ગાઝીયાબાદમાં સીવર સાફ કરી રહેલા 5 સફાઇ કર્મચારીઓનું શ્વાસ રુંધાવાને કારણે કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર દિલ્હી નજીક ગાઝીયાબાદના નંદગ્રામ વિસ્તારની ઘટના છે. ઘટના બાદ તમામને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સે ત્રણને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બેનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર કૃષ્ણાકુંજમાં સીવર અને જળ નિગમની પાઇપ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. સીવરમાં સફાઇ માટે બે કર્મચારીઓ ઉતર્યા હતા. બંન્ને ઘણો લાંબો સમય સુધી પરત ન આવતા તેમને જોવા માટે અન્ય બે કર્મચારીઓ પણ ગયા. ત્યાર બાદ તેમની પાછળ વધારે એક કર્મચારી ગયો.જ્યાં ત્રણ કર્મચારીઓએ ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બેનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.ઘટના અંગે માહિતી મળ્યા બાદ મૃતકોના પરિવારમાં શોકની લાગણી વ્યાપ્ત થઇ છે.