ETV Bharat / bharat

ચૂંટણી પંચ સામે લડત શા માટે ?

author img

By

Published : Jan 31, 2021, 5:08 PM IST

આંધ્ર પ્રદેશમાં સ્થાનિક પંચાયતોની ચૂંટણી યોજવાનો મામલો એક વર્ષથી ખોરંભે ચડ્યો હતો. આખરે સર્વોચ્ચ અદાલતના આદેશ પછી મામલાનો ઉકેલ આવ્યો છે. ચૂંટણી મતદારોના મેદાનમાં લડવાની હોય છે, તેના બદલે આ મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે બંધારણીય મુદ્દાઓ અંગે લડત જામી હતી. આ સમગ્ર મામલો બતાવે છે કે આંધ્ર પ્રદેશનો શાસક પક્ષ કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ઘણા મુકદ્દમામાં જણાવેલું છે કે રાજ્યોના ચૂંટણી અને કેન્દ્રના ચૂંટણી પંચ બંને પાસે સમાન પ્રકારના અધિકારો છે. રાજ્યમાં પંચાયતોની ચૂંટણી યોજવાનો અધિકાર રાજ્યના ચૂંટણી પંચ પાસે હોય છે. આમ છતાં આ મુદ્દે બિનજરૂરી વિવાદ થયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અટકાવી દેવામાં આવી અને તે મુદ્દે રાજ્ય ચૂંટણી પંચને અધિકાર નથી એવું કહેનારાના હાથ હેઠા પડ્યા છે. સર્વોચ્ચ અદાલતે તેમના કાંડા કાપી નાખ્યા છે. આવી બદનામી માટે તેઓ પોતે જ જવાબદાર છે.

ગયા અઠવાડિયે જ આંધ્ર પ્રદેશની ડિવિઝન બેન્ચે જણાવ્યું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે કયો સમય યોગ્ય છે તે નક્કી કરવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનું જ છે. ચૂંટણીનું આયોજન અને સાથે જ રસીકરણનો કાર્યક્રમ બંને જરૂરી છે એવું અદાલતે જણાવ્યું, પરંતુ આ બંને કાર્યક્રમો સાથેસાથે ચાલી શકી છે એમ પણ જણાવ્યું.

હાઈ કોર્ટના ચુકાદા સામે આંધ્ર પ્રદેશની સરકારે સર્વોચ્ચ અદાલતનો આશરો લીધો હતો. સરકારે એવી દલીલ કરી કે રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક પંચાયતોમાં ચૂંટણી કરવી શક્ય નથી. સુપ્રીમ કોર્ટમાં પણ આંધ્ર સરકારને પછડાટ મળી છે. ન્યાયાધીશોએ સવાલ પૂછ્યો હતો કે શું બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકોને અમારે તેમની ફરજો શું છે તે સમજાવવું પડે. એવું પણ જણાવ્યું કે રોગચાળો વ્યાપક બનેલો હતો ત્યારે સરકારની ઇચ્છા ચૂંટણી યોજવાની હતી, પણ હવે રોગચાળો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે ત્યારે ચૂંટણી માટે અનિચ્છા દર્શાવે છે. સુપ્રીમ કોર્ટના આવા નિરિક્ષણને કારણે આંધ્ર સરકાર માટે નીચાજોણું થયું છે.

સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશની હાઈ કોર્ટે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો અને સાથે જ સવાલો પણ પૂછ્યાહતા કે રાજ્ય ચૂંટણી પંચે કઈ બાબતોમાં અયોગ્ય કાર્યવાહી કરી અને શા માટે અમલદારશાહી તેમની સામે પડી હતી? બચાવ માટે જે દલીલો કરવામાં આવી રહી છે, તેની પાછળ રાજ્ય સરકારનો ઇરાદો જે દેખાઈ રહ્યો છે તે સિવાયનો કશોક છે એવી છાપ ઉપસે છે એવી ટકોર પણ ન્યાયાધીશોએ કરી. બંધારણીય પ્રણાલીઓ સર્વોચ્ચ છે તેમ જણાવીને અદાલતે વધુમાં જણાવ્યું કે ચૂંટણીઓ યોજવા અંગેનો આખરી નિર્ણય કરવાનો અધિકાર માત્ર રાજ્ય ચૂંટણી પંચનો જ છે.

ભારતના બંધારણમાં ધારાગૃહ, વહિવટીતંત્ર અને ન્યાયતંત્રની ત્રણેયની ભૂમિકા સ્પષ્ટપણે વ્યાખ્યાઇત કરવામાં આવી છે. બંધારણમાં ચૂંટણી પંચને ચૂંટણીના આયોજન અંગે વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. કલમ 243 (K) હેઠળ પંચાયતોની ચૂંટણી અંગે સુધારા કરવા માટેનો અધિકાર રાજ્ય સરકારોને આપવામાં આવ્યો છે, પણ તે બંધારણની મર્યાદામાં રહીને જ કરવાનો હોય છે. અને ચૂંટણી યોજવા અંગેનો અધિકાર તો ચૂંટણી પંચ પાસે જ રહે છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાએ હાલમાં જ ઠરાવ પસાર કરીને પંચાયતોની ચૂંટણી યોજવાનો સમયગાળો ત્રણ અઠવાડિયાથી ઘટાડીને બે અઠવાડિયાનો કર્યો હતો.

બંધારણીય પ્રણાલીઓ સ્પષ્ટ દર્શાવે છે કે રાજ્યના ચૂંટણી કમિશનર પંચાયત ચૂંટણીઓ અંગ રાજ્ય સરકાર સાથે ચર્ચા વિચારણા કરે ત્યારે રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂર હોતી નથી. માત્ર આયોજન અંગેની ચર્ચાઓ જ કરવાની હોય છે. આમ છતાં હાલમાં જ આંધ્ર પ્રદેશ વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો કે પંચાયત ચૂંટણીઓ યોજતા પહેલાં રાજ્ય ચૂંટણી પંચે રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી છે. તે પછી એવી સ્થિતિ ઊભી થઈ હતી કે રાજ્ય ચૂંટણી પંચના પંચાયત ચૂંટણી યોજવાના આદેશ પછી રાજ્યની અમલદારશાહી અને કર્મચારીઓ તરફથી અસહકારનું વાતાવરણ ઊભું થયું હતું.

વિધાનસભા અને અમલદારો આ રીતે રાજ્યના ચૂંટણી પંચની સામે અવરોધ ઊભો કરે તેવું ભારતમાં ક્યારેય જોવા મળ્યું નથી. બંધારણીય સંસ્થાઓની કામગીરીને નિયંત્રિત કરવાની નેતાઓની વૃત્તિ લોકશાહી માટે ખતરારૂપ છે. જો શાસનમાં બેઠેલા લોકોની ઇચ્છા પ્રમાણે જ ચૂંટણીઓ યોજવાની હોય તો પછી તંદુરસ્ત લોકતંત્રને જાળવવું મુશ્કેલ બની જાય.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય ચૂંટણી પંચ પોતાની કામગીરી અને પોતાની સત્તાનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરશે તેવી અપેક્ષા છે. અદાલતે આ બાબતમાં અગાઉ ટકોર કરેલી જ છે કે પંચ દ્વારા સત્તાનો દુરુપયોગ થતો હશે તો તેને અટકાવવામાં પણ આવશે. દરેક બંધારણીય સંસ્થાએ બંધારણની મર્યાદામાં રહીને જ કામ કરવાનું છે. લોકતંત્રની જુદી જુદી સંસ્થાઓ વચ્ચે અવિશ્વાસના માહોલમાં ઘર્ષણ થશે તો તેનાથી સમગ્ર તંત્ર પાંગળું બનશે. આવી લડત થાય ત્યારે સૌથી વધુ નુકસાન નાગરિકોને જ થાય છે.
-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.