ઉત્તરપ્રદેશઃ લુધિયાણાથી અકબરપુર જતી શ્રમિક ટ્રેનના એક ડબ્બામાંં 55 વર્ષની વૃદ્ધ મહિલાનું મોત થયું છે. આ સાથે જ ટ્રેનમાં ભયનો માહોલ ફેલાયો હતો. તે ડબ્બામાં સવાર તમામ 75 યાત્રીઓના ક્વોન્ટાઈન કરી તેમના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે.
શ્રમિક એક્સપ્રેસ ટ્રેન લુધિયાણાથી યાત્રીઓને લઈ અકબરપુર પહોંચી હતી. જેમાં કુલ 1338 યાત્રીઓ સવાર હતાં. આ સમયે 11 નંબરના ડબ્બામાં 75 શ્રમિકો સવાર હતાં, જેમાંથી એક 55 વર્ષીય વૃદ્ધ મહિાલનું મોત થયું છે. જેના મૃતદેહને અંબાલા રેલવે સ્ટેશન પર ઉતારી પ્રશાસનને આપવામાં આવી હતી. આ સાથે જ તે ડબ્બામાંં સવાાર યાત્રીઓને ક્વોરનટાઈન કરવામાં આવ્યાં છે.
આ સાથે તમામ શ્રમિકોના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે. જ્યાં સુધી તે લોકોનો રિપોર્ટ નહી આવે ત્યાં સુધી શ્રમિકોને ઘરે જવા દેવામાં આવશે નહી.