ETV Bharat / bharat

અપરાધી રાજકારણ માટે સઘન ઉપાય

ભારતીય રાજકારણ અને તે રીતે ભારતની લોકશાહી આજકાલ એવી ભ્રષ્ટ પ્રણાલિમાં ફેરવાઈ ગઈ છે કે રાજકારણના નેતાઓ પોતે જ અપરાધિક પૃષ્ઠભૂમિવાળા લોકોને તેમના પક્ષોમાં જોડાવા અને દેશનું નેતૃત્વ કરવા આમંત્રણ આપી રહ્યા છે!! આ સંદર્ભમાં, તમામ પક્ષો એક જ હોડીમાં સવાર છે અને તેઓ આ પ્રકારની સ્થિતિ માટે સમાન રૂપે જવાબદાર છે. ભારતીય બંધારણની કલમ ૩૨૪એ ભારતના ચૂંટણી પંચને મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવાની સત્તા અને જવાબદારી આપી છે. જોકે, એ જાણીતી હકીકત છે કે આ સત્તા દેશના રાજકીય ક્ષેત્રમાં અપરાધી પ્રવૃત્તિ કરનારને આવવા સામે લગામ કસવા માટે પૂરતી નથી અને આ સત્તા માત્ર સુધારા અને નીતિઓ પ્રસ્તાવિત કરવા અને દાખલ કરવા પૂરતી મર્યાદિત છે. તે પછી થોડાક કેસ ન્યાયાલયમાં દાખલ કરાયા છે જેમાં દાવો કરાયો છે કે જે સરકારો સરળ પરિણામો ઈચ્છે છે અને જેમણે અપરાધીઓ અને તેમની રણનીતિઓને અંગીકાર કરી લીધાં છે તે ઉક્ત સરકારો દ્વારા આ સુધારાઓને સગવડપૂર્વક અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યા છે.

અપરાધી રાજકારણ માટે સઘન ઉપાય
અપરાધી રાજકારણ માટે સઘન ઉપાય
author img

By

Published : Feb 17, 2020, 11:28 PM IST

આ સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે દાવો કર્યો કે રાજકીય બેઠકો પર નજર રાખી રહેલા અપરાધીઓ સામે અને તેમને પ્રોત્સાહિત કરતા રાજકીય પક્ષો સામે પગલાં લેવાં જરૂરી છે. જોકે, સર્વોચ્ચ ન્યાયાલયે આ દલીલને ફગાવતી વખતે સૂચન કર્યું કે જે કોઈ પક્ષ અપરાધી પૃષ્ઠભૂમિવાળી વ્યક્તિને સભ્યપદ આપે તો તે તેના પગલાનો બચાવ કરવા અને તેનું કારણ સમજાવવા સક્ષમ હોવો જોઈએ! તેણે એવા સૂચનને માન્ય રાખ્યું કે આ તર્કને સાર્વજનિક રીતે જાહેર કરવો પડશે. ન્યાયાલયે કહ્યું કે ઉમેદવારના વ્યક્તિગત ગુણો, તેની તાકાત અને નબળાઈ તેમજ તેની અસ્ક્યામતો અને જવાબદારીઓ, તેમજ તેના ભૂતકાળની અસ્ક્યામતો વગેરેની જાહેરાત સમાચાર પત્રો, સૉશિયલ મિડિયા અને પક્ષની વેબસાઇટ દ્વારા કરવી જોઈએ અને એ પણ જણાવવું પડશે કે આ બધાં છતાં ચોક્કસ ઉમેદવારને શા માટે પસંદ કરવામાં આવ્યો. ‘જ્યાં સુધી અન્ય રીતે સાબિત ન થાય ત્યાં સુધી વ્યક્તિ નિર્દોષ છે’ તે સિદ્ધાંત ધ્યાનમાં લેતા, અને ન્યાયાલયે એમ મત બતાવ્યો કે તે નાના અને મોટા કેસો, જેનાથી વધુ જટિલતા ઊભી થઈ શકે છે, તેની વચ્ચે ભેદ દર્શાવી ન શકે. તેણે વધુમાં કહ્યું કે સંસદે એ સુનિશ્ચિત કરવા એક કાયદો બનાવવો જોઈએ કે અપરાધી ભૂતકાળ ધરાવનારાઓ જાહે જીવનમાં પ્રવેશે નહીં અને કાયદો ઘડવામાં ભાગ ન લે અને ન્યાયાલય કોઈ પણને ચૂંટણી કે જે જાહેર પ્રવૃત્તિ છે, તેમાં ભાગ લેતા અટકાવી ન શકે. ન્યાયાલયે વધુમાં એ પરિસ્થિતિ પર પ્રશ્ન ઉઠાવ્યો કે જેમાં રાજકીય વિરોધી પર નામાંકન પત્ર દાખલ કરવાના છેલ્લા દિવસે દેશદ્રોહના આરોપો કરવામાં આવે છે. તેની સાથે, એ પણ સાચી છે કે જ્યાં સુધી સઘન સુધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશ અપરાધી રાજકારણની ચંગુલમાંથી બહાર નહીં નીકળે.

“એ અતાર્કિક અને બેહુદું છે કે અપરાધી પૃષ્ઠભૂમિવાળી કોઈ વ્યક્તિને ધારાસભ્ય, સાંસદ અને પ્રધાન બનવા દેવામાં આવે છે, જ્યારે કે ડૉક્ટર, એન્જિનિયર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, અથવા ન્યાયાધીશ જેવા વ્યવસાયમાં તેમને પ્રવેશ નથી!!” આ જ કારણ છે કે જેના આધારે અશ્વિનીકુમાર ઉપાધ્યાયે જાહેર હિતની એક અરજી કરી હતી. અગાઉ સર્વોચ્ચ ન્યાયાલયના એક ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ સીધો જ મુદ્દો ઉઠાવ્યો હતો કે કેટલાક કેસોના ઉકેલ માટે લગભગ ૨૦ વર્ષની પ્રતીક્ષા કરવી પડે છે અને જે વ્યક્તિ સામે આરોપ છે તે વ્યક્તિ આ સમય દરમિયાન લોકપ્રિય પ્રતિનિધિ તરીકે ઓછામાં ઓછું ચાર વાર ચૂંટાઈ શકે છે. ૧૪મી લોકસભામાં અપરાધી પૃષ્ઠભૂમાળા લોકોની સંખ્યા ૨૪ ટકા હતી જ્યારે ૧૫મી લોકસભામાં તે વધીને ૩૦ ટકા થઈ અને ૧૬મી લોકસભામાં તે ૩૪ ટકા થઈ અને હાલની લોકસભામાં તે ૪૩ ટકા છે. એ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે કે હાલની લોકસભામાં ૨૯ ટકા સભ્યો એવા છે જેમના પર બળાત્કાર, હત્યા અને અન્યો જેવા ઘૃણાસ્પદ અપરાધોના આરોપો લાગ્યા છે. વધુ દુઃખની વાત એ છે કે એવી તક વધુ છે કે આવા સભ્યો ચૂંટણી જીતે તેવી સંભાવના હોય છે અને તેઓ નેતાઓ પણ બની જાય છે! આથી, ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં, તેઓ કહે છે કે ૧૯૬૮ના ચૂંટણી પ્રતિક નિયમ પુસ્તકમાં, એક કડક કાયદો સમાવવો જોઈએ જેની હેઠળ અપરાધી પૃષ્ઠભૂમિ સાથેના સભ્યોને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવી જોઈએ.

અરજીમાં વધુમાં વિનંતી કરવામાં આવી છે કે એક સભ્ય અપરાધી પૃષ્ઠભૂમિવાળો ત્યારે જ મનાવવો જોઈએ જો તેણે એવો અપરાધ કર્યો હોય જેના માટે તેને પાંચ વર્ષ કે તેથી વધુ અવધિની જેલની સજા થઈ શકે તેમ હોય અને તે પણ કોઈ પણ ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે નામાંકન પત્ર દાખલ કરવાના એક વર્ષ પહેલાં અપરાધ આચર્યો હોવો જોઈએ. જનતા તરફથી આવી સંખ્યાંબંધ વિનંતીઓ છે, તેમ છતાં એ શંકાસ્પદ છે કે આવા ‘કાનૂન ભંજકો’ દ્વારા નખાયેલા મજબૂત પાયાને તોડી શકાશે કે કેમ!! ૧૯૯૩ના મુંબઈના શ્રેણીબંધ બૉમ્બ વિસ્ફોટો અપરાધીઓ, પોલીસ કર્મચારીઓ, કસ્ટમના સત્તાવાળાઓ અને રાજકીય અપરાધીઓ વચ્ચેની ગેરકાયદે સાંઠગાંઠનો પુરાવો છે અને દેશના લોકો આ લગભગ એક દાયકો અને તેથી વધુ ચાલેલા સમગ્ર ઘટનાક્રમના પ્રત્યક્ષ સાક્ષી છે. ભારતમાં રાજકારણના અપરાધીકરણનો અભ્યાસ કરવા રચાયેલી વોહરા સમિતિએ સ્પષ્ટતા કરી છે કે મોટા શહેરોની અપરાધી શાર્ક, અને અધિકારીઓ, પોલીસ અને રાજકીય નેતાઓએ હાથ મેળવી લીધા છે અને રાજકારણીઓનાં નાણાં ચૂંટણીમાં તાકાત લગાડવાના સમયે આ નેટવર્કના વિસ્તરણ માટે ઈંધણ તરીકે કામ કરે છે.

આ અહેવાલ બે દાયકા પહેલાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અપરાધિક ન્યાયી પ્રણાલિ કે જે વ્યક્તિગત અપરાધને અટકાવવાની દૃષ્ટિથી બનાવવામાં આવી હતી તે માફિયાના આવા વિશાળ નેટવર્કને અટકાવવા કંઈ ખાસ કરી શકી નથી. સરકારોએ વોહરા સમિતિના અહેવાલોને બંધ કવરમાં જ રાખ્યો છે, તેમ છતાં એ હકીકત તો છે જ કે ચૂંટણીમાં કાળું નાણું રાજકારણમાં અપરાધીકરણનું કારણ છે. ૧૯૯૯, ૨૦૧૪નાં વર્ષો દરમિયાન ન્યાયમૂર્તિ સમિતિ અહેવાલો અને ચૂંટણી પંચે ૨૦૦૪માં પ્રસ્તાવિત કરેલા સુધારાઓ અને બંધારણ સમીક્ષા સમિતિના ૨૦૦૨ના અહેવાલો તેમજ બીજા પ્રશાસન સમિતિ સૂચનો- આ બધાં જ દેશને આવી પ્રવૃત્તિઓમાંથી બચાવવા વિવિધ રણનીતિઓ સૂચવે છે. રાજકીય પક્ષો અપરાધીઓને વિધાનપાલિકામાં પોતાને સત્તા મળે તેવા સ્વાર્થી હેતુથી લઈ જાય છે જે સમગ્ર દેશની વિશાળ સદ્ભાવનાને કોરાણે પાડી દે છે. જ્યાં સુધી આ અભિગમને અટકાવવામાં નહીં આવે અને રાજકીય પક્ષોની સંકુચિત માનસિકતાને વિસ્તરતી નહીં અટકાવવામાં આવે ત્યાં સુધી દરેક રીતે સ્વચ્છ ભારતનો હેતુ સફળ નહીં થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.