ETV Bharat / bharat

આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ, જાણો મહિલા અને બાળવિકાસ વિભાગની મહત્‍વની યોજનાઓ...

ભારત સરકાર 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવે છે. સરકાર બાલિકાઓના સર્વાંગિક વિકાસ કરવા સરકાર વિવિધ યોજનાઓ બનાવી રહી છે. આ યોજનાઓના લાભ સીધો મહિલા તેમજ બાળકોને થઈ રહ્યો છે. મહિલા અને બાળવિકાસ વિભાગ કામગીરી અને વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત અહેવાલ

Women and Child Development Projects
મહિલા અને બાળવિકાસ વિભાગની મહત્‍વની યોજનાઓ
author img

By

Published : Jan 24, 2020, 12:19 PM IST

Updated : Jan 24, 2020, 1:20 PM IST

ભારતીય બંધારણ સાર્વભૌમત્ત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. આ બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક્ક આપ્‍યા છે. જાતિય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. બંધારણે મહિલાઓને સમાન હક્કો મળી રહે તે માટે મહિલાઓની તરફેણમાં સકારાત્‍મક ભેદભાવ કરવાની સત્તા રાજ્‍યને આપી છે.

રાજ્‍ય સરકારનો મહિલા અને બાળવિકાસ વિભાગ મહિલા અને બાળકોના કલ્‍યાણ, સશક્‍તિકરણ અને ઉદ્ધાર માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાના નેજા હેઠળ ચાલે છે. ૧૯૭૫માં ભારત સરકારે સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાનો પ્રારંભ કર્યો હતો. આજે આ સેવાનો વ્‍યાપ સમગ્ર દેશમાં છે. આ યોજનાનો લાભ ૩૫ રાજ્‍યોમાં સાડા ત્રણ કરોડ બાળકોને મળી રહ્યો છે. આ યોજનાનો લાભ દેશની છાસઠ લાખ સગર્ભા મહિલાઓને મળી રહ્યો છે.

મહિલા અને બાળકોના કલ્‍યાણ માટે કુટુંબ કલ્‍યાણ, શિક્ષણ, આરોગ્‍ય, પોષણ, આરોગ્‍ય શિક્ષણ, ન્‍યાય અને સમાનતા જેવા મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું આવશ્‍યક છે. ઘરેલુ હિંસા, મહિલાને મિલકતનો અધિકાર, દહેજ પ્રતિબંધ, જાતિય સતામણી સામે રક્ષણ અને મહિલાઓનું અશ્‍લિલ ચિત્રણ જેવી મહિલાઓને સ્‍પર્શતી સમસ્‍યાઓના ઉકેલ માટે વિભાગ સક્રિય છે. મહિલા અને બાળવિકાસ વિભાગ નવજાત શિશુઓને પોષણ અને બાળકોના આરોગ્‍યની સંભાળ જેવી બાબતોનું નિરિક્ષણ કરે છે, જરૂર જણાય ત્‍યાં પગલાં લે છે.

આ વિભાગ મહિલાઓ સામે રાખવામાં આવતાં ભેદભાવ દુર કરવાનું અને તે મુદ્દે સંવેદનશીલતા કેળવવાનું કાર્ય કરે છે. તે મહિલાઓને વિવિધ યોજનાઓમાં જોડવાનું કામ કરી સમાજના મુખ્‍ય પ્રવાહમાં ભેળવવાનું કામ કરે છે. મહિલાઓ માટે જાતીય સમાનતા ઉભી કરવાની મહત્‍વની જવાબદારી આ વિભાગ નીભાવે છે. મહિલા અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં વિભાગની ચાવીરૂપ ભૂમિકા છે. વિભાગ તેમના સશક્‍તિકરણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાનું અને જાગૃત્તિ ઉભી કરે છે.

મહિલાઓ માટે જાતીય સમાનતા સર્જવાની જવાબદારી સર્વાગી વિકાસ પ્રક્રિયાનો આધાર જાતિય સમાનતા :

સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્‍તિકરણ

વિચારો, અભિવ્‍યક્‍તિ, માન્‍યતા, શ્રદ્ધા અને ધર્મનું સ્‍વાતંત્ર્ય

તક અને દરજ્‍જા ની સમાનતા

મહિલાઓ માટે ન્‍યાય અને સમાનતા, સામાજિક-આર્થિક સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી

મહિલા અને બાળવિકાસ વિભાગ નીચેના વિભાગો હેઠળ કાર્યરત છે :

મહિલા અને બાળ વિકાસ કમિશનર

નિયામક, સમાજ સુરક્ષા

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ (જીડબલ્‍યુઈડીસીએલ)

ગુજરાત રાજ્‍ય મહિલા આયોગ

જેન્‍ડર રિર્સોસ સેન્‍ટર(સ્‍વાયત્ત)

કમિશનર, કેન્‍દ્રીય સમાજ કલ્‍યાણ બોર્ડ

મહિલા અને બાળ વિકાસ વિભાગના લક્ષ્યો

બચત અને રોકાણ મંડળોની રચના કરી શહેરી મહિલાઓને (સીડીએસ) સામુહિક ધોરણે આર્થિક પગભર થવા મદદરુપ બનાવાય છે. ઉપરાંત મહિલા તેમજ બાળ વિકાસ કાર્યક્રમ, બાળકો, યુવા અને મહિલાઓ માટે પુસ્‍તકાલય, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક તેમજ સ્‍વાસ્‍થ્યથી જોડાયેલા મુદ્દાના વિકાસની પહેલ રાજ્યમમાં કરવામાં આવી છે.

ગુજરાત મહિલા અને બાળવિકાસ વિભાગની શૈક્ષણિક યોજનાઓ

કન્યા કેળવણી પથ

શિક્ષિત બાલિકા

બાળ પ્રવેશ

મધ્યાહન ભોજન યોજના

નિરોગી બાળ

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના

વિદ્યાદીપ યોજના

શિક્ષણ પ્રશિક્ષણ અને દૂરના શિક્ષણ પ્રશિક્ષણનાં કાર્યક્રમ

મહાત્મા ગાંધીજી માનતા કે, જો એક છોકરો શિક્ષિત બનશે તો સમાજને એક જ બાળક શિક્ષિત મળશે, પરંતુ જો એક બાલિકા શિક્ષિત બવશે તો એક આખો પરિવાર શિક્ષિત બનશે. સામાજીક, આર્થિક વિકાસ માટે શિક્ષણમાં સુધારો લાવવો અને લોકોની માનસિકતામાં ક્રાંતિકારી વિચાર લાવવો જરૂરી છે.

મહિલા અને બાળ વિકાસની યોજનાઓ અને પહેલ

ભારતીય બંધારણ સાર્વભૌમત્ત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. આ બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક્ક આપ્‍યા છે. જાતિય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. બંધારણે મહિલાઓને સમાન હક્કો મળી રહે તે માટે મહિલાઓની તરફેણમાં સકારાત્‍મક ભેદભાવ કરવાની સત્તા રાજ્‍યને આપી '

મહિલા અને બાળવિકાસ વિભાગની મહત્‍વની યોજનાઓ

પહેલ

સમાજમાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓને અસમાનતાનો સામનો કરવો પડે છે.સ્ત્રી-પુરુષનું પ્રમાણ, સામાજિક માળખું, ઘરે અને કામના સ્‍થળે જાતીય હિંસા, શિક્ષણનું નીચું પ્રમાણ, આરોગ્‍ય અને પોષણનો અભાવ, આમ અનેક મોરચે મહિલાઓએ સહન કરવું પડે છે. ગુજરાતે મહિલાઓને સુશિક્ષિત - સુરક્ષિત અને જાગૃત્ત બનાવવા જેન્‍ડર ઈક્‍વાલિટી પોલીસી(જીઈપી) ઘડી છે. મહિલા અને બાળવિકાસ વિભાગે મહિલા અને બાળકોની સ્‍થિતિ સુધારવા માટે યોજનાઓને અમલી બનાવી છે, રાજ્ય સરકારે નવી પહેલ કરી છે.

બેટી બચાવો- માતૃ વંદના યાત્રા

પ્રગતિશીલ ગુજરાત જાતીય ભેદભાવના મામલે ગૌરવ લઈ શકે તેવી સ્‍થિતી નથી. રાજ્‍યમાં જાતી પ્રમાણ (દર એક હજાર પુરુષે સ્ત્રીની સંખ્‍યા) શરમજનક હતી. સને ૧૯૯૧માં દર એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્‍યા ૯૨૮ હતી, જે ૨૦૦૧માં ઘટીને ૮૭૮એ પહોંચી. આ પરિસ્‍થિતિને પહોંચી વળવા રાજ્‍યએ અનેકવિધ પગલાં લીધા. તેમાં સૌથી મહત્‍વપૂર્ણ પગલું એટલે બેટી બચાવો ઝુંબેશ. ૨૦૦૫ના વર્ષમાં વિશ્વ મહિલા દિવસે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આ ઝુંબેશનો આરંભ કર્યો. જેન્‍ડર રિસોર્સ સેન્‍ટર આ ઝુંબેશમાં સક્રિય ભાગીદાર બની રહ્યું. જેન્‍ડર ઈસ્‍યુનું દસ્‍તાવેજીકરણ અને પ્રકાશનનું કાર્ય કરતી જેન્‍ડર રિસોર્સ સેન્‍ટર એજન્‍સી આવા સંવદનશીલ મુદ્દે સમાજનો દ્રષ્‍ટીકોણ બદલવામાં મહત્‍વની ભૂમિકા ભજવી રહી છે, તેથી જ આ ઝુંબેશમાં તેને ભાગીદાર બનાવવામાં આવી.

બાલિકા સમૃદ્ધિ યોજના

મહિલા અને બાળવિકાસ વિભાગની બાલિકા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ દીકરી અને તેની માતા પ્રત્‍યે કુટુંબનો અને સમાજનો દ્રષ્‍ટીકોણ બદલવાનો છે. કન્‍યાઓનો શાળા પ્રવેશ થાય અને તેનું શિક્ષણ સતત ચાલું રહે તે માટે પણ આ વિભાગ સતત પ્રયતનશીલ છે. કન્‍યાઓના બાળલગ્ન અટકાવવા તેમ જ સામાજિક- આર્થિક- શૈક્ષણિક રીતે પછાત કન્‍યાઓને સહાય કરવી એ મહિલા અને બાળવિકાસ વિભાગની પ્રાથમિકતા છે. ૧૫ ઓગસ્‍ટ, સને ૧૯૯૭ પછી જન્‍મેલી બાળકીના કુટુંબને ૫૦૦ રૂપિયા સહાય કરવામાં આવે છે. નેશનલાઈઝ બેન્‍કમાં અથવા પોસ્‍ટ ઓફિસમાં આંગણવાડી કાર્યકર્તાની મદદથી આ ખાતું ખોલી કન્‍યાને આર્થિક સહાય કરવામાં આવે છે. જ્‍યારે કન્‍યા શિક્ષણ મેળવતી થાય ત્‍યારે તેના ખાતામાં ત્રણ સો રૂપિયા જમા થાય છે. આ ઉપરાંત કન્‍યાને ૧,૦૦૦ રૂપિયાની સ્‍કોલરશીપ પણ આપવામાં આવે છે. જ્‍યારે કન્‍યા લગ્ન કરવાની ઉંમરે પહોંચે ત્‍યારે કન્‍યા આ રકમ મેળવવા હક્કદાર બને છે.

નારી- ગૌરવ નીતિ - મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા

સને ૨૦૦૨માં ગુજરાત સરકારે નારી ગૌરવ નીતિ ઘડી કાઢવાનું નક્કી કર્યુ. રાજ્‍ય સરકારના વહીવટીતંત્રના વિવિધ વિભાગોમાં મહિલાઓનું ગૌરવ જળવાય તે હેતુથી આ નીતિ ઘડવામાં આવી. આ નીતિમાં એક ચોક્કસ કાર્ય યોજના ઘડવામાં આવી છે. તેમ જ તેની દેખરેખ માટેની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. આ નીતિ જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રને લાગુ પડે છે. રાજ્‍યમાં આ નીતિના અમલ માટે જેન્‍ડર રિસોર્સ સેન્‍ટર ટેકનિકલ માહિતી પુરી પાડે છે. જાતિય સમાનતાના વિવિધ પાસાઓના અભ્‍યાસ માટે વિવિધ કાર્ય જુથ રચવામાં આવ્‍યા છે. આ કાર્ય જૂથો વચ્‍ચે સતત વિચારોનું આદાન પ્રદાન થતું રહે છે.

આ કાર્ય માટે ખાનગી ક્ષેત્રોની દેખરેખ નીચે પણ કરવામાં આવે છે. લિંગ સ્‍વાયત્તા સંશાધન કેન્‍દ્ર રાજ્ય જોરે કાર્ય માટે યોગ્‍ય નીતિ અને ટૅકનોલોજી પૂરૂં પાડે છે. કાર્ય સમૂહોના ગઠન અને વિચાર વિમર્શો કરવામાં આવે છે અને ભૌતિક સમાનતા માટેની પહલ કરવામાં આવે છે.

કિશોરી શક્તિ યોજના( કિશોરાવસ્થા શક્તિ અને જાગૃતિ)

સંકલિત બાળવિકાસ યોજના હેઠળ સને ૨૦૦૦-૦૧માં કિશોરી-શક્‍તિ યોજનાનો પ્રારંભ થયો હતો. શહેરી અને ગ્રામીણ વિસ્‍તારોમાં આ યોજનાનો અમલ આંગણવાડી કેન્‍દ્ર દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ કિશોરીઓને સ્‍વવિકાસની તક પુરી પાડી કુપોષણમાંથી બહાર કાઢવાનો તેમ જ જાતિયતાના કારણે તેમણે ભોગવવી પડતી તકલીફોમાંથી મુક્‍તિ અપાવવાનો છે. આ યોજનાનો હેતુ ૧૧ થી ૧૮ વર્ષની વયજૂથની કિશોરીઓનું સ્‍વાસ્‍થ્‍ય સુધારવાનો તેમ જ તેમના પોષણનું સ્‍તર સુધારવાનો છે. જે કિશોરીઓ ભવિષ્‍યમાં માતા બનવાની છે તેવી કિશોરીઓનું જૂથ બનાવી આંગણવાડીમાં તેમની શારીરિક તપાસ કરવામાં આવે છે. કિશોરી વાંચતા-લખતાં શીખે અને સ્‍વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે તે માટે તેમને સુસજ્જ કરવામાં આવે છે. કિશોરીઓને ઘર-શિષ્ટાચાર તેમ જ વ્‍યવસાયિક તાલીમ આપવામાં છે. આરોગ્‍ય, સ્‍વચ્‍છતા, પોષણ, કુટુંબ કલ્‍યાણ અને બાળકોની સારસંભાળ જેવા મુદ્દે તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. પોતાનો અને તેના કુટુંબનો વિકાસ થાય તેવા રચનાત્‍મક કાર્યો માટે તેમને પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.

સરસ્વતી સાધના યોજના

ગુજરાતે ડબલ્‍યુસીડીના સહયોગ દ્વારા એક નવી પહેલ કરી છે. આ યોજના માટે એક કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિઓની વિદ્યાર્થીઓને સાઇકલ આપવામાં આવે છે. આઠમા ધોરણથી નીચે ભણતી છોકરીઓ માટે રૂપિયા ૧૫૦૦/- સાઇકલ ખરીદવા માટે આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રાથમિક તેમજ ઉચ્‍ચ શિક્ષણના વિદ્યાર્થીઓને આવાસ અને ભોજનની વ્‍યવસ્‍થા આપવામાં આવે છે.

સ્‍વંયસિદ્ધા યોજના - સાચા અર્થમાં સશક્‍તિકરણ

મહિલાઓના વિકાસ અને સશક્‍તિકરણનો ખરા અર્થમાં સમન્‍વય એટલે સ્‍વંયસિદ્ધા યોજના. સ્‍વંયસિદ્ધા એટલે જેનામાં પોતાનામાં સશક્‍ત થવાનું કૌવત-શક્‍તિ છે તે. ભારત સરકારે સને ૨૦૦૧-૨૦૦૨માં ઈન્‍દીરા મહિલા યોજનાના સ્‍થાને આ યોજના દાખલ કરી હતી. યોજનાનો લાંબાગાળાનો ઉદ્દેશ મહિલાઓના સર્વાંગી વિકાસનો છે. આ ક્ષેત્રમાં ચાલતા કાર્યક્રમોનો લાભ મહિલાઓને મળે તે માટે તેમાં એકસૂત્રતા આણી તેમનું સામાજિક, આર્થિક અને સાંસ્‍કૃતિક રીતે સશક્તિકરણ સધાય તે મુખ્ય ઉદેશ્ય છે. ગુજરાતનો મહિલા અને બાલવિકાસ વિભાગ ગ્રામીણ મહિલાઓમાં કરકસરની કળા વિકસાવી તેમને સ્‍વનિર્ભર બનાવવાની દિશામાં કાર્યરત છે. આ યોજનામાં મહિલાઓ જન-સમુદાય આધારિત સંશોધનો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે તેમ જ સંગઠન-શક્તિ અને સંગઠનના કામો કેવી રીતે કરી શકે તે અંગે તાલીમબદ્ધ કરવામાં આવે છે. ૨૦ જિલ્લામાં ૧,૭૬૦ ગામડાંઓમાં ૪૩,૨૦૦ મહિલાઓ આ પ્રોજેક્‍ટમાં સહભાગી બની છે. તેમાં ૨,૭૦૦થી વધુ સહયોગીઓ તેમને મદદ કરી રહ્યા છે. આ યોજનાને કારણે ગ્રામીણ મહિલાઓ સમાજના મુખ્‍ય પ્રવાહમાં ભળતી થઈ છે.

વિદ્યાસહાય અને તાલિમ યોજના

રાજ્યમાં ૧૮-૪૦ વર્ષની મહિલાઓ જે અસહાય છે કે વિધવા છે. તેમના આર્થિક સશક્તિકરણ માટે આ યોજના બનાવવામાં આવે છે. આ યોજના હેઠળ રૂપિયા ૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે જે તેમને સ્‍વનિર્ભર બનાવવા માટે મદદ કરે છે. ૧૮-૬૦ વર્ષની મહિલાઓને પોસ્‍ટ ઓફિસના માધ્‍યમથી આર્થિક સહાય કરવામાં આવે છે. તેમના બાળક માટે રૂપિયા ૫૦૦/-ની સહાય પણ કરવામાં આવે છે. (બાળક 18 વર્ષનો થાય ત્યાં સુધી)
અસર કારક પરિબળો અને સિદ્ધિઓ

નારી અદાલત

મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલ નારી અદાલતો ગુજરાતના ૧૯ થી વધારે જિલ્‍લાઓમાં કાનૂની ન્‍યાય ક્ષેત્રે કામ કરી રહી છે. આ અદાલતો મહિલાઓને હિંસા, બળાત્‍કાર, છૂટાછેડા અને દહેજની માંગ જેવા વિષયો પર યોગ્‍ય ન્‍યાય અપાવવા માટે કામ કરે છે. કાનૂની મંચના રૂપમાં સ્વયંસેવી સંસ્‍થાઓ ઝડપથી આ બધા કિસ્સાઓમાં પોતાની સકારાત્મક ભૂમિકા દ્વારા પરિણામલક્ષી પગલાં ભરે છે. આ સંસ્‍થાઓ દ્વારા ગ્રામિણ મહિલાઓને પડતી મુશ્‍કેલીનો સામનો કરવો પડતો નથી. નાણાકીય વ્યય, સમય, કાનૂની પ્રક્રિયા, ઓછા સંસાધનોથી ઘેરાયેલી મહિલાઓને પહેલા ઉપેક્ષાનો સામનો કરવો પડતો હતો. જે હવે કરવો પડતો નથી.

2018માં કિશોરીઓના વય જૂથ આધારે વિવિધ પ્રકારની શાળાઓમાં પ્રવેશ(ટકાવારમાં)
વયજૂથ સરકારી ખાનગી અન્ય શાળાએ ન જતા હોય કુલ
7થી 10 89.3 10.2 0.1 0.4 100
10થી 14 85.3 11 0.1 3.6 100
15થી 16 57.9 17 0.2 24.9 100

Basic reading by age group and gender 2018 (P 100)

Age group

Girls

who can read

Age group Std ll level text

All

who can read

Age group Std ll level text

Age 8-10

48.1

44.9

Age 11-13

72

68.4

Age 14-16

77.8

77.7

Basic arithmetic by age group and gender 2018

Age group

% Girls

who can do at least

subtraction

% All

who can do at least

subtraction

% Girls

who can do division

% All

who can do division

Age 8-10

38.5

38.2

10.5

11.6

Age 11-13

65.4

64.7

33.6

32

Age 14-16

65.1

64

39.1

39

Of all children who can do subtraction but not division, % children who can correctly answer by age and gender 2018

Age

% Girls

Calculating time

% Girls

Applying unitary

method

% Girls

Financial decision

making

% Girls

Calculating discount making

Age 14

18.2

17.7

15.8

4.9

Age 15

34.7

27.6

12.6

6.8

Age 16

26

37.2

14.4

1.5

Age 14-16

26.5

26.5

15.4

5

Of all children who can do division, % children who can correctly answer by age and gender 2018

Age

% Girls

Calculating time

% Girls

Applying unitary method

% Girls

Financial decision making

% Girls

Calculating discount

Age 14

28.2

45.2

27.1

14.7

Age 15

33.8

51.3

21.4

8.2

Age 16

36.3

39.6

24.5

11.5

Age 14-16

32.2

45.5

24.6

11.8

Trends over time % Schools with selected facilities (P101)

Girls

Toilet

No separate provision for girls’ toilet

2.6

Separate provision but locked

1.1

Separate provision, unlocked but not usable

8.8

Separate provision, unlocked and usable

87.4

Total

100

Intro:Body:

blank

Conclusion:
Last Updated : Jan 24, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.