નવા નાણાપ્રધાન બનવા માટે પિયુષ ગોયલનું નામ એટલા માટે આગળ આવ્યું છે, કારણ કે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં જ્યારે અરૂણ જેટલીની તબિયત ખરાબ હતી, ત્યારે તેમને આ પદ સંભાળ્યું હતું. પિયુષ ગોયલ મોદી સરકારનું આખરી બજેટ રજૂ કર્યું હતું. જેથી નવા નાણાપ્રધાનની રેસમાં તેમનું નામ સૌથી પહેલું છે.
પિયુષ ગોયલનું નામ ભલે સૌથી આગળ હોય પણ હાલ તે નક્કી નથી. એવા કેટલાક નામો પણ સામે આવી રહ્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહનું નામ પણ નાણાપ્રધાન પદે ચર્ચામાં છે. ખરેખર જોવા જઈએ તો નાણાપ્રધાનનું પદ એ સરકારમાં બીજા નંબરનું પદ માનવામાં આવે છે. જો અમિત શાહ સરકારનો હિસ્સો બને તો તેમને નાણાપ્રધાન અથવા ગૃહપ્રધાન બનાવવામાં આવી શકે છે.
તો આ રેસમાં ત્રીજુ નામ નિર્મલા સીતારમનનું પણ આવી રહ્યું છે. હાલમાં તો તેઓ રક્ષાપ્રધાન છે, પરતું જો આ વખતે તેમનું મંત્રાલય બદલાય તો તેમને નાણા ખાતું આપી શકે છે. મોદી સરકારમાં તેમણે કોર્પોરેટ મંત્રાલયની જવાબદારી પણ સંભાળી હતી, જેથી તેમનું નામ ચર્ચામાં છે.તો આ બાબતે શેયરબજારોમાં પણ ચર્ચા થઇ રહી છે અને અલગ અલગ નામો સામે આવી રહ્યા છે.