન પાછળનો ઉદ્દેશ લોકોને સમુદ્ર પર માનવ કાર્યોના પ્રભાવ વિશે જાણકારી પૂરી પાડવાનો, સમુદ્ર માટે નાગરિકોની વિશ્વવ્યાપી ચળવળ વિકસાવવાનો તથા વિશ્વના મહાસાગરોના સાતત્યપૂર્ણ વ્યવસ્થાપન માટેના પ્રોજેક્ટ પર વિશ્વના માનવ સમુદાયને એક કરીને ગતિશીલ બનાવવાનો છે.

ETV BHARAT
વિશ્વ મહાસાગર દિવસ, 2020 : સાતત્યપૂર્ણ સમુદ્ર માટેની નવતર પહેલ
author img

By

Published : Jun 8, 2020, 2:18 AM IST

વર્લ્ડ ઓશન્સ ડે (વિશ્વ સમુદ્ર દિવસ): પ્રત્યેક વ્યક્તિને રોજિંદા જીવનમાં મહાસાગરોનું શું મહત્વ છે, તેની યાદ અપાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. મહાસાગરો પૃથ્વીનાં ફેફસાં છે અને આપણે શ્વાસમાં લઇએ છીએ, તે મોટાભાગનો ઓક્સિજન તેઓ પૂરો પાડે છે. આ દિન પાછળનો ઉદ્દેશ લોકોને સમુદ્ર પર માનવ કાર્યોના પ્રભાવ વિશે જાણકારી પૂરી પાડવાનો, સમુદ્ર માટે નાગરિકોની વિશ્વવ્યાપી ચળવળ વિકસાવવાનો તથા વિશ્વના મહાસાગરોના સાતત્યપૂર્ણ વ્યવસ્થાપન માટેના પ્રોજેક્ટ પર વિશ્વના માનવ સમુદાયને એક કરીને ગતિશીલ બનાવવાનો છે. તેઓ ખોરાક તથા દવાનો મહત્વનો સ્રોત છે તથા જીવાવરણનો એક મહત્વનો ભાગ છે. ટૂંકમાં, આ દિવસે મહાસાગરનું સૌંદર્ય તથા તેની સમૃદ્ધિની સાથે મળીને સ્તુતિ કરવાનો હેતુ છે.

વિશ્વ મહાસાગર દિવસ, 2020: સમય અને વિષય (થીમ)

સંયુક્ત રાષ્ટ્રો (યુએન) તથા સમુદ્રોના જતન માટે એક થતા અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયો દ્વારા દર વર્ષે 8 જૂનના રોજ વિશ્વ મહાસાગર દિવસની ઊજવણી કરવામાં આવે છે. 2020ના વર્ષમાં આ દિવસ માટેની થીમ છે - ‘ઇનોવેશન ફોર અ સસ્ટેનેબલ ઓશન’ (સાતત્યપૂર્ણ મહાસાગર માટે નવતર પહેલ). વધુ ખોરાક, વધુ નોકરી તથા વધુ ઊર્જા પૂરી પાડવા માટે આપણને સમુદ્રોની જરૂર છે તથા આપણે આબોહવાના નિયમન માટે તથા જૈવિક વૈવિધ્યને મદદ પૂરી પાડવા માટે સમુદ્રની ક્ષમતાની જાળવણી કરવી જોઇએ.

વિશ્વ સમુદ્ર દિવસની ઊજવણી શા માટે કરવામાં આવે છે?

  • દરેક વ્યક્તિને રોજિંદા જીવનમાં સમુદ્રોની મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવવા માટે આ દિવસ ઊજવાય છે. મહાસાગરો આપણી પૃથ્વીનાં ફેફસાં છે અને આપણે શ્વસીએ છીએ, તે મોટાભાગનો ઓક્સિજન તેઓ પૂરો પાડે છે.
  • મહાસાગર પર માનવ પ્રવૃત્તિઓના પ્રભાવની લોકોને જાણ કરવા માટે.
  • સમુદ્ર માટે વિશ્વવ્યાપી ચળવળ વિકસાવવા માટે.
  • વિશ્વના મહાસાગરોના સાતત્યપૂર્ણ વ્યવસ્થાપન માટેના પ્રોજેક્ટ પર માનવ વસ્તીને એક કરીને ગતિશીલ કરવા માટે. સમુદ્રો ખોરાક તથા દવાનો મહત્વનો સ્રોત છે તેમજ જીવાવરણનો મહત્વનો ભાગ છે.
  • સમુદ્રના સૌંદર્ય તથા તેની સમૃદ્ધિની સાથે મળીને સ્તુતિ કરવા માટે.

દરિયાઇ પારિસ્થિતિક તંત્ર (ઇકોસિસ્ટમ) પર માનવ પ્રભાવો

પ્રદૂષણ, અતિશય માછીમારી, આક્રમક પ્રજાતિઓના આગમન તથા એસિડિફિકેશનના પરિણામસ્વરૂપે માનવ પ્રવૃત્તિઓ દરિયાઇ ઇકોસિસ્ટમ પર વિપરિત અસરો નીપજાવે છે. આ તમામ બાબતો દરિયાઇ ખોરાકના તંત્રને પ્રભાવિત કરે છે અને તે જૈવિક વૈવિધ્ય તથા દરિયાઇ જીવ સૃષ્ટિ માટે વ્યાપકપણે અજાણ્યાં પરિણામો પણ નીપજાવી શકે છે.

વૈશ્વિક ચક્રની ચાવી તરીકે સૂક્ષ્મ દરિયાઇ જીવો

આ જીવો નરી આંખે જોઇ શકાતા નથી, પરંતુ તેનાથી તેમનું મહત્વ ઓછું નથી થઇ જતું. દરિયાઇ સૂક્ષ્મ જીવ તંત્ર વૈશ્વિક ચક્રમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમ કે તે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. જો કે, તેઓ કેવી રીતે કાર્ય કરે છે, તે વિશે નહિવત માહિતી ઉપલબ્ધ છે. બેક્ટેરિયા તથા પ્રોટિસ્ટ્સ જેવા દરિયાઇ સૂક્ષ્મ જીવો સમુદ્રોમાં બાયોમાસનો મોટો ભાગ રચે છે. પ્રોટિસ્ટ્સ એ એકકોશી સૂક્ષ્મ જીવોનું જૂથ છે, જે દ્રઢ કોશ બીજક (નાભિક) ધરાવે છે અને આથી, તેઓ બેક્ટેરિયાથી અલગ છે.

દરિયાઇ ઇકોસિસ્ટમ પરનો તણાવ વધી રહ્યો છે – સમુદ્રોનું તાપમાન વધી રહ્યું છે, દરિયાઇ પાણીની pH વેલ્યૂ નીચે જઇ રહી છે, પોષક તત્વોનો પુરવઠોને ઓક્સિજનમાં ઘટાડો, આ તમામ બાબતો વિપરિત અસર પહોંચાડે છે. કેટલાંક એકલવાયાં પરિબળો ચોક્કસ પ્રકારની પ્રજાતિઓ માટે લાભદાયી હોઇ શકે છે. જો કે, અન્ય પરિબળો અથવા તો તણાવનાં અન્ય મિશ્રણો સમાન પ્રજાતિના કાર્યદેખાવને ગંભીરપણે નિયંત્રિત કરી શકે છે. વિવિધ અસરો પ્રજાતિઓના વૈવિધ્યમાં ભાવિ ફેરફારોનું અનુમાન કરવાનું કાર્ય અત્યંત મુશ્કેલ બનાવે છે.

મહાસાગરનાં પારિસ્થિતિક તંત્રો (ઇકોસિસ્ટમ) બહુવિધ દબાણોનો સામનો કરી રહ્યાં છે અને સામાન્યપણે તેમને ‘ગ્લોબલ ચેન્જ’ શીર્ષક હેઠળ આવરી લેવામાં આવે છે. આ દબાણોમાં વૈશ્વિક (જેમકે, ગ્લોબલ વોર્મિંગ, દરિયાનું એસિડિફિકેશન, વધુ પડતી માછીમારી) અને વ્યાપક પ્રાદેશિક (યુટ્રોફિકેશન, ઝેરી પ્રદૂષણ, આક્રમક પ્રજાતિઓ, હાઇપોક્સિયા) વગેરેનો સમાવેશ થાય છે.

સમુદ્ર વિશેનાં તથ્યો

  • સમુદ્રો પૃથ્વીના કુલ પૈકીનું 97 ટકા પાણી ધરાવે છે.
  • વૈશ્વિક સ્તરે, દરિયાઇ તથા દરિયા કાંઠાનાં સંસાધનોનું બજાર મૂલ્ય દર વર્ષે અંદાજે 3 ખર્વ અમેરિકન ડોલર જેટલું છે.
  • મહાસાગરોમાં આશરે 2,00,000 ઓળખ કરાયેલી પ્રજાતિઓ વસવાટ કરે છે, પરંતુ તેનો વાસ્તવિક આંકડો લાખો પર પહોંચી શકે છે.
  • મહાસાગરો માનવ દ્વારા ઉત્પન્ન કરાયેલા પૈકીનો 30 ટકા કરતાં વધુ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આ રીતે ગ્લોબલ વોર્મિંગની અસરોને ખાળે છે.
  • વિશ્વભરના સમુદ્રો પ્રદૂષણ, અતિશય માછીમારી અને દરિયા કાંઠાનાં સ્થળોના વિનાશ સહિતની માનવ પ્રવૃત્તિ દ્વારા ભારે પ્રભાવિત થયા છે.
  • સમુદ્ર માછીમારો, લાઇફ ગાર્ડ્ઝ, સર્ફ ઇન્સ્ટ્રક્ટર્સ, બંદરો, (ફ્રી) ડાઇવિંગ સ્કૂલ, દરિયા પર આધારિત ટૂર ઓપરેટરો, વોટર સ્પોર્ટ્સના વ્યવસાયો, વેકેશન માટેનાં રહેઠાણો તથા નાવિકોને રોજગારી પૂરી પાડે છે.

મહાસાગરોમાં પ્રદૂષણ

  • સમુદ્રમાં ઓછામાં ઓછો 86 મિલિયન ટન પ્લાસ્ટિકનો કચરો તથા અન્ય રસાયણો અને અન્ય પ્રદૂષકો ઠલવાયાં હોવાનું અનુમાન છે.
  • કચરો ભરેલી એક ટ્રક દરેક મિનિટે. આટલો પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠાલવવામાં આવી રહ્યો છે. અને આ તો હજી માત્ર પ્લાસ્ટિક છે – કેમિકલ અને સુએજ પણ ચિંતાનો વિષય છે.

હિંદ મહાસાગર

હિંદ મહાસાગર વિશ્વના કુલ દરિયાઇ વિસ્તારના પાંચમા ભાગની જગ્યાને આવરી લે છે. વિશ્વના ત્રણ મુખ્ય મહાસાગરમાં હિંદ મહાસાગર સૌથી નાનો, ભૂવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૌથી યુવાન અને ભૌતિક દ્રષ્ટિએ સૌથી જટિલ મહાસાગર છે. તે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ છેડા વચ્ચે 6,200 માઇલ (10,000 કિમી)માં ફેલાયેલો છે અને તેના સીમાંત સમુદ્રો વિના, તે લગભગ 28,360,000 ચોરસ માઇલ (7,34,40,000 ચોરસ કિમી) જેટલો વિસ્તાર ધરાવે છે. હિંદ મહાસાગરની સરેરાશ ઊંડાઇ 12,9990 ફૂટ (3,960 મીટર) છે અને તેનો સૌથી ઊંડો પોઇન્ટ જાવા (ઇન્ડોનેશિયા) ટાપુના દક્ષિણ કાંઠા પર જાવા ટ્રેન્ચ ઓફનો સુંડા ડીપ છે, જેની ઊંડાઇ 24,442 ફૂટ (7,450 મીટર) છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.