હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પતિની હત્યા કરવા બદલ એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલાનો પતિ 500 કરોડ રૂપિયાના કૌભાંડમાં આરોપી હતો.
આરોપી મહિલા તમિલનાડુની છે, જેનું નામ સુકન્યા છે. મૃતકનું નામ એમ જોન પ્રભાકરન છે. CIDએ 500 કરોડના કૌભાંડ કેસમાં પ્રભાકરનની ધરપકડ કરી હતી. આ ઘટના પહેલા તે જામીન પર જેલની બહાર હતો.
મૃતક લાંબા સમયથી હૈદરાબાદમાં રહેતો હતો. સુકન્યા 15 જૂને તેની સાથે રહેવા આવી હતી. પરંતુ પ્રભાકરને તેને ઘરેથી જાવા મજબૂર કરી કારણ કે તે અન્ય મહિલા સાથે રહેતો હતો. સુકન્યા આ વાત પર ગુસ્સે હતી, તેથી તેણે પ્રભાકરનની હત્યા કરી હતી.
પોલીસને પ્રભાકરનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો. જ્યારે સુકન્યાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા. કહ્યું કે, પ્રભાકરન લકવાથી પીડાતા હતો અને સૂઈ રહ્યા હતો ત્યારે તેનું મોત નીપજ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને સુકન્યા પર શંકા ગઈ હતી. જ્યારે મલકાજગિરી પોલીસે સુકન્યાને કસ્ટડી માટે પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો હતો.
2012માં, પ્રભાકરનની તામિલનાડુ પોલીસે 500 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં ધરપકડ કરી હતી. પ્રભાકરણને થોડા મહિના પછી જ જામીન મળી ગયા હતા.