મુંબઇ: મહારાષ્ટ્રની મહા વિકાસ આધાડી સરકારમાં સ્પષ્ટ અણબનાવ બહાર આવી રહ્યા છે. મહાગઠબંધનનો ભાગ બનેલી શિવસેનાએ તેની સાથી કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ મંગળવારે પ્રકાશિત પોતાના મુખપત્રમાં પૂછ્યું છે, 'જૂના ખાટલા (કોંગ્રેસ) કેમ અવાજ કરી રહ્યા છે'.
સામનામાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી સારૂ કામ કરી રહી છે. જો કે સમયાંતરે જૂના ખાટલા રહી રહીને કિચૂડ-કિચૂડ અવાજ કરે છે. ખાટલો (કોંગ્રેસ) જૂનો છે, પરંતુ તેની ઐતિહાસિક વિરાસત છે. આ જૂના ખાટલા પર પડખુ ફેરવાનારા ઘણા લોકો છે.
સરકારને સલાહ આપતા આગળ લખવામાં આવ્યું છે કે, “મુખ્યપ્રધાન ઠાકરેને મહાવિકાસ આઘાડી સરકારમાં આવા લોકોને સહન કરવાની તૈયારી રાખવી જોઈએ. કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટને ઉદ્દેશીને જણાવ્યું કે, એક જ ઘરમાં ભાઈ-ભાઈનો ઝઘડો થાય છે. અહીં તો ત્રણ પાર્ટીઓની સરકાર છે. થોડોક તો મતભેદ હશે જ.”
અશોક ચવ્હાણે આપેલા એક ઈન્ટર્વ્યૂ વિશે લખવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં સરકારને કોઈ ખતરો નથી, પરંતુ અમારી વાત સાંભળવામાં આવે.”
સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે, “મુખ્યપ્રધાન તેમની વાત સાંભળે અને નિર્ણય લેશે, પરંતુ કોંગ્રેસ શું કહેવા માંગે છે? થોરાત અને ચવ્હાણ દિગ્ગજ નેતાઓ છે અને તેમને સરકાર ચલાવવાનો બહોળો અનુભવ છે. જો કે તેમણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, આ પ્રકારનો બહોળો અનુભવ શરદ પવાર અને તેમની પાર્ટીના લોકોને પણ છે.”