ETV Bharat / bharat

મુંબઈના વસઈ રોડ સ્ટેશનથી વડોદરા સુધી મહિલાઓએ ચલાવી ગુડ્ઝ ટ્રેન, ઈતિહાસમાં પ્રથમ ઘટના - Vadodara Railway Station

પશ્ચિમ રેલવે રૂટ પર પ્રથમ વખત આખી માલગાડીનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મંગળવારે મુંબઈના વસઈ રોડ સ્ટેશનથી રવાના થયેલી ટ્રેન બુધવારે વડોદરા પહોંચી હતી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે આ ઘટનાને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે.

મહિલા ટ્રેન ડ્રાઈવર
મહિલા ટ્રેન ડ્રાઈવર
author img

By

Published : Jan 7, 2021, 7:29 PM IST

Updated : Jan 7, 2021, 9:15 PM IST

  • મુંબઈના વસઈ રોડ સ્ટેશનથી વડોદરા સુધી મહિલાઓએ ચલાવી ગુડ્ઝ ટ્રેન
  • આ ઘટના મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ: પશ્ચિમ રેલવે જનરલ મેનેજર
  • ગુડ્ઝ ટ્રેનનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું

મુંબઈ: પશ્ચિમ રેલવે રૂટ પર પ્રથમ વખત આખી માલગાડીનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મંગળવારે મુંબઈના વસઈ રોડ સ્ટેશનથી રવાના થયેલી ટ્રેન બુધવારે વડોદરા પહોંચી હતી. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે આ ઘટનાને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટના પશ્ચિમ રેલવે માટે યાદગાર ઘટના અને અવિસ્મરણીય દિવસ હતો. દેશની અન્ય મહિલાઓ માટે આ અનુસરણ કરવા યોગ્ય ઘટના છે.

રેલવે પ્રધાને મહિલા લોકો પાયલટને બિરદાવી

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે, 5 જાન્યુઆરી 2021ના ​​રોજ વસઈ રોડથી વડોદરા સુધી જનારી ગુડ્ઝ ટ્રેનને લોકો પાઇલટ કુમકુમ સૂરજ ડોંગરે અને સહાયક લોકો પાઇલટ ઉદિતા વર્મા અને ગુડ્ઝ ગાર્ડ અકાંક્ષા રાય દ્વારા સંચાલિત કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલવે માટે આ પ્રકારની પહેલી ઘટના છે, જ્યારે આખી મહિલા ક્રૂ દ્વારા એક ગુડ્ઝ ટ્રેન ચલાવવામાં આવી છે. સુમિત ઠાકુરે જણાવ્યું કે, ગાર્ડ અને લોકો પાઇલટ્સના કામની મુશ્કેલ પ્રકૃતિને કારણે ખૂબ જ ઓછી મહિલાઓ આ હોદ્દા પર નોકરી માટે આગળ આવે છે. આ ઉપલબ્ધિ અન્ય મહિલાઓને ભારતીય રેલવેમાં પડકારજનક નોકરીઓ માટે પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

સુમિત ઠાકુરે જણાવ્યું કે, હવે આપણા દેશની મહિલાઓ પડકારજનક નોકરીઓ સ્વીકારવા અને ઘરેલુ કામકાજની મર્યાદાથી આગળ પોતાની ક્ષમતા સાબિત કરવા માટે તૈયાર છે. પશ્ચિમ રેલવે આ બહાદુર મહિલા કર્મચારીઓની હિંમત અને નિશ્ચયને સલામ કરે છે.

Last Updated : Jan 7, 2021, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.