લખનઉઃ અમેઠીની 2 મહિલાએ પોતાના ગામના 2 ગુંડાઓથી કંટાળી વિધાનસભાની સામે પોતાને આગ ચાંપી દીધી હતી. આગથી દાઝી ગયેલી મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર છે. બન્ને પીડિતા અમેઠી જિલ્લાના જામુ ગામની રહેવાસી છે. મળતી માહિતી મુજબ ગામની ગુંડાઓ બન્ને મહિલાઓને જમીન માટે હેરાન કરતા હતા. આ ઉપરાંત મહિલાએ આક્ષેપ કર્યો કે, સ્થાનિક પોલીસ પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરતી નથી.
મહિલાએ આગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
અમેઠી જિલ્લામાં ગુંડાઓ અને પોલીસને સાંઠ-ગાંઠ વચ્ચે પીડિત મહિલાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અવાર-નવાર પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતાં પણ મહિલાઓેને ન્યાય મળતો નથી. જેથી મહિલાઓએ શુક્રવારે વિધાનસભાના ગેટ નંબર-3 સામે પોતાને આગ ચાંપી કરી હતી. જેમાં એક મહિલાની હાલત ગંભીર છે.
કમિશ્નરે ગણાવ્યું ષડયંત્ર
આ અંગે કમિશ્નર સુજીત પાંડેએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, મહિલાઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. AIMIM અને કોંગ્રેસ દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ કેસમાં 4 લોકો સામે FIR નોંધવામાં આવી છે. જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અનૂપ પટેલ, અસ્મા, સુલતાન અને AIMIM અમેઠી જિલ્લા પ્રમુખ કાદિર ખાનનો સમાવેશ થાય છે.