અયોધ્યા: આ મામલો કુમારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલા ગામનો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગોકુલા ગામમાં રહેતા જયકરણ યાદવને નોકરી આપવાના બહાને પડોશમાં રહેતી મહિલા કુસુમ યાદવ પંજાબના લુધિયાણા શહેર લઈ ગઇ હતી.
કુસુમ પહેલા લુધિયાણામાં તેના પતિ સાથે રહેતી હતી અને બાદમાં તે તકરારને કારણે પતિથી અલગ થઈ ગઈ હતી, ત્યારબાદ તેણે ગામના જયકરણને પ્રેમમાં ફસાવ્યો અને કામ મેળવવાના બહાને તેને લુધિયાણા શહેર લઈ ગઇ હતી.
મૃતક જયકરણ યાદવની પત્ની શીલમ યાદવે આરોપ લગાવ્યો છે કે, કુસુમે બીજા કેટલાક સાથીઓ સાથે મળીને મારા પતિની હત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર અંતિમ સંસ્કાર કરાઇ દીધા છે. પીડિતાનું કહેવું છે કે, મેં 12 એપ્રિલે મારા પતિ જયકરણ સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન તે બહાર આવ્યું કે, જયશંકરને રૂમમાં બંધ કરી દીધો હતો. અવાજમાં ગભરાટ હતી. આ વાતચીત પછી બીજા દિવસે અચાનક મૃત્યુ થયાની જાણ થઈ હતી.
આ કેસમાં પીડિતા વરિષ્ઠ પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચી હતી અને ન્યાયની વિનંતી કરી હતી. મહિલાની માંગ છે કે, મારા પતિના મૃત્યુના કારણની નિષ્પક્ષ તપાસ અને આ કેસમાં દોષી સાબિત થયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.