નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ હવે કેરળ ગોલ્ડ સ્મલિંગ કેસની તપાસની જવાબદારી ઉપાડી છે. આ કેસની તપાસની જવાબદારી મળતાં જ NIA દ્વારા આરોપી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
NIA હવે કેરળ ગોલ્ડ દાણચોરી મામલાની તપાસનો હવાલો સંભાળી લીધો છે. આ કેસની તપાસની જવાબદારી આવતા જ એનઆઈએએ આરોપી સામે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં મુખ્યત્વે સારિથ, સ્વપ્નપ્રભા સુરેશ, ફાજિલ ફરીદ અને સંદિપ નાયરના નામ છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ એનઆઈએએ આ આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ કેસ દાખલ કર્યો છે. એનઆઈએએ હવે ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર જપ્ત કરાયેલા 30 કિલો સોનાની તપાસ હાથ ધરી છે. એનઆઈએએ આ કેસના સંબંધમાં એફઆઈઆર નોંધી છે.