મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બંગલા 'વર્ષા' પર તૈનાત એક મહિલા પોલીસકર્મી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસકર્મી સંક્રમિત થયા બાદ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
પાયધુની પોલીસ સ્ટેશનમાં તૈનાત એક મહિલા સહાયક પોલીસ નિરીક્ષકને સુરક્ષા માટે CM ઉદ્ધવ ઠાકરેના બંગલામાં તૈનાત કરાઈ હતી. મહારાષ્ટ્રમાં વધાતા કોરોના કેસના કારણે તમામ કર્મચારીઓની મેડીકલ તપાસ કરાઈ હતી. તે દરમિયાન આ મહિલા પોલીસકર્મીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે.