નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન મુજબ, એક દિવસમાં કોરોનાના 2,889 નવા કેસ નોંધાયા છે. ત્યારે, છેલ્લા 24 કલાક દરમિયાન કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યામાં પણ 106 નો વધારો થયો છે.
27 જૂનના હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં 315 કન્ટેન્મેન્ટ ઝોન હતા, પરંતુ આગળના દિવસે દિલ્હી સરકારે મોકલેલા કન્ટેન્મેન્ટ ઝોનની સૂચિ મુજબ, દિલ્હીમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા હવે વધીને 421 થઈ ગઈ છે. આ સૂચિ મુજબ 21 જૂનથી દિલ્હીમાં 175 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હીના જુદા જુદા જિલ્લાઓની વાત કરીએ તો, મહત્તમ કન્ટેન્મેન્ટ ઝોન દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં છે. અહીં 80 જગ્યાઓને કોરોના હોટસ્પોટ એરિયા જાહેર કરાયો છે. ઉપરાંત, ઉત્તર દિલ્હીમાં 59, નવી દિલ્હીમાં 21, ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં 28, પશ્ચિમ દિલ્હીમાં 25, દક્ષિણ પૂર્વ દિલ્હીમાં 32, દક્ષિણ દિલ્હીમાં 56, શાહદરામાં 38, પૂર્વ દિલ્હીમાં 33, ઉત્તર પૂર્વ દિલ્હીમાં 9 અને સેન્ટ્રલ દિલ્હીમાં 40 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.
કન્ટેન્મેન્ટ ઝોનમાં કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થતા તે એરિયાને ડી-કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 87 ડી-કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલી વી.કે.પૌલ સમિતિ અનુસાર, દિલ્હી સરકારે નવો કોવિડ રિસ્પોન્સ પ્લાન તૈયાર કર્યો છે અને આ પ્રમાણે કન્ટેન્મેન્ટ ઝોનની રી-મેપિંગ અને રી-ડિઝાઇનિંગ કરવામાં આવી રહી છે. આ જ કારણે છેલ્લા કેટલાક દિવસોમાં કન્ટેન્ટ ઝોનની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.