શ્રીનગરઃ અત્યંત કિંમતી અને મૂલ્યવાન કાશ્મીરી પશ્મિના ઉન એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ કાપડ છે. પરંતુ ભારત અને ચીન વચ્ચે લદ્દાખના વિસ્તારોમાં ચાલી રહેલા સરહદ વિવાદને કારણે ઉદ્યોગને ગંભીર જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. 16,400 ફુટથી વધુની ઉંચાઇએ, લદ્દાખના વિશાળ ચાંગથાંગ વિસ્તારોમાં પશુપાલકોનાં 1000થી વધુ પરિવારો રહે છે.
300,000 પશ્મિના બકરાઓને ચરાવવા અને તેમનું ધ્યાન રાખવા આ પશુપાલકો પહેલેથી જ વાતાવરણમાં બદલાતી અસરને કારણે સંઘર્ષ કરી રહ્યાં છે. શિયાળામાં હવે વધુ હાડ થીજવતી ઠંડી પડે છે અને ઉનાળો પહેલા કરતાં વધારે શુષ્ક થઈ રહ્યો છે.
ઘણાં આજીવિકાના અન્ય સાધન શોધવા લદ્દાખના શહેરોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. જે લોકો પાછા નથી આવ્યા તે લોકો હવે પોતાને ભારત અને ચીન વચ્ચે લશ્કરી તણાવમાં ફસાઈ ગયાનો અનુભવ કરી રહ્યાં છે.
સોનમ ત્રેસિંગ, 'ઓલ ચાંગતાંગ પશ્મિના ગ્રોઅર્સ કોઓપરેટિવ માર્કેટીંગ સોસાયટીએ કહ્યું કે, 3 વર્ષમાં જ્યારે નવી બકરીઓ પશ્મિના ઉન આપવાનું ચાલુ કરશે ત્યારે પશ્મિના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે. કારણ કે કેટલીક પરંપરાગત ચરવા માટેની જમીન દર વર્ષે ચીનમાં જઈ રહી છે. આ વર્ષે પણ કાકજુંગ, તુમ ત્સલે, ચુમાર, દામચોક અને કોર્ઝોક નજીકના શિયાળાના મુખ્ય ચરવા માટેના વિસ્તારોમાં પણ ઉત્પાદન ઓછું જોવા મળશે. કારણ કે ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે.'
વધુમાં તેમણે કહ્યું કે, 'તે ભયાવહ છે. પીપલ્સ લિબરેશન આર્મી પહેલા મીટરમાં આપણી બાજુ ઘુસણખોરી કરતી હતી, પરંતુ આ વખતે તેઓ કેટલાક કિલોમીટર અંદર આવી ગયા છે. તે બકરાઓ માટે સંવર્ધનની મોસમ હતી. આ વર્ષે તેમના લગભગ 85 ટકા બચ્ચાઓ મૃત્યુ પામ્યા હતા. કારણ કે મોટા પશુઓ ફેબ્રુઆરીમાં ચરવા માટેની જમીનો છોડીને ઠંડીમાં ધસી આવ્યા હતા.'
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ભારતીય સૈનિકો સંવેદનશીલ ગણાતા પ્રાણીઓને પશુઓને પ્રવેશવા માટે રોકી રહ્યાં હતા, જ્યારે પશુપાલકોએ તેમને કહ્યું હતું કે, ચીની સૈન્ય તિબેટીયન ઉમરાવોને તેમના ચરાવવાના વિસ્તારોમાં દબાણ કરી રહ્યું છે.
આ વ્યવસાય સાથે સંકળાયેલા અડધો ડઝન લોકોએ દાવો કર્યો હતો કે, થોડા વર્ષો પહેલા તેઓ શિયાળા દરમિયાન ચરાવવા માટે સિંધુ નદીને પાર કરતા હતા, હવે ચીન દ્વારા અતિક્રમણ કરવામાં આવતાં વિસ્તારોમાં આવી ગયો છે.
પશુપાલકો સાથે વાતચીત કરવા માટે ભારતીય અધિકારીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા સેટેલાઇટ ફોન પાછલા વર્ષોમાં પાછા ખેંચી લેવામાં આવ્યાં છે.