વિંગ કમાંન્ડર અભિનંદનને અટારી-વાઘા બોર્ડર સુધી ચલાવીને લાવ્યા હતા. તે સમયે એ મહિલા પણ તેમની સાથે ચાલીને આવી હતી. આ મહિલા પાયલટ કમાંન્ડર અભિનંદનની ના તો પત્નિ હતા કે ન તો તેમની કોઇ સંબંધી. આ મહિલા પાકિસ્તાન વિદેશ વિભાગમાં ભારતીય મામલાની ડાયરેક્ટર છે. જેનુ નામ ડૉ. ફરિહા બુગતી છે. ફરિહા બુગતી પાકિસ્તાન વિદેશ સેવા (FSP)ની અધિકારી છે. જે ભારતીય વિદેશ સેવા (IFS)ને સમકક્ષ છે.
મહત્વનું છે કે ડૉ. ફરિહા બુગતી ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના કેસ સાથે પણ જોડાયેલા છે. ગત વર્ષે જ્યારે જાધવના માતા અને પત્નિ તેને મળવા પાકિસ્તાન ગયા હતાં, ત્યારે પણ ડૉ. ફરિહા બુગતી ત્યાં હાજર હતાં.