ETV Bharat / bharat

સંબંધોને ઠેસ પહોંચાડ્યા વિના ઘરેથી કામ કરો

કોવિડ-19 લોકડાઉન દરમિયાન, એક તદ્દન નવી જ વર્ક-લાઇફ પરિસ્થિતિમાં જીવવું જરૂરી બન્યું છે, ત્યારે આપણે સંબંધોમાં સંઘર્ષોને સ્થાને સંવાદિતાનું સર્જન કરી શકીએ છીએ. પરંતુ, અન્યો સાથેના સંબંધો માટે એક મજબૂત પાયો નાંખતાં પહેલાં, આપણે સ્વયં પર ધ્યાન આપવું પડશે. જેમકે, આપણાં વર્તનની કેટલીક ટેવોને કેવી રીતે સુધારવી? ઘરેલૂ કાર્યોમાં જોડાવાના ઉપાયો, વગેરે

work from home
work from home
author img

By

Published : Apr 8, 2020, 11:03 PM IST

ન્યૂઝડેસ્ક : ‘50ના દાયકામાં સંશોધકો એ સમજૂતી મેળવવા ઇચ્છતા હતા કે, લોકો સંબંધોમાં કયાં પાસાંને સૌથી વધુ મહત્વ આપે છે. તપાસવામાં આવેલા 100 કોલમાંથી, સંશોધકોએ શોધ્યું હતું કે, સૌથી વધુ વપરાશમાં લેવાયેલો શબ્દ હતો, "હું".

આના પરથી માનવીની માનસિકતા વિશે અઢળક જાણકારી પ્રગટ થઇ. તમારા બદલે, લોકો જો પોતાના વિશે ચર્ચા થઇ રહી હોય, તો ત્યારે તેઓ વધુ સંલગ્નતા દાખવે છે. આ બાબત માનવ સંબંધો વિશે શું કહી જાય છે? મોટિવવેશનલ સ્પીકર અને લાઇફ કોચ સિતેન્દર સેહરાવત તેના પર પ્રકાશ પાડે છે.

જો સંબંધમાં વ્યક્તિને મહત્વ આપવામાં આવતું હોય, તો તે વધુ રાહત અનુભવે છે અને સકારાત્મક સંવેદનાઓ ધરાવે છે. આ સંબંધ તમારા જીવનસાથી સાથેનો, બાળકો સાથેનો, વ્યવસાયના ભાગીદાર સાથએનો, ગ્રાહક કે પછી તમારા પાડશો સાથેનો હોઇ શકે છે.

પણ હવે આપણે તદ્દન નવી વર્ક-લાઇફ પરિસ્થિતિમાં જીવવું જરૂરી છે, ત્યારે આપણે સંબંધોમાં સંઘર્ષોને સ્થાને સંવાદિતાનું સર્જન કરી શકીએ છીએ. પરંતુ અન્ય લોકો સાથે આપણા સંબંધો માટે એક મજબૂત આધાર ઊભો કરતાં પહેલાં, આપણે સ્વયં માટે શું કરી શકીએ છીએ, તેના પર એક નજર નાંખીએ.

સ્વ જાગૃતિ

મોટાભાગના લોકો સ્વ-જાગૃતિમાં રહેલી અપાર શક્તિને ઓછી આંકે છે અને તેમના મોટાભાગના સંબંધો શા માટે એટલા ઉષ્માપૂર્ણ નથી, તે બાબતે નિરાશા અનુભવે છે. સામાજિક લોકડાઉન આપણી પોતાની સાચી ઓળખની મુક્તિનું સાધન બની શકે છે. તો પછી શા માટે આપણે સ્વયંની તરફેણ ન કરવી અને આપણને અન્યો સાથે ઉષ્માપૂર્ણ સંબંધો રાખતાં અટકાવનારાં આપણાં લક્ષણોને ન સુધારવાં જોઇએ?

શું કેદ તમારા સંબંધોને નુકસાન પહોંચાડી રહી છે?

માનવી એક સામાજિક પ્રાણી છે. જ્યારે આપણે આપણી પોતાની નાની એવી જગ્યામાં કેદ થઇ જઇએ, ત્યારે ગભરાઇ જઇએ છીએ. આખો દિવસ આપણા પરિવાર સાથે વીતાવવાથી એક તદ્દ્ન નવો દ્રષ્ટિકોણ વિકસી શકે છે.

આ તમામ બાબતો તમને એક જરૂરિયાત ધરાવતા સાંવેદનિક અને માનસિક સ્તર પર લઇ જઇ શકે છે. જો તમારા સંબંધોમાં મજબૂત પાયાનો અભાવ હશે, તો પરિસ્થિતિ અરાજકતાભરી થઇ શકે છે અને તેનું પરિણામ કોવિડ-19 કરતાં પણ વધુ નુકસાનકારક નીવડી શકે છે.

કૃતજ્ઞતા
વીકેન્ડ્ઝના અપવાદને બાદ કરતાં તમે કદી પણ તમારા જીવનસાથી અથવા વાલીને ઘરે રોજિંદાં કાર્યો કરતાં જોયાં નહીં હોય. એક દિવસ માટે કાર્યોની અદલા-બદલી કરી જુઓ, જો દિવસના અંતે તમે તમારી ભૂમિકા સુપેરે ભજવી શકો, તો તમે તમારા જીવનસાથી કે વાલી માટે કૃતજ્ઞતાની ભાવના વિકસાવો, તે શક્ય છે. આપણાં પ્રિયજનો માટે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાથી સંવાદિદા વધશે. પરિણામે, તમારી મોટાભાગની ફરિયાદો આભારની લાગણીમાં પલટાઇ જશે.

ધૈર્ય
આપણે સૌ જાણીએ છીએ કે, ઘરેથી કામ કરવાનું સૌથી મોટું નકારાત્મક પાસું છે – ધ્યાન વિચલિત થઇ જવું અને રૂટિનને વળગી રહેવાની સક્ષમતા. તમે ઘણી મોટી ભૂમિકા ભજવી રહ્યા છો, જ્યારે તમારૂં ધ્યાન વિચલિત થઇ રહ્યું હોય, ત્યારે થોડી ધીરજ ધરવાથી ઘણી મદદ મળી રહેશે.

અવાર-નવાર ટૂંકો વિરામ લો અને તે સમય તમારા પાલતૂ પ્રાણી સાથે, સંતાનો સાથે, જીવનસાથી સાથે અને માતા-પિતા સાથે વીતાવો. ગુસ્સે થવાને બદલે કે અકળાઇ ઊઠવાને બદલે, એક કરતાં વધુ કાર્યો કરવાનો પ્રયત્ન કરો. કહેવા કરતાં કરવું મુશ્કેલ છે, પરંતુ પ્રયત્ન કરી જોવામાં કશું ખોટું નથી, અને બની શકે કે, લોકડાઉનના અંતે તમે બહેતર સંબંધો ધરાવતા હોવ.

સાથે મળીને કોઇ રચનાત્મક પ્રવૃત્તિ કરો

આપણા દિમાગમાં હંમેશા અવનવા આઇડિયા સ્ફૂરતા રહે છે, પણ ચાલો, આજે પ્રામાણિકતાથી સ્વયંને પૂછો કે, તે પૈકીના કેટલા વિચારોનો વાસ્તવમાં તમે અમલ કર્યો? તમે તમારા ઘરનું મેક-ઓવર કરવા ઇચ્છતા હતા, તો ફર્નિચરની ગોઠવણ બદલી દો, કશુંક લખો અને તમારા વિચારો દુનિયાને જણાવો. તમારા જીવનસાથી અને સંતાનો સાથે મળીને કશીક રચનાત્મક પ્રવૃત્તિ કરવાની આ સોનેરી તક છે.
સંવાદ

ઓસ્ટ્રેલિયા સ્થિત એક પ્રતિષ્ઠિત સંસ્થાએ મેન્ટલ ડિસઓર્ડર ધરાવનારી વ્યક્તિઓ પર એક સંશોધન હાથ ધર્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે, વ્યક્તિના ડિસઓર્ડરને દૂર કરવા માટેનો સૌથી અસરકારક ઉપચાર સારવાર, થેરેપી કે અન્ય કશું નહીં, બલ્કે સંવાદ છે. કોઇ વ્યક્તિ સાથે વાતો કરવી અને તેની વાતો સાંભળી, તે માનવ પ્રકૃતિનો સૌથી મોટો અને છતાં સૌથી વધુ ઉપેક્ષા પામેલો ગુણ છે. તમારી 90 ટકા સમસ્યાઓ વાત કરવાથી અને સામેનાની વાત સાંભળવાથી ઉકેલાઇ શકે છે, પરંતુ એકી સાથે બંને બોલતાં ન હોય, તે જરૂરી છે. તો આગળ વધો, પરસ્પરની લાગણીઓની કાળજી લો, અને જે રીતે તમે સ્વયંના કલ્યાણની કાળજી લો છો, તેવી જ સંબંધની કાળજી રાખો.

રેસ્ક્યૂ પ્લાન તૈયાર કરો

આ અભૂતપૂર્વ સમયનો ઉપયોગ પોતાના જીવન અને સંબંધોને બહેતર બનાવવા માટે કરનારા લોકો સૌથી વધુ લાભ મેળવશે, અન્યથા આ સ્થિતિ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી શકી હોત. જીવનનું આયોજન કરવું, તમારા વ્યક્તિત્વમાં કૃતજ્ઞતા અને ધીરજનો ભાવ કેળવવાથી તમારા માટે એક નવી જ ક્ષિતિજ ખૂલશે.

પરિવર્તન લાવવા કરતાં પરિવર્તનને જાળવી રાખવું મુશ્કેલ છે. લોકો સાથે મજબૂત અને આનંદપ્રદ સંબંધો રાખવાનો અર્થ એ નથી કે સંઘર્ષની સ્થિતિ કદીયે નહીં સર્જાય, પરંતુ આ સંઘર્ષનો સામનો કરવાના તમારા અભિગમમાં જરૂર ફરક પડી શકે છે.

જો આવી કોઇ સ્થિતિ ઉદ્ભવે, તો રેસ્ક્યૂ પ્લાન ઘડો, તમારી જાતને તથા અન્ય લોકોને વચન આપો કે તમે કદી પણ બળતામાં ઘી નહીં હોમો. આ વિશે વાત કરો. તમારા જીવનમાં લોકોની કિંમત કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.