કુલ્લુ (હિમાચલ પ્રદેશ) : વર્ક ફોર્મ માઉન્ટેન કલ્ચરને લઇને મનાલીના નગ્ગરમાં મિડ આર્ચર્ડ કોટેજના ડિરેક્ટર સાહિલ બચ્ચને જણાવ્યું કે, લોકડાઉનને કારણે હોટલનો વ્યવસાય 6 મહિનાથી સંપૂર્ણપણે બંધ હતો. લોકો પણ ઘરમાં રહીને કંટાળી ગયા હતા. લોકડાઉન ખુલતાની સાથે જ ઘરેથી કામ કરતા લોકો હવે પર્વતો તરફ વળ્યા છે. તેથી અમે પણ વર્ક ફોર્મ માઉન્ટેન અથવા તો કહી થકાય વર્ક ફોર્મ હિલની શરૂઆત કરી છે. IT ક્ષેત્રે કામ કરતા મોટાભાગના લોકો હવે અમારી હોટલમાં આવી રહ્યા છે. લોકોએ એકથી બે મહિના માટે બૂક કરાવ્યું છે.
વર્ક ફ્રોમ માઉન્ટેન પેકેજમાં અમે તેમને ત્રણ ટાઇમનો ભોજન અને wifiની સુવિધાવાળા સેનિટાઈઝ રૂમ આપીએ છીએ. વીકેન્ડ પર માઉન્ટેનની ટ્રિપ કરાવી રહ્યા છીએ. કોરોના સમયગાળા પહેલા લોકો 2થી 3 દિવસ માટે બુકિંગ કરાવતા હતા. જોકે હવે લોકો એક મહિના માટે બુકિંગ કરાવી રહ્યા છે.
શું છે પ્રોટોકોલ
સફરનામા ટ્રાવેલ કમ્યુનિટિના સંચાલક ઇશાંત કામરાએ જણાવ્યું કે, હિમાચલમાં બહારના રાજ્યોથી આવતા લોકોને સરકારના કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આ અંતર્ગત પ્રવાસીઓને હિમાચલ પ્રદેશમાં પ્રવેશ સમયે ગ્રીન રિસીપ્ટ લેવી ફરજિયાત છે. પ્રવાસ દરમિયાન તેમને પાસે તે રિસીપ્ટ રાખવી પડશે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પ્રવાસ માટે ગ્રીન કાર્ડની જોગવાઈ છે. રાજ્યમાં પ્રવેશ માટે ઇ-પાસ જરૂરી છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસ માટે પ્રવાસીઓએ 96 કલાક આગાઉ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. રિપોર્ટ નેગેટિવ હોય ત્યારે જ તમને પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. ICMR લેબમાંથી જ કરાયેલા ટેસ્ટને માન્ય ગણવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડમાં પણ વર્ક ફોર્મ હિલ જોવા મળી રહ્યું છે. મુક્તેશ્વરની ગ્રાન્ડ હિમાલયન હોટલના ડિરેક્ટર રાજુ ગૌતમ કહે છે કે, કોરોનાને કારણે ધંધો બંધ થઇ ગયો હતો.લોકડાઉન ખુલ્યા પછી પણ થોડા ટૂરિસ્ટ આવી રહ્યા છે. તેમાંથી મોટાભાગના લોકો હોટલોમાં ઓફિસનું કામ કરે છે. લોકો 2થી 3 મહિના સુધી બુકિંગ કરાવી રહ્યા છે.