- યુવતી સાથે પાંચ લોકોએ દુષ્કર્મ આચર્યું
- દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓ યુવતીને મોલની બહાર ફેંકીને ફરાર
- આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા
પંજાબ : લુધિયાણા શહેરમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં એક યુવતીને બહાનું બતાવીને બોલાવ્યા બાદ તેના પર 5 આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
મહેંદી લગાવવાના બહાને પીડિતાને બોલાવી આચર્યું દુષ્કર્મ
પીડિતા લુધિયાણાના એક ગામની રહેવાસી છે. પીડિતા લગ્નમાં મહેંદી લગાવી આપવાનું કામ કરે છે. આરોપીઓ દ્વારા મહેંદી લગાવવાના બહાને આ યુવતીને શહેર બહાર એક મોલ પાસે બોલાવવામાં આવી હતી. જ્યાં આરોપીઓ તેને મંડિયાની ગામ પાસે આવેલા એક મકાનમાં લઇ ગયા હતા. જ્યાં પાંચ લોકોએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ આ યુવતીને એક મોલની બહાર ફેંકીને ફરાર થઇ ગયા હતા.
આરોપીઓની ઓળખ થઇ
દાખા પોલીસ મથકના DSP ગુરબંસ સિંહ બૈંસના જણાવ્યા અનુસાર, યુવતિને મેડિકલ તપાસ કરાવવા માટે લુધિયાણા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. આરોપીઓની ઓળખ થઇ ગઇ છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.