ન્યૂઝ ડેસ્ક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની વાતો કરવાનું શરૂ કર્યું છે, જેથી ભારત મેન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં શક્તિશાળી દેશ બની શકે. વિશ્વ સામે કોરોના સંકટ આવ્યું છે ત્યારે તેનો લાભ લઈને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું સપનું છે. આ માટે જ મન કી બાત કાર્યક્રમમાં તેમણે આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપ્યું હતું.
વડા પ્રધાને નવા વર્ષના સંકલ્પ તરીકે સૌ કોઈને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનું પ્રણ લેવા જણાવ્યું હતું. માત્ર ભારતીય ઉત્પાદનો જ ખરીદવા માટ તેમણે સંકલ્પ લેવાનું કહ્યું. તેમણે ભારતીય ઉદ્યોગો અને ઉત્પાદન એકમોને પણ હાકલ કરી કે આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્પાદનો તેમણે તૈયાર કરવા પર ધ્યાન આપવું જોઈએ. દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું સાકાર કરવા માટે પોતાની ભૂમિકા ભજવવા માટે વડા પ્રધાને લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને - એમએસએમઈને પણ અપીલ કરી હતી.
કોરોના સંકટને કારણે દેશનું અર્થતંત્ર ખરાબે ચડી ગયું છે, ત્યારે નાગરિકો પણ તૈયાર છે કે દેશમાં જ બનેલી સ્વદેશી વસ્તુઓ ખરીદવામાં આવે. સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તો દેશનું અર્થતંત્ર ફરીથી તેજી પકડી શકે છે. જોકે સ્વદેશી ઉત્પાદનો લોકોને સુલભ દરે પ્રાપ્ત થાય તે માટે સરકારે ઘણું બધું કરવું પડે.
નાના એકમો અત્યારે ફરિયાદ કરી રહ્યા છે કે તેમને હાલમાં કાચા માલ એડવાન્સ પેમેન્ટ આપવામાં આવે ત્યારે જ મળે છે. સાથે જ ટ્રાન્સપોર્ટ માટેનો ખર્ચ વધી ગયો છે. આ નાના એકમો સરકાર તરફથી આર્થિક રાહત મળે તેની રાહમાં છે. સરકાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બેઠું કરવા માગતી હોય તો પ્રથમ પગલું લઘુ અને નાના ઉદ્યોગોને આર્થિક રાહત પહોંચાડવીને લેવું જરૂરી છે.
આ વર્ષના ફેબ્રુઆરીમાં એવી દરખાસ્ત હતી કે ટીવી જેવી ઇલેક્ટ્રોનિક આઇટમ તથા મોંઘા ફર્નિચરની આયાત ઓછી કરવા માટે તેના પર પ્રતિબંધો મૂકવા. આ વસ્તુઓ આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં આવતી નથી. સ્વદેશીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે 1000 જેટલી વસ્તુઓ જે વિદેશમાંથી આયાત થતી હતી તેને કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારમાંથી દૂર કરવામાં આવી હતી. છેલ્લા સાત મહિનાથી આનો અમલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં આ નીતિ લાગુ કરવા માટે પ્રયત્નશીલ દેખાઈ રહી છે.
ભૂતકાળના વિશ્લેષણ પરથી ખ્યાલ આવે છે કે દેશમાં દર વર્ષે સ્થાનિક ધોરણે 42 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. કોરોના સંકટના કારણે વિકાસ દર ઘટ્યો છે, પરંતુ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની બજાર જ 2025 સુધીમાં બમણી થઈને 1.5 લાખ કરોડ રૂપિયાની થઈ જશે તેવો અંદાજ છે.
કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 2019માં આયાત અને નિકાસ વચ્ચે અસમુતલાને કારણે દેશને 12 લાખ કરોડ રૂપિયાની ખાધ ભોગવવી પડી હતી. લાંબા ગાળે સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટેના પગલાં લેવાતા રહેશે તો આયાત પર ઓછો આધાર રાખવો પડશે અને તેના કારણે દેશનો ઔદ્યોગિક વિકાસ પણ ઝડપથી થશે.
કેન્દ્ર સરકારે એમએસએમઈને સ્પેર પાર્ટ્સના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવો જોઈએ. તેમને ઉત્પાદનના નેક્સ લેવલ સુધી લઈ જવા જોઈએ. તેમને દરેક તબક્કે સહાય મળી રહે તેવું પણ કરવું જોઈએ.
આપણી યુવા પેઢી દેશ માટે ધન સમાન છે. ચીન કે જાપાનની સરખામણીએ ભારતીયોની સરેરાશ ઉંમર ઓછી છે. સરેરાશ ભારતીયની ઉંમર હાલમાં 28 વર્ષની છે. આંકડાં દર્શાવે છે કે દેશની 64 ટકા વસતિ કામકાજ કરી શકે તે વય જૂથમાં આવે છે.
શૈક્ષણિક યુવાનોમાં બેકારીનું મોટું પ્રમાણ છે તે બાબતમાં સરકારે વિચાર કરવો જોઈએ. સમગ્ર સિસ્ટમ તે માટે બદલવી જોઈએ. કુશળ કામદારોની સંખ્યા વધારવાની તાતી જરૂર છે. દેશના ઉદ્યોગો વિકટ સ્થિતિમાં ફસાયા છે તેમાંથી તેમને બહાર લાવવા માટે દીર્ધદૃષ્ટિની જરૂર છે અને તો જ ભારતીય સ્વદેશી ઉત્પાદનોની માગ વધી શકશે.
સ્વદેશીને શક્ય બનાવવા માટેની યોજના ક્યાં છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની વાતો કરવાનું શરૂ કર્યું છે, જેથી ભારત મેન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં શક્તિશાળી દેશ બની શકે. વિશ્વ સામે કોરોના સંકટ આવ્યું છે ત્યારે તેનો લાભ લઈને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું સપનું છે. આ માટે જ મન કી બાત કાર્યક્રમમાં તેમણે આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપ્યું હતું.