જીનિવા: વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)એ બુધવારે કોવિડ-19 સામે લડવામાં મદદરૂપ થવા માટે બે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી.
પ્રથમ એપ WHO એકેડેમી આરોગ્ય કાર્યકરોને મહામારી દરમિયાન તેમનાં જીવનનું રક્ષણ કરવાનાં કૌશલ્યોને સહાય કરવા માટે તૈયાર કરવામાં આવી છે, જ્યારે બીજી એપ WHO ઇન્ફો સામાન્ય જનતાને માહિતી પૂરી પાડશે.
-
#IndiaFightsCorona | @moayush presents the “#AyushSanjivani” mobile application for understanding the measures adopted by public for enhancing immunity and keeping themselves healthy in the difficult #COVID19 situation. #DigitalIndia
— Digital India (@_DigitalIndia) May 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Download now: https://t.co/P8l6WwNHyF… pic.twitter.com/dJVxCjFzqg
">#IndiaFightsCorona | @moayush presents the “#AyushSanjivani” mobile application for understanding the measures adopted by public for enhancing immunity and keeping themselves healthy in the difficult #COVID19 situation. #DigitalIndia
— Digital India (@_DigitalIndia) May 13, 2020
Download now: https://t.co/P8l6WwNHyF… pic.twitter.com/dJVxCjFzqg#IndiaFightsCorona | @moayush presents the “#AyushSanjivani” mobile application for understanding the measures adopted by public for enhancing immunity and keeping themselves healthy in the difficult #COVID19 situation. #DigitalIndia
— Digital India (@_DigitalIndia) May 13, 2020
Download now: https://t.co/P8l6WwNHyF… pic.twitter.com/dJVxCjFzqg
WHO એકેડેમી એપ થકી હેલ્થ વર્કર્સ WHO દ્વારા વિકસાવાયેલાં કોવિડ-19 અંગેનાં જ્ઞાનનાં સંસાધનો પ્રાપ્ત કરી શકે છે, જેમાં તાજેતરના માર્ગદર્શન, ટૂલ્સ, તાલીમ અને વર્ચ્યુઅલ વર્કશોપ્સનો સમાવેશ થાય છે, જે તેમને કોવિડ-19ના દર્દીઓની સંભાળ લેવામાં અને સ્વયંનું રક્ષણ કરવામાં મદદરૂપ નીવડશે, તેણ એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
"આ નવી મોબાઇલ એપ સાથે WHO સર્વત્ર કાર્યરત હેલ્થ વર્કર્સના હાથોમાં શિક્ષણ અને જ્ઞાનના આદાન-પ્રદાનની શક્તિ સોંપી રહ્યું છે," તેમ WHOના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એધેનોમ ઘેબ્રિયેસસે જણાવ્યું હતું.
આ એપ 20,000 વૈશ્વિક હેલ્થ વર્કર્સના સર્વેના આધારે તૈયાર કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના હેલ્થ વર્કર્સે મહામારી સામે સ્વયંને સજ્જ કરવા માટે વર્ચ્યુઅલ શિક્ષણની હિમાયત કરી હતી.
આ દરમિયાન WHO ઇન્ફો વિશ્વભરનાં લાખો લોકોને કોવિડ-19ને લગતા છેલ્લામાં છેલ્લા સમાચાર અને ગતિવિધિ પૂરી પાડે છે.
WHOની પહેલ અને રસી તથા દવાઓની શોધ અંગેની માહિતી ઉપરાંત આ એપ કોરોનાવાઇરસના કેસોની સંખ્યાને પણ સતત અપડેટ કરે છે.
બંને એપ્લિકેશન એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર, એ બંનેમાંથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.