ઈન્ટરનેશનલ મોનેટરિંગ ફંડના પૂર્વ અર્થશાસ્ત્રી રાજને કહ્યું છે કે, " હું જ્યાં છું ત્યાં ખુબ ખુશ છું. પણ નવા અવસર માટે હું તૈયાર છું." રીઝર્વ બેંકના ગવર્નર રહી ચુકેલા રઘુરામ રાજનને ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે બીજો કાર્યકાળ આપ્યો ન હતો. તેમણે પોતાની નવી બુક 'ધ થર્ડ પિલ્લર'નું મંગળવારે સાંજે વિમોચન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે કહ્યું હતું કે, "હું જ્યા છું, ત્યાં ખુશ છું, પણ જો મારા લાયક કોઈ અવસર આવે છે કે મળે છે તો હું હમેશા તેને સ્વીકારીશ." જો કે હાલ તેઓ શિકાગો યુનિવર્સિટીના બુથ સ્કુલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.
રાજનૈતિક ક્ષેત્રે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો લોકસભા ચૂંટણીમાં તુળમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા અને ટીડીપી જેવા વિપક્ષીદળોનું મહાગઠબંધન જીતે તો અને તેઓ સત્તામાં આવે તો રઘુરામ રાજન નાણાપ્રધાન બની શકે છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે રાજને ગણ્યાગાંઠ્યા અર્થશાસ્ત્રીઓમાંના એક છે અને તેમની પાર્ટીએ ન્યૂનતમ આવક યોજના તૈયાર કરવામાં તેમની સલાહ લીધી હતી.